શું તમે જાણો છો કે બાજી પત્તામાં લાલના બાદશાહને જ કેમ મૂછો નથી હોતી? જાણો અજાણી વાત

તમે જો બાજી પત્તા રમતા હશો તો તમને જાણ હશે, કે લાલના બાદશાહ શિવાય બધાને મૂછો હોય છે. ચાલો તમને જણાવી દઈએ કે લાલના બાદશાહને જ કેમ મૂછો નથી હોતી.

શું તમે જાણો છો કે બાજી પત્તામાં લાલના બાદશાહને જ કેમ મૂછો નથી હોતી? જાણો અજાણી વાત
File Image
Gautam Prajapati

|

May 19, 2021 | 7:06 PM

વડીલો કહેતા હોય છે કે પત્તા રમવા સારી બાબત નથી. પરંતુ આપણે ઘણી જગ્યાએ અને ઘણા પ્રસંગોમાં કાર્ડ્સ એટલે કે બાજી પત્તા રમતા હોઈએ છીએ. તાજેતરમાં આવેલી ગુજરાતી વેબ સીરીઝ વિઠ્ઠલ તીડીમાં પણ તમે પ્રતિક ગાંધીના હાથમાં કાર્ડ્સની કરામત જોઈ હશે. ઘણા લોકો બાવન પત્તા સાથે ખુબ ખેલ કરતા જોવા મળે છે પરંતુ આ કાર્ડ્સ પાછળ છુપાયેલા કેટલાક રહસ્યો તેઓ પણ નથી જાણતા હોતા.

તમે જાણતા જ હશો કે 52 કાર્ડ્સમાં કિંગના એટલે કે બાદશાહના 4 કાર્ડ્સ છે. તેમાંથી 3 બાદશાહને મૂછો છે પરંતુ ચોથા બાદશાહને ક્લીન શેવ જોવા મળે છે. સવાલ એ છે કે ચોથા બાદશાહના કાર્ડમાં મૂછ કેમ નથી? શું કાર્ડ ડિઝાઇનરે ભૂલ કરી અને પછી તે પરંપરા બની ગઈ છે? કે પછી તેની પાછળ કોઈ બીજી વાર્તા છે?

કાર્ડ વિશે મૂળભૂત માહિતી

સાયકલ બ્રાન્ડના કેટલાક વિશિષ્ટ અંગ્રેજી-અમેરિકન કાર્ડ્સ ફક્ત જાડા-ભારે કાગળ, પાતળા કાર્ડબોર્ડ અથવા પાતળા પ્લાસ્ટિકના બનેલા હોય છે. રમતગમતની સગવડ માટે કાર્ડ સામાન્ય રીતે હથેળી આકારના હોય છે. કાર્ડ્સના સંપૂર્ણ સેટને પેક અથવા ડેક કહેવામાં આવે છે અને રમત દરમિયાન એક સમયે એક ખેલાડી દ્વારા લેવામાં આવેલા કાર્ડ્સના સબસેટને સામાન્ય રીતે હેન્ડ કહેવામાં આવે છે.

4 રાજાઓ પર આધારિત છે કાર્ડ્સના બાદશાહ

ભારતમાં પ્રચલિત કાર્ડ ઇંગ્લેન્ડથી આવ્યા છે. તેમના પર લાલ, ચટ્ટઈ, ફૂલ્લઈ અને કાળીના ચિન્હો હોય છે. આ ચિહ્નો પ્રથમ 16 મી સદીમાં એક ફ્રેન્ચમેન દ્વારા બનાવવામાં આવ્યા હતા. તેથી તેને ટ્યુડર રાજાઓના પોશાકો પરથી કાર્ડ્સના બાદશાહ બનાવ્યા હતા.

કયા રાજાને મૂછો નથી? અને કેમ?

બાજી પત્તામાં જે રાજાને મૂછો નથી તેનું નામ King of Hearts છે. આ નામ એટલે કે King of Hearts પર એક ફિલ્મ પણ બનેલી છે. ફિલ્મમાં પણ રાજાને મૂછો બતાવવામાં નથી આવી. પરંતુ બ્રિટીશના ખાનગી સમાચાર અહેવાલના અનુસાર શરૂઆતમાં કાર્ડ્સ પર આ રાજાને પણ મૂછો હતી. પરંતુ એક વાર જ્યારે કાર્ડ્સને ફરી ડીઝાઈન કરવામાં આવ્યા ત્યારે ડિઝાઈનર આ એક કાર્ડમાં બાદશાહની મૂછો બનાવવાનું ભૂલી ગયો. ત્યારબાદ આ એક પરંપરા બની ગઈ હતી. અને King of Hearts બાદશાહ મૂછો વગરનું કાર્ડ બની ગયું.

આ પણ વાંચો: 40 પર આવી ગયું હતું ઓક્સિજન લેવલ, તેમ છતાં ડોક્ટર્સે કર્યો એવો ચમત્કાર કે મળી ગયું નવું જીવન

આ પણ વાંચો: તમે જાણો છો? રેલવે લાઇનની વચ્ચે અને બંને બાજુ શા માટે પત્થરો નાખવામાં આવે છે, જાણો જવાબ

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati