વિરાટ કોહલીને તેની જ ટીમના ખેલાડીએ કહ્યો ઝનુની, કહી કંઈક આવી વાત

ક્રિકેટને જાણવા વાળા તમામ લોકોને ખ્યાલ  છે કે વિરાટ કોહલી રમતને લઇને કેટલા ઝનુની છે. મેદાન પર તેની આક્રમતા ક્યારેય છુપાઇ નથી. કોહલી પોતાની ટીમના સાથીઓથી પણ આ પ્રકારની આક્રમકતા અને ઝુનુન ની આશા રાખે છે. ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં રમેલા ઓસ્ટ્રેલીયન લેગ સ્પિનર એડમ ઝંપાએ કોહલી સાથેના પોતાના અનુભવોને શેર કર્યા હતા. તેમણે […]

વિરાટ કોહલીને તેની જ ટીમના ખેલાડીએ કહ્યો ઝનુની, કહી કંઈક આવી વાત
Avnish Goswami

| Edited By: Pinak Shukla

Jan 16, 2021 | 12:51 PM

ક્રિકેટને જાણવા વાળા તમામ લોકોને ખ્યાલ  છે કે વિરાટ કોહલી રમતને લઇને કેટલા ઝનુની છે. મેદાન પર તેની આક્રમતા ક્યારેય છુપાઇ નથી. કોહલી પોતાની ટીમના સાથીઓથી પણ આ પ્રકારની આક્રમકતા અને ઝુનુન ની આશા રાખે છે. ટી-20 લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં રમેલા ઓસ્ટ્રેલીયન લેગ સ્પિનર એડમ ઝંપાએ કોહલી સાથેના પોતાના અનુભવોને શેર કર્યા હતા. તેમણે બતાવ્યુ હતુ કે, કોહલીની બે બાજુઓ છે. તે એક જ સમયે બિસ્ટ એટલે કે ઉગ્ર અને મસ્તમૌલા બંને એક સાથે થઇ શકે છે.

ઝંપાએ કહ્યુ કે, તે મેદાન થી બહાર એકદમ અલગ જ વ્યક્તિ છે. બધા જ લોકો જુએ છે કે તે મેદાન પર કેટલો આક્રમક અને કંપીટિટીવ છે. પરંતુ વાસ્તવિકતામાં સાચી વાત કહુ તો મેદાનની બહાર તે એકદમ મસ્તમૌલા છે. તમે કોઇના સામે રમો છો, પછી આપને ખ્યાલ આવશે કે તે મેદાન પર કેવો છે. પરંતુ જ્યારે ક્રિકેટના મેદાન થી બહાર આપ તેના જેવા વ્યક્તિ સાથે સમય વિતાવો છો તો ખ્યાલ આવે છે કે તે કેવો માણસ છે. તે એવો માણસ છે કે મેદાન પર પહોંચતા જ એક ઝનુની માણસ બની જાય છે. તેની સાથે રમીને મે ખુદ એ જોયુ છે.

તેના બે વર્ઝન છે, સાથે જ તેના પર ભારત માટે સારુ પ્રદર્શન કરવાનુ દબાણ પણ હોય છે. પરંતુ જ્યારે તે મેદાનની બહાર હોય છે તો તે પ્રેમાણ માણસ અને ખુશ મિજાજ રહેતો હોય છે. તે એ લોકોમાં થી એક છે જેને આસાની થી હંસાવી શકાય છે. આપ તેને દુનિયાનો એક દમ બકવાસ કક્ષાનો જોક્સ કહેશો તો પણ તે પાગલોની જેમ હંસવા લાગશે. તેમ મને હંસાવી હસાવીને થાકી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati