વિશ્વ બિલીયર્ડ અને સ્નૂકર ચેમ્પિયન પંકજ અડવાણી જોડાયો લગ્નના બંધનથી, જુઓ ફોટા

ભારતના દિગ્ગજ બિલિયર્ડ્સ અને સ્નૂકર ચેમ્પિયન પંકજ અડવાણીએ ગર્લફ્રેન્ડ સાનિયા શદાદપુરી સાથે લગ્ન કર્યા.

  • Avnish Goswami
  • Published On - 9:27 AM, 7 Jan 2021
ભારતના દિગ્ગજ બિલિયર્ડ્સ (Billiards) અને સ્નૂકર ચેમ્પિયન (Snooker Champion) પંકજ અડવાણી (Pankaj Advani) એ નવા વર્ષની શરુઆતના સપ્તાહે જીંદગીની નવી કહાનીની શરુઆત કરી છે. પંકજે 6 જાન્યુઆરીએ પોતાની ગર્લફ્રેન્ડ સાનિયા શદાદપુરી (Sania Shadadpuri) સાથે લગ્ન કરી લીધા છે.
પંકજ અને સાનિયાના લગ્ન પહેલા સંગીત રસમ યોજાઇ હતી. જેમાં બંનેના પરિવારજનો અને સબંધીઓ ઉપરાંત નજદીકી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ તસ્વીર સાથે જ પંકજે સાનિયા સાથેના લગ્ન અંગેનો ખુલાસો જાહેર કર્યો હતો.
પંકજ અને સાનિયાએ સોશિયલ મિડીયા દ્રારા તસ્વીર શેર કરી હતી. બંનેએ આ સાથે જ પોતાના લગ્નને જાહેર પણ કર્યા હતા. સાનિયા સેલેબ્રિટી મેકઅપ આર્ટીસ્ટ છે અને શાહિદ કપૂરની પત્નિ મીરા કપૂર સાથે પણ કામ કરી ચુકી છે.
World billiards and snooker champion Pankaj Advani
35 વર્ષીય પંકજ અડવાણી ભારતના સૌથી સફળ બિલિયર્ડસ અને સ્નૂકર પ્લેયર છે. તેમણે 23 વખત અલગ અલગ ફોર્મેટમાં IBSF બિલિયર્ડસ અને સ્નૂકર વર્લ્ડ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યા છે. તેઓ એક માત્ર એવા ખેલાડી છે, જેણે બિલિયર્ડસ અને સ્નૂકરના દરેક ફોર્મેટમાં એેશિયા અને વિશ્વ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યા હોય.
Pankaj Advani
બિલિયર્ડસ થી પોતાના કેરિયરની શરુઆત કરવા વાળા પંકજ અડવાણીને 2005-06માં દેશના સૌથી મોટા ખેલ સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામા આવ્યા હતા.
2018માં પંકજ અડવાણી દેશના ત્રીજા સૌથી મોટા સન્માન પજ્ઞ ભૂષણ થી સન્માનિત કરવામા આવ્યા હતા.