હંમેશા પોતાના ટ્વિટના કારણે ચર્ચામાં રહેતી સાનિયા મિર્ઝા ફરી એક વખત પોતાની દેશભક્તિ દેખાડી છે. વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનથી ભારતમાં પરત ફરવા પર સાનિયાએ પોતાની પ્રિતક્રિયા આપી છે.
ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પોતાના પતિને મુહતોડ જવાબ આપ્યો છે. સાનિયા મિર્ઝાએ પોતાના ઑફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું કે, વેલકમ બેક વિંગ કમાન્ડર અભિનંદન…તમે ખરેખર હીરો છો…તમારી બાહદુરી અને જોશને દેશ સલામ કરે છે.
https://twitter.com/MirzaSania/status/1101473242265669632
આ અગાઉ સાનિયા મિર્ઝાના પતિએ ટ્વિટર પર એક ટ્વિટ કર્યું હતું. જેના પર ભારતીય લોકો દ્વારા તેની ઘણી ટીકા કરવામાં આવી હતી. જે પછી સાનિયાએ પોતાના પતિને જ જવાબ આપતું ટ્વિટ કરી પોતાની ખરી દેશ ભક્તિ દેખાડી છે.
https://twitter.com/realshoaibmalik/status/1100704460333084672
અગાઉ પણ સાનિયા મિર્ઝાએ પુલવામા હુમલા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, અમારે અમારી દેશભક્તિ સાબિત કરવા માટે કોઇપણ એટેકની નિંદા ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ અથવા કોઇપણ સોશિયલ મીડિયા પર કરવી ના જોઇએ…કેમ? તમે એક કંટાળેલા વ્યક્તિ છો જે પોતાનો ગુસ્સો બીજે ક્યાંય નીકાળવા માટે અને નફરત ફેલાવવા માટે આવી તકની રાહ જુઓ છો.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]