Vijay Hazare Trophy: કૃણાલ પંડ્યાએ લગાવ્યું શાનદાર શતક, હાર્દીકે કહ્યુ ડેડી તારી સાથે છે

કૃણાલે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં ત્રિપુરા સામે 97 બોલમાં 20 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી જોરદાર શતક લગાવ્યુંં હતુંં.

Vijay Hazare Trophy: કૃણાલ પંડ્યાએ લગાવ્યું શાનદાર શતક, હાર્દીકે કહ્યુ ડેડી તારી સાથે છે
કૃણાલ, હાર્દિક અને પિતા હિમાંશુ પંડ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 23, 2021 | 10:47 PM

ટીમ ઇન્ડીયા (Team India) ના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ના ભાઇ કૃણાલ પંડ્યા (Krunal Pandya) નુંં બેટ આજકાલ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યુ છે. કૃણાલે વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy)માં ત્રિપુરા સામે 97 બોલમાં 20 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી જોરદાર શતક લગાવ્યુ હતુંં. 127 રનની રમતની તેણે શાનદાર રમત રમી હતી. તેણે 45 રન આપીને એક વિકેટ પણ ઝડપી હતી. કૃણાલે આ પહેલા પણ ગોવા સામે 71 રનની શાનદાર રમત રમી હતી. તેની આ પારી બાદ તેના નાના ભાઇ હાર્દિક એ તેના માટે એક ખાસ પોષ્ટ પણ શેર કરી હતી.

હાર્દીક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોષ્ટ શેર કરી હતી. જેમાં કૃણાલ પંડ્યા માટે લખ્યુ છે કે, હવે ડેડ તારી સાથે છે, કૃણાલ. લવ યુ બ્રો. આ ફોટમાં કૃણાલ બેટ ઉઠાવીને આકાશ તરફ જોઇ રહ્યો છે. જોવામાં એમ લાગી રહ્યુ છે કે, જેમ કે તે તેના પિતાને જ યાદ કરી રહ્યો હોય.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
કૃણાલ અને હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાનુ કાર્ડિયાક એરેસ્ટને લઇને અવસાન થયુ હતુ.

કૃણાલ પંડ્યા માટે લખ્યુ છે કે, હવે ડેડ તારી સાથે છે, કૃણાલ. લવ યુ બ્રો.

ગત મહિને 16 જાન્યુઆરીએ કૃણાલ અને હાર્દિકના પિતા હિમાંશુ પંડ્યાનુંં અવસાન થયુ હતુંં. કૃણાલ પંડ્યા તે સમયે સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીની તૈયારીઓમાં વ્યસ્ત હતો. પિતાના અવસાનના સમાચાર સાંભળીને કૃણાલ પંડ્યા ટુર્નામેન્ટ છોડીને ઘરે આવ્યો હતો. તે મોટેભાગે પિતાના ફોટો અને વિડીયો સોશિયલ મિડીયા પર શેર કરતા રહે છે. બંને ભાઇઓ આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સ માટે રમે છે. ગત વર્ષે પણ બંનેએ ટીમના પાંચમાં ટાઇટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">