અનુષ્કા-વિરાટની પુત્રીની વાયરલ ફોટોને લઇને વિરાટના ભાઇ વિકાસ કોહલીએ કરી સ્પષ્ટતા

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ 11 જાન્યુઆરીએ એક બેબી ગર્લ (Baby Girl) ને જન્મ આપ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) એ સોશિયલ મિડીયા દ્રારા આ અંગે જાણકારી આપી હતી. જેના બાદ વિરાટ કોહલીની ભાઇ વિકાસ દ્રારા બેબીના પગની એક ફોટો શેર કર્યો હતો અને ભાઇ ભાભીને શુભેચ્છા પાઠવી હતી.

  • Avnish Goswami
  • Published On - 10:57 AM, 13 Jan 2021
Virat's brother Vikas Kohli clarified about the viral photo of Anushka-Virat's daughter
ફોટો અનુષ્કા-વિરાટ ની પુત્રીનો નથી. જેની પર વિરાટના ભાઇ વિકાસ કોહલી એ હવે સ્પષ્ટતા કરી છે.

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) એ 11 જાન્યુઆરીએ એક બેબી ગર્લ (Baby Girl) ને જન્મ આપ્યો હતો. ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) એ સોશિયલ મિડીયા દ્રારા આ અંગે જાણકારી આપી હતી. જેના બાદ વિરાટ કોહલીની ભાઇ વિકાસ દ્રારા બેબીના પગની એક ફોટો શેર કર્યો હતો અને ભાઇ ભાભીને શુભેચ્છા પાઠવી હતી. જોકે તે ફોટો ફેક બતાવવામાં આવી રહી છે. તે ફોટો અનુષ્કા-વિરાટ ની પુત્રીનો નથી. જેની પર વિરાટના ભાઇ વિકાસ કોહલી (Vikas Kohli) એ હવે સ્પષ્ટતા કરી છે.

વિકાસ કોહલીએ પોષ્ટ દ્રારા લખ્યુ છે કે, મિત્રો, હું આપ સૌને સપ્ષ્ટતા કરવા માંગુ છું. કે જે ફોટો મે ગઇ કાલે વિરાટ અને અનુષ્કાને શુભેચ્છા માટે પોષ્ટ કર્યો હતો, તે એક સાધારણ ફોટો હતો. તે ફોટો બેબીનો નહોતો. કેટલાક મિડીયામાં આ વાત સામે આવી તો મે તેની પર સ્પષ્ટતા કરવાનો નિર્ણય કર્યો છે.

 

 

 

અનુષ્કા શર્મા અને બેબે ગર્લમાં મળવા પર કોઇને છુટ અપાઇ નથી. સેલિબ્રેટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મુજબ અનુષ્કા શર્માએ બેબી ગર્લને મુંબઇ બ્રીચ કેન્ડી હોસ્પીટલમાં જન્મ આપ્યો છે. અનુષ્કા અને બેબી ગર્લને મળવા પર કોઇને પણ છુટ અપાઇ નથી. સાથે જ તેમને ફુલ અને ગીફ્ટ્સ મોકલવા પર પણ રોક લગાવી દીધી છે. કોવિડ-19 પેન્ડેમિકને જોતા આ પ્રકારના પગલા ભરવામાં આવ્યા છે. કોઇ પણ નજીકના સગાં સબંધી કે વિજીટરને અનુષ્કા અને બેબી ગર્લને મળવા દેવામાં આવચા નથી. આમ તમામ રીતે સાવધાનીઓને વર્તવામાં આવી રહી છે.

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા એ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. વર્ષ 2021માં તેમના ઘરે નાનકડી પરીનો જન્મ થયો છે. બંને એ ગત ઓક્ટોબર માસ દરમ્યાન અનુષ્કાને પ્રેગ્નેસી હોવાને અંગેની જાણકારી સોશિયલ મિડીયા પોષ્ટ દ્રારા આપી હતી.