ભારતીય ક્રિકેટર તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદરે વરાહ લક્ષ્મી નરસિમ્હા સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી.23 નવેમ્બરના રોજ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની રમત શરૂ થવાના થોડા કલાકો પહેલાં મંદિરની મુલાકાત લીધી હતી. ભારતીય ટીમ T20I સિરીઝમાં ઑસ્ટ્રેલિયાનો સામનો કરશે. રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ મેન ઇન બ્લુ ટીમની આગેવાની કરશે.
ભારત અને ઓસ્ટ્રેલિયાની મેચ શરુ થવાને હવે ગણતરીની કલાકો બાકી છે ત્યારે મેચ પહેલા ખેલાડીઓ વિશાખાપટ્ટનમમાં ભગવાનના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. પુજા દરમિયાન તિલક વર્મા અને વોશિગ્ટન સુંદર જોવા મળ્યા હતા. આ બંન્નેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
તિલક વર્મા અને વોશિંગ્ટન સુંદર ઓસ્ટ્રેલિયા સામે પસંદ કરાયેલી T20 ટીમનો ભાગ છે. તેણે આ વર્ષે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝમાં ટી20માં ડેબ્યૂ કર્યું હતું. આ સિરીઝમાં ODI વર્લ્ડ કપ ટીમમાં સામેલ મોટાભાગના ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.
ટી 20 વર્લ્ડકપ 2024 જુનમાં યોજાશે. આટૂર્નામેન્ટમાં ભારતના આ ખેલાડીઓની મહત્વની ભુમિકા હશે. જેમાં તિલક વર્મા, વોશિગ્ટન સુંદર અને ટીમના અન્ય ખેલાડીઓ પર સિલેક્ટરની નજર હશે.
વર્લ્ડ કપ 2023 બાદ આજથી એટલે કે, 23 નવેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટી 20 સીરિઝ રમાય રહી છે. સિરીઝની છેલ્લી મેચ 3 ડિસેમ્બરના રોજ રમાશે. ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ હશે જ્યારે ઓસ્ટ્રેલિયા ટીમનો કેપ્ટન મૈથ્યુ વેડ હશે.
વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી મેચને કારણે ઓસ્ટ્રેલિયન ટીમનો ટીમ ઈન્ડિયા પર થોડો દબદબો જોવા મળી રહ્યો છે. તેની પાછળનું કારણ છે ભારતના આ શહેરના સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ. ઓસ્ટ્રેલિયાની ટીમે વિશાખાપટ્ટનમમાં 5 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે, જેમાં તેને માત્ર 1માં હાર મળી છે.
આ પણ વાંચો : Washington Sundar Birthday : ખેલાડીનું નામ વોશિંગ્ટન સુંદર કેવી રીતે પડ્યું? જર્સી નંબર પણ છે ખુબ ખાસ
Published On - 4:57 pm, Thu, 23 November 23