યુઝવેન્દ્ર ચહલે હવે દિગ્ગજ સ્પિનરનો વિડીયો જોઇને બોલીંગમાં સુધાર લાવવાનો પ્રયાસ શરુ કર્યો

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે. જ્યાં ટીમ ઇન્ડીયા ઓસ્ટ્રેલીયા સામે સિડની માં ત્રીજી ટેસ્ટ મેચ (Sydney Test) રમી રહી છે. ભારતના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં પોતાની સ્પિન બોલીંગમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.

  • Avnish Goswami
  • Published On - 10:03 AM, 8 Jan 2021
Yuzvendra Chahal has now started trying to improve his bowling by watching the video of the veteran spinner
Yuzvendra Chahal

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) હાલમાં ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર છે. જ્યાં ટીમ ઇન્ડીયા ઓસ્ટ્રેલીયા સામે સિડની માં ત્રીજી ટેસ્ટ મેચ (Sydney Test) રમી રહી છે. ભારતના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) હાલમાં પોતાની સ્પિન બોલીંગમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ માટે યુઝવેન્દ્ર ચહલ શેન વોર્ન (Shane Warne) ના વિડીયોને જોઇને પોતાની બોલીંગમાં સુધારો કરવા માટે પ્રયત્ન કરી રહ્યો છે. ચહલ વન ડે અને T20 સીરીઝ દરમ્યાન ઓસ્ટ્રેલીયા પ્રવાસની ટીમનો હિસ્સો હતો. પરંતુ ટેસ્ટ ટીમમાં તેનો સમાવેશ નહોતો.

યુઝવેન્દ્ર ચહલે ફ્રન્ટરો સાથે વાતચીત દરમ્યાન બતાવ્યુ હતુ કે, મેં શેન વોર્ન સરના વિડીયો જોવા શરુ કર્યુ. તે જોઇને મને જાણકારી મળી કે લેગ સ્પિન આખરે શુ છે. તે મારા આદર્શ છે, અને હુ તેમના જેવી જ બોલીંગ કરવા માંગુ છુ. ચહલે કહ્યુ કે, તેમનુ નામ દરેક અખબારમાં પ્રસિદ્ધ રહેતુ હતુ. મને ખુબ પસંદ હતુ જે રીતે તેઓ બેટ્સમેનોને પોતાની જાળમાં ફસાવતા હતા. એક ક્લાસમાં તેમણે બતાવ્યુ હતુ કે, બોલ પર પકડ કેવી રીતે બનાવી એ છીએ, પછી તો મે તેમને બધા જ વિડીયોને જોયા.

સમાચાર એજન્સી એનએનઆઇને ચહેલ એ બતાવ્યુ હતુ કે, હું ન્યુઝીલેન્ડના પ્રવાસ પર જે રીતે માર્ટિન ગટપિલને આઉટ કર્યો હતો, તે મારો ડ્રીમ બોલ હતો. પછી ત્યાર બાદ મને અહેસાસ થયો હતો કે, લેગ સ્પિન કરીને બેટ્સમેનને ફસાવી શકાય છે. બેટ્સમેનને લેગ સ્પિન રમવામાં મુશ્કેલી નડે છે.

ચહલ હજુ થોડાક દિવસો પહેલા જ લગ્નના બંધનમાં બંધાયો છે. લગ્નના લગતી અનેક તસ્વીરો તેણે સોશિયલ મિડીયા પર પોષ્ટ કરી હતી. યુઝવેન્દ્ર ચહલ ભારતીય ટેસ્ટમાં સ્થાન મેળવા માટે ખૂબ મહેનત કર રહ્યો છે. તે સિમીત ઓવરોની ક્રિકેટમાં ભારતીય બોલરોમાં મહત્વની કડી છે.