વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી વિડીયો દ્વારા વ્યક્ત કરી, જુઓ વિડીયો

ગત પહેલી માર્ચની રાત્રીએ વિરાટ કોહલી (Virat Kohli) ના અધીકારીક ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા હતા. આટલી વિશાળ સંખ્યામાં ફોલોઅર ધરાવતો વિરાટ કોહલી હાલના સમયમાં એક માત્ર ક્રિકેટર છે.

  • Avnish Goswami
  • Published On - 12:30 PM, 3 Mar 2021
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ થવાની ખુશી વિડીયો દ્વારા વ્યક્ત કરી, જુઓ વિડીયો
Virat Kohli

ગત પહેલી માર્ચની રાત્રીએ વિરાટ કોહલી (Virat Kohli) ના અધીકારીક ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર 100 મિલિયન ફોલોઅર્સ થઇ ગયા હતા. આટલી વિશાળ સંખ્યામાં ફોલોઅર ધરાવતો વિરાટ કોહલી હાલના સમયમાં એક માત્ર ક્રિકેટર છે. આ ઉપરાંત ભારત જ નહી પરંતુ એશીયામાં પણ તે પ્રથમ સેલીબ્રીટી છે, જેના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન ફોલોઅર્સ છે. ઓવર ઓલ ખેલ જગતની વાત કરવામાં આવે તો, ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo), લિયોનલ મેસી (Lionel Messi) અને નેમાર (Neymar) બાદ તે ચોથો ખેલાડી છે, જેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આટલા ફોલોઅર્સ છે. વિરાટ એ એક ખાસ વિડીયો સાથે પોતાની ફોલોઅર્સનો આભાર માન્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલીએ વિડીયો શેર કર્યો હતો, જેમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની પોષ્ટ કરેલ પસંદગીની તસ્વીરો છે. આ વિડીયોને શેર કરતા વિરાટ કોહલીએ લખ્યુ હતુ કે, તમે આ સફરને ખૂબસુરત બનાવી છે. આ પ્રેમ માટે આભારી છુંં. થેંક્યુ 100 મિલિયન, વિરાટ કોહલીની હાલ વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન તરીકે ગણના કરવામા આવે છે. વિરાટ કોહલી સોશિયલ મિડીયા પર ખૂબ એક્ટીવ રહે છે. તેણે અત્યાર સુધીમાં કુલ 1130 ઇન્સ્ટાગ્રામ પર પોષ્ટ કરી છે.