વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલીયન ફોલોઅર થતા આઇસીસી દ્રારા શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ વધુ એક ઉપલબ્ધી હાંસલ કરી છે. પરંતુ આ વખતની ઉપલબ્ધી ક્રિકેટમાં રન ને લઇને નહી પરંતુ તેના સોશિયલ મિડીયાના એકાઉન્ટ ને લઇને છે.

  • Avnish Goswami
  • Published On - 9:15 AM, 2 Mar 2021
વિરાટ કોહલીએ વધુ એક રેકોર્ડ નોંધાવ્યો, ઇન્સ્ટાગ્રામ પર 100 મિલીયન ફોલોઅર થતા આઇસીસી દ્રારા શુભેચ્છા
Virat Kohli

ભારતીય ક્રિકેટ ટીમ (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ વધુ એક ઉપલબ્ધી હાંસલ કરી છે. પરંતુ આ વખતની ઉપલબ્ધી ક્રિકેટમાં રન ને લઇને નહી પરંતુ તેના સોશિયલ મિડીયાના એકાઉન્ટ ને લઇને છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઓરની સંખ્યા હવે 100 મિલીયનને પાર પહોંચી ચુકી છે. તે દુનિયાનો એક માત્ર ક્રિકેટર છે કે, જેના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આટલી મોટી સંખ્યામાં ફોલોઅર છે. વિરાટ કોહલી આમ પણ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ એકટીવ રહે છે. વિરાટ કોહલીની ફોલોઅર સંખ્યાને લઇને હવે તે રોનાલ્ડો (Ronaldo) અને લિયોનલ મેસી (Lionel Messi) જેવા દિગ્ગોજોની યાદીમાં સામેલ થઇ ચુક્યો છે. આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરવાને લઇને ICC એ પણ તેને શુભેચ્છા પાઠવી છે.

ક્રિકેટની દુનિયામાં વિરાટ કોહલીની ઓળખ એક રન મશીનના રુપમાં છે. તે ક્રિકેટના કોઇ પણ ફોર્મેટમાં તેના બેટ થી હંમેશા રન વર્ષા કરતો રહે છે. વિરાટ કોહલી જેમ ફીલ્ડમાં આક્રમક રહે છે, તેમ તે મેદાનની બહાર પણ એટલી જ મસ્તી કરતો જોવા મળે છે. વિરાટ ના આજ વ્યવહારની દુનિયા ફેન છે. હવે તેના ઇન્સ્ટાગ્રામ ફોલોવર્સની સંખ્યા પણ 100 મિલીયન ની પાર પહોંચી ચુકી છે. આજ સુધી કોઇ પણ ભારતીય ક્રિકેટર ઇન્સ્ટાગ્રામ પર આ મુકામ સુધી પહોંચી શક્યો નથી. હાલમાં જ પિતા બનેલા વિરાટ કોહલીએ ટીમ ઇન્ડીયા અને પોતાનાથી જોડાયેલી તસ્વીરો અને વિડીયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતો રહે છે.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

કેપ્ટન વિરાટ કોહલી સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટીવ રહે છે. સોમવારે જ તેણે પોતાની જીમ ટ્રેનીંગની તસ્વીર ટ્વીટર પર શેર કરી હતી. કેપ્ટન વિરાટ કોહલી અને ભારતીય ટીમ હાલમાં અમદાવાદમાં છે. જ્યાં ટીમ ઇન્ડીયા આગામી 4 માર્ચ થી ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ રમશે. ચાર મેચોની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1 થી આગળ છે. ટેસ્ટ શ્રેણી બાદ ભારત અને ઇંગ્લેંડ વચ્ચે 5 મેચોની T20 શ્રેણી રમાનારી છે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા માર્ચ મહીનાના અંતમાં વન ડે શ્રેણી પણ ઇંગ્લેંડ સામે રમનારી છે.