છત્તીસગઢના નકસલી હુમલામાં શહિદ જવાનોને લઈ વિરાટ કોહલી અને સુરેશ રૈના દુ:ખી, જવાબની આશા દર્શાવી

છત્તીસગઢના સુકમા-બીજાપુરમાં થયેલા હુમલાને લઈને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) પણ ગમગમીન બની ચુકી છે. નકસલી હુમલામાં 22 જવાનો શહિદ થવાને લઈ ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)થી લઈને સુરેશ રૈના (Suresh Raina) સુધીના ક્રિકેટર દુ:ખી છે. 

  • Publish Date - 8:23 pm, Sun, 4 April 21 Edited By: Kunjan Shukal
છત્તીસગઢના નકસલી હુમલામાં શહિદ જવાનોને લઈ વિરાટ કોહલી અને સુરેશ રૈના દુ:ખી, જવાબની આશા દર્શાવી
Virat Kohli

છત્તીસગઢના સુકમા-બીજાપુરમાં થયેલા હુમલાને લઈને ભારતીય ક્રિકેટ ટીમ (Team India) પણ ગમગમીન બની ચુકી છે. નકસલી હુમલામાં 22 જવાનો શહિદ થવાને લઈ ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli)થી લઈને સુરેશ રૈના (Suresh Raina) સુધીના ક્રિકેટર દુ:ખી છે.  IPLની તૈયારીઓમાં મશગૂલ રહેલા આ ક્રિકેટરોને જ્યારે આ દુ:ખદ ઘટના અંગે જાણકારી પ્રાપ્ત થતાં જ તેઓએ પોતાની પ્રતિક્રિયાઓ દ્વારા શોક વ્યક્ત કર્યો હતો. એટલુ જ નહીં આ ભારતીય ક્રિકેટર્સે નકસલીઓને વળતો જવાબ આપવાની પણ આશા દર્શાવી છે.

 

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ જવાનોની શહાદત પર પ્રતિક્રિયા આપી હતી. પરંતુ એ પહેલા આ દુ:ખદ ઘટના અંગે બતાવી દઈએ કે, બીજાપુરના જંગલ વિસ્તારમાં શુક્રવાર રાત્રે નકસલીઓ હોવાની જાણકારી મળી હતી. સૂચના મળવાને લઈને CRPFની કોબરા બટાલીયન DRG અને STFના સંયુક્ત દળો રાત્રે જ નકસલ વિરોધી અભિયાન માટે રવાના થઈ ચુક્યા હતા. આ મિશનમાં લગભગ 2,000 જેટલા જવાનો જોડાયા હતા.

 

નક્સલી હુમલામાં 22 જવાન શહિદ, 30 ઘાયલ
છત્તીસગઢના નકસલ વિરોધી અભિયાનના પોલીસ ઉપ મહાનિરીક્ષક ઓપી પાલે બતાવ્યુ હતુ કે, શનિવાર બપોરે લગભગ 12 વાગ્યે બીજાપુર-સુકમા જિલ્લાની સીમા પર જોનાગુડા ગામ નજીક સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી. જે લગભગ ત્રણેક કલાકથી વધારે સમય ચાલી હતી. જેમાં CRPFના 22 જવાન શહિદ થયા છે. જ્યારે 30 જેટલા જવાનો ઘાયલ થયા છે.

 

વિરાટ અને રૈનાએ દર્શાવ્યુ દુ:ખ
વિરાટ કોહલી અને સુરેશ રૈના પણ જંગલમાં ઘટેલી આ ઘટનાને લઈને દુ:ખી છે. વિરાટે ટ્વીટ કરીને 22 જવાનોને શહિદ હોવાને લઈને દુ:ખ દર્શાવ્યુ હતુ, શહિદના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી તો સુરેશ રૈનાએ પણ તેમને દેશભક્ત દર્શાવતા એ વાતની આશા વ્યક્ત કરી હતી કે, આ ઘટના પાછળનાઓને બક્ષવામાં નહી આવે.

 

 

આ પણ વાંચો: IPl 2021: CSK ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આ છે વફાદાર બેટ્સમેન, બેટીંગ અને ફીલ્ડીંગમાં છે જબરદસ્ત

Click on your DTH Provider to Add TV9 Gujarati