Vijay Hazare Trophy : RCBના ઓપનર પડિક્કલે ત્રીજી સેન્ચ્યુરી ફટકારી, ટીમ ઇન્ડીયા માટે થયો દાવેદાર

વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની ધરાવતી RCBની ટીમનો, 20 વર્ષીય ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) ગજબ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. ટૂર્નામેન્ટની લીગ મેચમાં તેણે રેલ્વે સામે અણનમ સદી ફટકારી હતી અને ટીમને 10 વિકેટથી જીત અપાવી હતી.

Vijay Hazare Trophy : RCBના ઓપનર પડિક્કલે ત્રીજી સેન્ચ્યુરી ફટકારી, ટીમ ઇન્ડીયા માટે થયો દાવેદાર
Devdutt Padikkal
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 01, 2021 | 10:17 AM

વિરાટ કોહલી (Virat Kohli) ની આગેવાની ધરાવતી RCBની ટીમનો, 20 વર્ષીય ઓપનર બેટ્સમેન દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) ગજબ સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. ટૂર્નામેન્ટની લીગ મેચમાં તેણે રેલ્વે સામે અણનમ સદી ફટકારી હતી અને ટીમને 10 વિકેટથી જીત અપાવી હતી. ટૂર્નામેન્ટમાં દેવદત્ત પડિક્કલની સતત ત્રીજી સદી હતી. પોતાના શ્રેષ્ઠ ફોર્મના આધારે તેણે ટીમ ઈન્ડિયા (Team India) માં પસંદગી માટેના દરવાજા પણ ખટખટાવ્યા છે. કર્ણાટક માટે અન્ય ઓપનર બેટ્સમેન અને કેપ્ટન રવિ કુમાર (Ravi Kumar) સમર્થે પણ અણનમ સદી ફટકારી હતી.

કર્ણાટક સામે પ્રથમ બેટિંગ કરતા રેલ્વેએ 50 ઓવરમાં 9 વિકેટે 284 રન બનાવ્યા હતા. આ પછી, બીજી ઇનિંગમાં, કર્ણાટકે 40.3 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 285 રન બનાવ્યા. ટીમ એ દસ વિકેટથી મેચ જીતી લીધી હતી. કર્ણાટકના બંને ઓપનર બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. દેવદત્ત પડિક્કલ આ મેચમાં 9 છગ્ગા અને 9 ચોગ્ગાની મદદથી અણનમ 145 રન બનાવ્યા હતા. જ્યારે રવિકુમારે પણ 118 બોલમાં 17 ચોગ્ગાની મદદથી અણનમ 130 રન બનાવ્યા હતા. બંનેએ પહેલી વિકેટ માટે 285 રનની ભાગીદારી કરી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો.

2021 વિજય હઝારે ટ્રોફીમાં દેવદત્ત શાનદાર બેટિંગ કરી રહ્યો છે. તેણે રેલવે સામે અણનમ 145 રમતા પહેલા, કેરળ સામે અણનમ 126 રન કર્યા હતા. તેમજ ઓડિશા સામે અણનમ 126 અને ઓડિશા સામે 152 રન બનાવ્યા હતા. આ દરમ્યાન તે પહેલાની અન્ય બે મેચોમાં તેણે બિહાર સામે 97 રન અને યુપી સામે 52 રન બનાવ્યા હતા. છેલ્લી પાંચ મેચોમાં તેણે ત્રણ સદી અને બે અડધી સદી ફટકારી છે. પોતાના શાનદાર ફોર્મ દ્વારા તેણે ટીમ ઈન્ડિયાના દ્વાર ખટખટાવ્યા છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

આ પહેલા રેલવેની ટીમે ઓપનર બેટ્સમેન પ્રથમ સિંઘની 129 રનની સદીના આધારે 50 ઓવરમાં 9 વિકેટે 284 રન બનાવ્યા હતા. જો કે, પ્રથમ સિંહના પ્રયત્નો ટીમ માટે કામ કરી શક્યા નહીં અને રેલ્વેને પરાજયનો સામનો કરવો પડ્યો. રેલ્વે તરફથી પ્રથમ બનાવ્યા બાદ સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન એ ઘોષ હતો, જેણે-36 રનની ઇનિંગ્સ રમી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">