IPL સ્થગિત થતા મુંબઇ પરત ફરેલા વિરાટ કોહલી હવે કોરોના સામેના જંગમાં જોડાયો, શરુ કર્યુ આયોજન

હાલમાં કોરોના સંક્રમણને લઇને આઇપીએલ 2021 સ્થગીત કરી દેવા બાદ ક્રિકેટરો પોતાના ઘર તરફ પરત ફર્યા છે. સ્થાનિક ખેલાડીઓ પોતાના ઘરે ઝડપ થી પહોંચી ચુક્યા છે. તો હવે ક્રિકેટરો પણ હાલમાં IPL ની એકદમ વ્યસ્તતા દરમ્યાન જ એકાએક નવરાશની પળોમાં આવી ચુક્યા છે.

IPL સ્થગિત થતા મુંબઇ પરત ફરેલા વિરાટ કોહલી હવે કોરોના સામેના જંગમાં જોડાયો, શરુ કર્યુ આયોજન
Virat kohli
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 06, 2021 | 9:57 AM

હાલમાં કોરોના સંક્રમણને લઇને આઇપીએલ 2021 સ્થગીત કરી દેવા બાદ ક્રિકેટરો પોતાના ઘર તરફ પરત ફર્યા છે. સ્થાનિક ખેલાડીઓ પોતાના ઘરે ઝડપ થી પહોંચી ચુક્યા છે. તો હવે ક્રિકેટરો પણ હાલમાં IPL ની એકદમ વ્યસ્તતા દરમ્યાન જ એકાએક નવરાશની પળોમાં આવી ચુક્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore)ની ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પણ હાલમાં નવરાશના સમયને પસાર કરવાને બદલે પ્રવૃત્તીમય રહેવા માટે પ્રયાસ કર્યો છે. તો સાથે જ હાલમાં કોરોનાની સ્થિતીમાં લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. જેને લઇને વિરાટ કોહલીએ મુંબઇમાં આવા જ મુશ્કેલી મહેસૂસ કરતા લોકોની મદદની શરુઆત કરી છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ભારતીય ટીમના કેપ્ટન કોહલી એ કોરોના સામેની લડાઇમાં યુવા સેના સાથે હાથ મિલાવ્યો છે. વિરાટ કોહલી યુવા સેનાના આગેવાન રાહુલ એન કનાલ સાથે ચર્ચા કરતો નજરે ચઢ્યો છે. તેણે કોરોના સામે લડાઇને લઇને ચર્ચા કરતો જોવામાં આવ્યો છે. આ મુલાકાત અંગેની તસ્વીરો પણ રાહુલ કનાલે ટ્વીટર પર શેર કરી છે. જે તસ્વીરો દ્રારા જ ખ્યાલ આવી શકે છે કે, આઇપીએલ ટળી જવા બાદ વિરાટ કોહલી હવે કોરોનાની લડાઇમાં કેવી રીતે જોડાઇ રહ્યો છે.

કનાલે તસ્વીર શેર કરતા લખ્યુ હતુ કે, અમારા કેપ્ટનને મળ્યો. કોરોના સામે તેમણે જે લડાઇ છેડી છે. તેને જોઇને તેમના માટે સન્માન અને પ્યાર વધી ચુક્યો છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે, તેમની કોશિષ રંગ લાવે. વિરાટ કોહલી ની આ તસ્વીરોમાં એકદમ કેજ્યુઅલ લુકમાં છે. તેણે સોશિયલ ડિસ્ટન્સીંગનુ પણ પાલન કર્યુ છે. આઇપીએલ 2021 ટળી જવાના બાદ આ તસ્વીર ચર્ચામાં રહી છે.

ક્રિકેટ મેચમાં હરિફ ચાહે કેવો પણ હોય અને તાકાતવર પણ કેટલો પણ હોય પણ વિરાટ કોહલી એ ભારતને જીત અપાવી છે. આશા છે કે, કોરોના નામના વિરોધીને પણ હરાવવા માટેની લડાઇમાં કોહલી પણ વિજયી નિવડે. આઇપીએલ 2021 પણ કોરોનાને લઇને જ ટળી છે.

જેમાં ભાગ લઇ રહેલા ખેલાડીઓ એક બાદ એક કોરોના સંક્રમિત જણાઇ આવવા લાગ્યા હતા અને જેને લઇને BCCI એ નિર્ણય લીધો હતો. આઇપીએલ 2021 ની સિઝનમાં RCB એટલે કે વિરાટ કોહલીની ટીમ દમદાર પ્રદર્શન કરી રહી હતી. BCCI એ જ્યારે કોરોનાને લઇને ટુર્નામેન્ટને અટકાવી દીધી હતી, ત્યારે RCB ની ટીમ પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાન પર હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">