Vijay Hazare Trophy: પૃથ્વી શોએ રમી દમદાર ઇનીંગ, ફટકારી દીધી બેવડી સદી, રન વર્ષા સાથે રચ્યા રેકોર્ડ

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં ગુરવારે 21 વર્ષ બાદ તોફાન આવ્યુ હતુ. બેટ્સમેન થી આગ વરસાવવા વાળા ઓ વિસ્ફોટક ખેલાડી નુ નામ પૃથ્વી શો (Prithvi Shaw) છે. મુંબઇના કેપ્ટન પૃથ્વી શો એ ગુરુવારે પોડુંચેરી (Pondicherry) ની સામેની મેચમાં ધુંઆધાર બેવડુ શતક લગાવ્યુ હતુ. શોએ 152 બોલમાં જ 227 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Vijay Hazare Trophy: પૃથ્વી શોએ રમી દમદાર ઇનીંગ, ફટકારી દીધી બેવડી સદી, રન વર્ષા સાથે રચ્યા રેકોર્ડ
Prithvi Shaw
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 25, 2021 | 3:40 PM

વિજય હજારે ટ્રોફી (Vijay Hazare Trophy) માં ગુરવારે 21 વર્ષ બાદ તોફાન આવ્યુ હતુ. બેટ્સમેન થી આગ વરસાવવા વાળા ઓ વિસ્ફોટક ખેલાડી નુ નામ પૃથ્વી શો (Prithvi Shaw) છે. મુંબઇના કેપ્ટન પૃથ્વી શો એ ગુરુવારે પોડુંચેરી (Pondicherry) ની સામેની મેચમાં ધુંઆધાર બેવડુ શતક લગાવ્યુ હતુ.

શોએ 152 બોલમાં જ 227 રન બનાવીને અણનમ રહ્યો હતો. આ ઇનીંગમાં 31 ચોગ્ગા અને 5 છગ્ગા લગાવ્યા હતા. વિજય હજારે ટ્રોફીનો આ સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર નોંધાયો છે. કમાલની વાત એ છે કે, જેમાં તેણે 154 રન તો ચોગ્ગા અને છગ્ગા દ્રારા જ બનાવ્યા હતા. વિજય હજારે ટ્રોફીની વર્તમાન સિઝનમાં ત્રણ મેચોમાં આ પહેલા દિલ્હી સામે અણનમ 105 અને મહારાષ્ટ્ર સામે 34 રનની રમત પૃથ્વી રમી ચુક્યો છે.

પૃથ્વી શો સૌથી ઝડપી બેવડુ શતક લગાવવા વાળા બેટ્સમેનોની યાદીમાં શિખર ધવન, કર્ણ કૌશલ, વિરેન્દ્ર સહેવાગ બાદ હવે ચોથા નંબર આવી ચુક્યો છે. લીસ્ટ એ મેચમાં કેપ્ટન સ્વરુપે સૌથી મોટી ઇનીંગ રમવા વાળો બેટ્સમેન પણ નોંધાઇ ચુક્યો છે. તેણે આ મામલામાં ગ્રેમ પોલોક, વિરેન્દ્ર સહેવાગ અને રોહિત શર્માને પાછળ છોડ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

https://twitter.com/BCCIdomestic/status/1364870764059500549?s=20

પૃથ્વી શોએ પ્રથમ 65 બોલમાં તોફાની શતક પુરુ કર્યુ હતુ. ત્યાર બાદ તેના રનોની ઝડપ તેજ બની ગઇ હતી. તેણે ત્યાર બાદ બેવડા શતક સુધી પહોંચવા માટે વધુ 77 બોલનો જ ઉપયોગ કર્યો હતો. આમ તેણે 142 બોલ પર બેવડુ શતક પુર્ણ કર્યુ હતુ. વિજય હજારે ટ્રોફીમાં એક સદી અને એક બેવડી સદી સાથે સિઝનમાં સૌથી વધારે રન બનાવનાર બેટ્સમેન ઉભરી આવ્યો છે. તેણે ત્રણ મેચમાં જ 350 થી વધારે રન બનાવી લીધા છે.

સૂર્યકુમારના 50 બોલમાં 100 રન મેચમાં પુંડુચેરીના કેપ્ટન દામોદરન રોહિત એ ટોસ જીતીને પ્રથમ મુંબઇને બેટીંગ કરવાની તક આપી હતી. પરંતુ ત્યાર બાદ તેમની પાસે પસ્તાવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. થોડી ખુશી ત્યારે મળી હતી જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલને ફક્ત 2 રન પર જ પેવેલિયન પહોચાડ્યો હતો. ત્યાર બાદ આદિત્ય તારે અને પૃથ્વી શોએ બાજી સંભાળી સ્કોર બોર્ડને ફરતુ કરી દીધુ હતુ, તારેએ 64 બોલમાં 56 રન કર્યા હતા. ત્યાર બાદ સૂર્યકુમાર યાદવે પૃથ્વીનો સાથ નિભાવ્યો હતો. યાદવે 50 બોલમાં જ 100 રન ફટકારી દીધા હતા. 22 ચોગ્ગા અને 4 છગ્ગા ની મદદ થી, યાદવ એ 58 બોલમાં 133 રન કરીને આઉટ થયો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">