Vijay Hazare Trophy: સૌરાષ્ટ્રના પ્રેરક માંકડે શાનદાર 174 રન ફટકાર્યા, ચંદિગઢ સામે સૌરાષ્ટ્રની જીત

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) દરમ્યાન સૌરાષ્ટ્ર (Saurashtra Team) ની ટીમે શાનદાર પ્રદર્શન કરવાને લઇને ચંદિગઢ ( Chandigarh) ને 62 રન થી હરાવી દીધુ હતુ. સૌરાષ્ટ્ર તરફ થી મિડલ ઓર્ડર બેટ્સમેન પ્રેરક માંકડ (Prerak Mankad) એ તોફાની બેટીંગ કરીને 130 બોલમાં 174 રનની ઇનીંગ રમી હતી.

Vijay Hazare Trophy: સૌરાષ્ટ્રના પ્રેરક માંકડે શાનદાર 174 રન ફટકાર્યા, ચંદિગઢ સામે સૌરાષ્ટ્રની જીત
Prerak Mankad
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 28, 2021 | 7:17 AM

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) દરમ્યાન સૌરાષ્ટ્ર (Saurashtra Team) ની ટીમે શાનદાર પ્રદર્શન કરવાને લઇને ચંદિગઢ ( Chandigarh) ને 62 રન થી હરાવી દીધુ હતુ. સૌરાષ્ટ્ર તરફ થી મિડલ ઓર્ડર બેટ્સમેન પ્રેરક માંકડ (Prerak Mankad) એ તોફાની બેટીંગ કરીને 130 બોલમાં 174 રનની ઇનીંગ રમી હતી. તેની આ ધુંઆધાર ઇનીંગને કારણે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 388 રનનો સ્કોર સૌરાષ્ટ્રની ટીમે બનાવ્યો હતો. જેનો પિછો કરતા ચંદિગઢની ટીમે 7 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. આ જીત સાથે હવે સૌરાષ્ટ્રના ખાતામાં 16 અંક થઇ ચુક્યા છે.

પ્રેરક માંકડ એ પોતાની 174 રનની ઇનીંગ દરમ્યાન 16 ચોગ્ગા અને છ લાંબા ચોગ્ગા લગાવ્યા હતા. સૌરાષ્ટ્ર ના આ બેટ્સમેન એ પોતાના 100 રન તો માત્ર બાઉન્ડ્રી દ્રારા જ કર્યા હતા. જે માટ તેણે ફક્ત 22 બોલનો જ ખર્ચ કર્યો હતો. IPL 2021 ના ઓક્શનમાં પ્રેરક માંકડ અનસોલ્ડ રહ્યો હતો. પ્રથમ બેટીંગ કરવામાં માટે મેદાનમાં ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમની શરુઆત સારી રહી નહોતી. 11 ઓવરમાં જ પોતોના બંને ઓપનરોની વિકેટો ગુમાવી દીધી હતી. અવિ બારોટ 25 રને અને સ્નેહલ પટેલ 20 રન પર જ આઉટ થયા હતા. ત્યાર બાદ પ્રેરક અને વિશ્વરાજ જાડેજાએ બાજી સંભાળી હતી. વિશ્વરાજે 50 રન કર્યા હતા. ત્યાર બાદ અર્પિત વસાવડાએ બેટીંગમાં આવતા 71 રન કરીને પ્રેરકને સાથ આપ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ચંદીગઢના કેપ્ટન મનન વોહરાએ 50 રન અને અર્સલાન ખાન એ 61 રન સાથે શતકીય ભાગીદારી કરી હતી. બાદમાં અંકિત કૌશિક એ પણ 54 રન બનાવ્યા હતા. જોકે તે ટીમની જીત માટે પુરતા રહ્યા નહોતા. સૌરાષ્ટ્ર તરફ થી ધર્મેન્દ્ર જાડેજાએ શાનદાર બોલીંગ કરી હતી. તેણે 10 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ એ 9 ઓવરના સ્પેલમાં 65 રન ખર્ચ કરીને એક વિકેટ ઝડપી હતી. IPL ઓકશનમાં 1.2 કરોડમાં રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ખરિદેલ સૌરાષ્ટ્રના ચેતન સાકરીયા (Chetan Sakaria) એ 9 ઓવરમાં 59 રન આપીને એક વિકેટ ઝડીપ હતી.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">