બનવું હતું સ્પિનર, બની ગયા બેટ્સમેન, આયરલેન્ડ સામેની ODIમાં લગાવ્યું શતક, કેરળ માટે રચ્યો ઇતિહાસ

બનવું હતું સ્પિનર, બની ગયા બેટ્સમેન, આયરલેન્ડ સામેની ODIમાં લગાવ્યું શતક, કેરળ માટે રચ્યો ઇતિહાસ
કેરળના થાલાસેરી શહેરના સીપી રિઝવાને આયરલેન્ડ સામેની વનડેમાં સદી ફટકારી

આયરલેન્ડ સામે એમણે 136 બોલમાં 109 રન ફટકાર્યા. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ એની પહેલી સદી છે.

Nakulsinh Gohil

| Edited By: Bipin Prajapati

Jan 11, 2021 | 8:20 AM

કહેવાય છે કે ઇતિહાસ બનતા રહે છે, પ્રતિભા હોય તો પરાક્રમ થતાં રહે છે. આવું જ એક પરાક્રમ બન્યું UAE અને આયરલેન્ડ વચ્ચે રમાયેલી પહેલી વનડે મેચમાં. આ મેચમાં UAE એ આયરલેન્ડને હરાવ્યું. પહેલી ઇનિંગ રમતા આયરલેન્ડે યજમાન UAE સામે આબુ ધાબીની પિચ પર 270 રનનું લક્ષ્ય આપ્યું, જેને UAE એ એક ઓવર પહેલા એટલે કે 49 ઓવરમાં જ પૂર્ણ કર્યું.

UAE ની આ જીતમાં જે બેટ્સમેને પરાક્રમ કર્યું એનું કનેક્શન ભારતના કેરળ સાથે છે. કેરળના થાલાસેરી શહેરને ક્રિકેટનો ગઢ માનવામાં આવે છે. કારણ છે અહીથી નીકળેલા ક્રિકેટના ધુરંધર ખેલાડીઓ. UAE તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમનારા અને આયરલેન્ડ સામેની વનડે મેચમાં પ્લેઇંગ 11 માં સામેલ સીપી રિઝવાન આવા જ એક ક્રિકેટર છે, જે કેરળના થાલાસેરીથી આવે છે.

CPRIZWAN

ODIમાં સદી ફટકારનારા કેરળના પહેલા ખેલાડી બન્યા રિઝવાન આયરલેન્ડ સામેની 4 વનડે સીરિઝની પહેલી મેચમાં રિઝવાને 136 બોલ રમીને 109 રન કર્યા. આ દરમિયાન એમણે 9 ફોર અને 1 સિક્સ લગાવી. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ રિઝવાનની પહેલી સદી છે. જે એમના કરિયરની 10મી વનડે મચની 9 મી ઇનિંગમાં સાકાર થઈ. આ સદી સાથે જ સીપી રિઝવાને એક ઇતિહાસ પણ રચ્યો. તેઓ ઇન્ટરનેશનલ મેચ રમનાર કેરળના પ્રથમ ક્રિકેટર બન્યા. આ ઐતિહાસિક સદી બાદ રિઝવાને કહ્યું, “હું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારનાર પ્રથમ કેરળનો પ્રથમ ક્રિકેટર બન્યો છું, આ વાતનું મને ગર્વ છે. આનાથી પણ વધારે મોટી વાત એ છે કે મારી આ સદી મારી ટીમ UAE ની જીતમાં કામ આવી છે.”

લેગ સ્પિનર બની ગયા મિડલ ઓર્ડર બેટ્સમેન રોઝવાને પોતાની ક્રિકેટ કારકિર્દીની થોડી વાત કરી. પોતાની કારકિર્દીના શરૂઆતના દિવસોને યાદ કરીને તેમણે કહ્યું, “જ્યારે મે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું ત્યારે હું લેગ સ્પિનર બનવા ઈચ્છતો હતો. લેગ સ્પિનર તરીકે જ મને કેરળની અંડર-14 ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો.” 2011માં કેરળ રણજી ટ્રોફી ટીમમાં પસંગદગી પામનાર રિઝવાને કહ્યું કે હેવ તેઓ UAEની ટીમમાં એક મિડલ ઓર્ડર બેટ્સમેન છે. IPLમાં રમવા અંગે રિઝવાને કહ્યું, “અત્યારે મારું ફોકસ UAEની ટીમ માટે સારું રમવા પર છે. જો પ્રદર્શન સારું રહ્યું તો ભવિષ્યમાં સારા પરિણામ પણ મળશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati