પુત્રીની પ્રાઇવસી માટે પાપારાઝીઓને વિરાટ અને અનુષ્કાએ કરી અપિલ, હમણાં ફોટોથી દુર રાખવા કહ્યુ

પુત્રીની પ્રાઇવસી માટે પાપારાઝીઓને વિરાટ અને અનુષ્કાએ કરી અપિલ, હમણાં ફોટોથી દુર રાખવા કહ્યુ
Virat Anushka Daughter Privacy

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પાપારાઝી (Paparazzi) ઓ થી અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની નવજાત પુત્રીની કોઇ તસ્વીર ના ખેંચશો. વિરાટે 11 જાન્યુઆરીએ ટ્વિટર પર આ વાત અંગેની જાણકારી આપી હતી કે તે પુત્રીના પિતા બન્યા છે.

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 14, 2021 | 8:51 AM

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) અને તેમની પત્નિ અનુષ્કા શર્મા (Anushka Sharma) એ પાપારાઝી (Paparazzi) ઓ થી અપીલ કરી છે. તેમણે કહ્યુ છે કે તેમની નવજાત પુત્રીની કોઇ તસ્વીર ના ખેંચશો. વિરાટે 11 જાન્યુઆરીએ ટ્વિટર પર આ વાત અંગેની જાણકારી આપી હતી કે તે પુત્રીના પિતા બન્યા છે. માતા પુત્રી બંને સ્વસ્થ હોવાની પણ જાણકારી સાથે આપી હતી. વિરાટ અને અનુષ્કાને મુંબઇમાં પાપરાઝીઓને એક નોટ લખી છે, જેમાં તેમણે પોતાની પુત્રીની પ્રાઇવસીના સન્માનનો આગ્રહ કર્યો છે. આ નોટમાં તેમણે એવા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો છે કે, જેમણે આ દરમ્યાન ખૂબ પ્રેમ આપ્યો છે.

તેમણે પોતાની નોટમાં લખ્યુ છે કે, માતા-પિતા હોવાને નાતે અમારી આપ સૌને એક રિક્વેસ્ટ છે કે, અમે અમારી પુત્રીની પ્રાઇવસીની રક્ષા કરવા માંગીએ છીએ. જેના માટે અમારે આપની મદદ અને સહયોગની જરુર છે. આ દરમ્યાન પાપારાઝીઓને આશ્વસન આપ્યુ છે કે, સમય આવવા પર તેઓ પોતાની પુત્રીનો ફોટો સૌની સાથે શેર કરશે. અત્યારે અમે આપ સૌને અનુરોધ કરીએ છીએ કે અત્યારે અમારા સંતાન અંગેની કોઇ પણ કંટેટ કૈરી ના કરશો. આખરમાં એ પણ વિરાટ અને અનુષ્કાએ લખ્યુ હતુ કે, આપ તે સમજશો કે અમે ક્યાંથી આવી રહ્યા છીએ, અમે આપને તેના માટે જ ધન્યવાદ કરીએ છીએ.

વિરાટ અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં લગ્ન કર્યા હતા. બંનેએ ઓક્ટોબર 2020માં પ્રેગ્નન્સી અંગેની જામખારી એક પોષ્ટના દ્રારા ફેન્સને આપી હતી. વિરાટ પોતાના પ્રથમ સંતાનના જન્મને કારણે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે જોરી બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ દરમ્યાન પેટરનીટી લીવ પર ભારત પરત ફર્યો હતો. વિરાટ એ ઓસ્ટ્રેલીયાની સામે ટી20 અને વન ડે સીરીઝમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત તે ચાર ટેસ્ટ મેચોની સીરીઝની પ્રથમ ટેસ્ટમાં રમીને તે ભારત ફર્યો હતો. જે પ્રથમ મેચમાં ભારતે શરમજનક હાર સહન કરવી પડી હતી. આ મેચમાં ભારતે પોતાના ટેસ્ટ ઇતિહાસનો સૌથી ન્યુનત્તમ સ્કોર બનાવ્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati