T20 World Cup 2021: વિરાટ કોહલીએ ઋષભ પંતને ટીમમાંથી બહાર કરવાની ધમકી આપી! ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા વીડિયો આવ્યો સામે

T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમ પાસે ત્રણ વિકેટકીપર કેએલ રાહુલ, ઈશાન કિશન અને રિષભ પંત છે. પરંતુ વિકેટ કીપરની જવાબદારી પંતના ખભા પર છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 6:03 PM

T20 World Cup 2021: ટી20 વર્લ્ડ કપ 2021(T20 World Cup 2021)માં પાકિસ્તાનના હાથે મળેલી હાર બાદ ભારતીય ટીમ (Indian Cricket Team) દબાણમાં છે. પ્રથમ મેચમાં તેને 10 વિકેટથી કારમી હાર મળી હતી. આ દરમિયાન તેની પ્લેઈંગ ઈલેવન (Playing XI)ની પસંદગીને લઈને પણ ઘણા સવાલો ઉભા થયા હતા. જ્યારે ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar)ને ટીમમાં લેવામાં આવ્યો ત્યારે સવાલો ઉભા થયા હતા. બાદમાં ભુવી આ મેચમાં ઘણો મોંઘો સાબિત થયો હતો. હવે ભારતે ટૂર્નામેન્ટમાં તેની આગામી મેચ ન્યૂઝીલેન્ડ સામે રમવાની છે.

આ મેચ 31 ઓક્ટોબરે રમાવાની છે. આ માટે ટીમ ઈન્ડિયા (Team India)ની તૈયારીઓ ચાલી રહી છે. આગામી મેચમાં ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન કેવી રહેશે તેની ચર્ચા સર્વત્ર થઈ રહી છે. હવે આ તો મેચ પહેલા જ ખબર પડશે. પરંતુ આ પહેલા વર્લ્ડ કપ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે ભારત-ન્યૂઝીલેન્ડ (India vs New Zealand) મેચને લઈને માહોલ બનાવવાનું શરૂ કરી દીધું છે.

આ અંતર્ગત તેણે વિરાટ કોહલી (Virat Kohli)અને ઋષભ પંત માટે એક જાહેરાત બહાર પાડી છે. આમાં કોહલી ન્યૂઝીલેન્ડ સામેની મેચ દરમિયાન પંતને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરવાની વાત કરી રહ્યો છે. જાહેરાતમાં વિરાટ કોહલી અને ઋષભ પંત વાતચીત કરતા જોવા મળે છે. આમાં બંને વચ્ચે આગામી મેચ વિશે વાતચીત થઈ રહી છે, જેમાં પંત ચાહકો તરફથી મળી રહેલા સૂચનો વિશે જણાવે છે. આ દરમિયાન કોહલી આગામી મેચમાં પંતને હટાવવાની વાત કરે છે. આ સાંભળીને ઋષભનું મોંઢું ઉતરી જાય છે.

કોહલી અને પંત વચ્ચે આ રીતે વાતચીત થઈ 

  • ઋષભ – વિરાટ ભૈયા.
  • વિરાટ- હા, ઋષભ.
  • રિષભ- એક પ્રશંસક કહી રહ્યો છે કે ન્યુઝીલેન્ડ સામે જીતવા માટે મારે દરેક વિકેટ પછી ગ્લોવ્ઝ બદલવા જોઈએ.
  • વિરાટ (આશ્ચર્યજનક ચહેરો બનાવે છે) – તો આ પ્રમાણે મારે દર છગ્ગા પછી બેટ બદલવું જોઈએ.
  • ઋષભ – જીતવા માટે, કંઈક તો બદલવું પડશે.
  • વિરાટ – ઠીક છે! આ વખતે હું વિચારી રહ્યો છું કે મારે માત્ર વિકેટકીપર બદલવો જોઈએ.
  • ઋષભ- શું ભાઈ… તમે પણ.
  • કોહલી- તમે આ બધી બાબતો છોડીને રમત પર ધ્યાન કેન્દ્રિત કરો.

ભારતની પાસે ત્રણ વિકેટકીપર છે

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં ત્રણ વિકેટકીપર કેએલ રાહુલ, ઈશાન કિશન અને રિષભ પંત છે. પરંતુ કીપરની જવાબદારી પંતના ખભા પર છે. રાહુલ અને કિશન બંને બેટ્સમેન તરીકે રમી રહ્યા છે. પાકિસ્તાન સામેની મેચમાં પણ પંતે આ જવાબદારી લીધી હતી. તેણે બેટિંગમાં પણ પોતાની છાપ છોડી હતી અને 30 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તેણે કેપ્ટન વિરાટ કોહલી સાથે 53 રનની ભાગીદારી નોંધાવી હતી.

આ પણ વાંચો : Aryan Khan Drug Case: ડ્રગ્સના ખોટા કેસ કરનાર સમીર વાનખેડેની ટીમમાં કોણ કોણ સામેલ? ક્રાંતિ રેડકરે નવાબ મલિકને જડબાતોડ જવાબ આપ્યો

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">