‘વિરૂષ્કા’એ નવા વર્ષને લઈને યોજી પાર્ટી, કહ્યુ નેગેટીવ ટેસ્ટ વાળા મિત્રો સાથે પોઝિટીવ સમય

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour)થી પેટરનિટી લીવ પર પરત ફરેલા વિરાટ કોહલી (Virat Kohli)એ નવા વર્ષની પાર્ટીનું આયોજન કર્યુ હતુ.

  • Avnish Goswami
  • Published On - 23:37 PM, 1 Jan 2021
Virat-Anushka organizes New Year party, says positive time with friends with negative test
વિરાટ કોહલીની પાર્ટીમાં હાર્દીક પંડ્યા પત્નિ નતાશા સાથે પહોંચ્યો હતો

ઓસ્ટ્રેલીયા પ્રવાસ (Australia Tour)થી પેટરનિટી લીવ પર પરત ફરેલા વિરાટ કોહલી (Virat Kohli)એ નવા વર્ષની પાર્ટીનું આયોજન કર્યુ હતુ. ગર્ભવતી પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) સાથે કરેલી પાર્ટીનું આયોજન નવા વર્ષની ઉજવણી (New Year Celebration)ને માણવા માટે કર્યુ હતુ. વિરાટ દ્વારા અપાયેલી પાર્ટીમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) પત્ની નતાશા સ્ટાનકોવિચ (Natasha Stankovich) સાથે પહોંચ્યો હતો. પાર્ટીમાં વિરાટ કોહલીના કેટલાક મિત્રો પણ સામેલ હતા. વિરાટે પાર્ટીની તસ્વીરોને સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

 

કોહલીએ તસ્વીરને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરતા લખ્યુ હતુ કે, નેગેટીવ ટેસ્ટ વાળા મિત્રો સાથે પોઝિટીવ સમય વિતાવ્યો. સુરક્ષિત માહોલમાં ઘરે જ દોસ્તો સાથે રહેવાથી વધારે શ્રેષ્ઠ કંઈ પણ નથી. આ વર્ષ ખૂબ સારી ખુશીઓ, આશાઓ અને સારા સ્વાસ્થયને લઈને આવે સુરક્ષીત રહો. નવા વર્ષની શુભેચ્છા. કોહલીએ અનુષ્કા સાથેની એક ખૂબસુરત તસ્વીર પણ શેર કરી હતી. જેમાં અનુષ્કા ખુરશી પર બેઠી છે.

 

વિરાટ કોહલીની ગર્ભવતી પત્ની અનુષ્કા શર્મા આ મહિને માતા બનનારી છે. તે પોતાના પ્રથમ સંતાનને જન્મ આપશે, આ માટે જ વિરાટ કોહલી પણ ઓસ્ટ્રેલીયામાં માત્ર એક જ ટેસ્ટ મેચ રમીને પરત ભારત ફર્યો હતો. વિરાટ કોહલી માટે નવા વર્ષની ભેટ પહેલાથી મળી ચુકી છે. તેને ICC દ્વારા દશકનો શ્રેષ્ઠ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કોહલી દશકનો સર્વશ્રેષ્ઠ વન ડે પુરુષ ક્રિકેટર પણ બન્યો હતો. સાથે જ ICCની દશકની ટેસ્ટ, વન ડે તેમજ T20 ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. આમ કોહલી એક માત્ર ક્રિકેટર છે કે જે ત્રણેય ફોર્મેટમાં પસંદ પામ્યો છે. તેને દશકની ટેસ્ટ ટીમનો કેપ્ટન પણ પસંદ કરવામાં આવ્યો હતો.