Indian playersની મહેમાની માટે પાકિસ્તાને જમીન-આકાશ એક કર્યું, માત્ર એક ખેલાડી માટે વેજ ખાવાની વ્યવસ્થા કરી

કેટલાક ભારતીય જુનિયર ટેનિસ ખેલાડીઓએ અલગ અલગ ITF ગ્રેડ ઇવેન્ટ્સમાં પાકિસ્તાનમાં વ્યક્તિગત રીતે ભાગ લીધો છે. પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ જુનિયર રાષ્ટ્રીય ટીમે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ માટે સરહદ પાર કરી હોય.

Indian playersની મહેમાની માટે પાકિસ્તાને જમીન-આકાશ એક કર્યું, માત્ર એક ખેલાડી માટે વેજ ખાવાની વ્યવસ્થા કરી
vegetarian food to extra security pakistan taking extra care of indian budding tennis players

Indian players :ભારતીય જુનિયર ટેનિસ ટીમ પાકિસ્તાન ગઈ છે. અહીં તેણે એશિયન અંડર -12 ITF (International Tennis Federation) ની ટુર્નામેન્ટ રમવાની છે. ત્યારે ભારતીય ખેલાડીઓની મેજબાની કરવામાં પાકિસ્તાન દ્વારા કોઈ કમી રાખવામાં આવી નથી. શાકાહારી ભોજનની વ્યવસ્થાથી લઈને સધન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે,

આઠ સભ્યોની ભારતીય ટેનિસ ટીમ (Indian tennis team)માટે પાકિસ્તાન કોઈ કસર છોડી રહ્યું નથી. કેટલાક ભારતીય જુનિયર ટેનિસ ખેલાડીઓએ અલગ અલગ ITF (International Tennis Federation) ગ્રેડ ઇવેન્ટ્સમાં પાકિસ્તાનમાં વ્યક્તિગત રીતે ભાગ લીધો છે. પરંતુ આ પ્રથમ વખત છે જ્યારે કોઈ જુનિયર રાષ્ટ્રીય ટીમે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ (International Tournament)માટે સરહદ પાર કરી હોય.

ભારતીય ડેવિસ કપ (Davis Cup)ટીમે 1964 બાદ પડોશી દેશનો પ્રવાસ કર્યો નથી અને નવેમ્બર 2007 માં લાહોરમાં બંને દેશો વચ્ચે દોસ્તાના સીરિઝ બાદ કોઈ વરિષ્ઠ ખેલાડી પાકિસ્તાની ધરતી પર રમ્યો નથી. આવી સ્થિતિમાં, દેખીતી રીતે પાકિસ્તાન ભારતીય ખેલાડી (Indian player)ઓને હોસ્ટ કરવામાં ખુશ છે, પછી ભલે તે માત્ર 12 વર્ષના છોકરા અને છોકરી હોય. છોકરાઓની ટીમમાં આરવ ચાવલા, ઓજસ મહેલાવત અને રુદ્ર બાથમનો સમાવેશ થાય છે,

જ્યારે છોકરીઓની ટીમમાં માયા રેવતી, હરિતા શ્રી વેંકટેશ અને જાન્હવી કાજલાનો સમાવેશ થાય છે. છોકરાઓની ટીમના કોચ, ભૂતપૂર્વ રાષ્ટ્રીય ચેમ્પિયન આશુતોષ સિંહ, જોકે, 2007 દોસ્તાના સીરિઝનો ભાગ હતા. આશુતોષે કહ્યું કે ટીમની સત્તાવાર જર્સી પર ભારતીય ધ્વજ હોવાને કારણે લોકોનું ધ્યાન પાકિસ્તાન પહોંચતા પહેલા જ તેમની તરફ આકર્ષિત થવા લાગ્યું છે.

કોચે કહ્યું કે, “દોહા એરપોર્ટ  (Doha Airport)પર કેટલાક લોકોએ અમારી જર્સી પર તિરંગો જોયો અને તેઓએ આકર્ષિત થયા હતા તેઓ પાકિસ્તાનના હતા અને અમે ઈસ્લામાબાદ જઈ રહ્યા છીએ તે જાણીને આનંદ થયો. અકીલ ખાન જેવા પાકિસ્તાનના તમામ ટોચના ખેલાડીઓ અમારા સારા મિત્રો છે. તે હંમેશા ટેનિસને રાજકારણથી દૂર રાખે છે.

એક ખેલાડી માટે વેજ ખાવાની વ્યવસ્થા

છોકરીઓની ટીમના કોચ નમિતા બાલ પાકિસ્તાન (Pakistan)માં જે વિશેષ સુવિધા મેળવી છે તેનાથી તેઓ અભિભૂત થઈ ગયા છે. તેમણે કહ્યું, ‘તેઓ અમારી નાની વસ્તુઓનું ધ્યાન રાખી રહ્યા છે. જાન્હવી અમારા ગ્રુપમાં એકમાત્ર શાકાહારી છે પરંતુ તેઓ તેના માટે દરરોજ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે. અમારે પ્રેક્ટિસ માટે કોર્ટ (રમવાની જગ્યાઓ)ચુસ્ત બંધોબસ્ત ગોઠવ્યો છે તેઓ આપણને એવું લાગવા દેતા નથી કે, આપણે દુશ્મન છીએ. તેઓ અમને 10 વખત ફોન કરીને અમારી જરૂરિયાતો વિશે પૂછે છે. તેનાથી અમે ખુશ છીએ.

ભારતના છોકરા અને છોકરીઓ ITF એશિયા 12 અને અંડર ટીમ સ્પર્ધામાં પોતપોતાની ઇવેન્ટ જીતવાના દાવેદાર છે. આ ટુર્નામેન્ટ દક્ષિણ એશિયાની પ્રાદેશિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ છે, જ્યાંથી ટોચની બે ટીમો આગામી રાઉન્ડમાં આગળ વધશે. આગામી રાઉન્ડ કઝાકિસ્તાન (Kazakhstan)માં નવેમ્બરમાં યોજાશે. ભારતીય છોકરાઓની ટીમે સોમવારે નેપાળ સામે 3-0 અને પાકિસ્તાન સામે 2-1થી જીત મેળવીને પોતાના અભિયાનની સારી શરૂઆત કરી હતી.

પાકિસ્તાન ટેનિસ ફેડરેશન (પીટીએફ) (Pakistan Tennis Federation)ના પ્રમુખ સલીમ સૈફુલ્લાહ ખાને એક સમાચારપત્રને જણાવ્યું હતું કે તેઓ વરિષ્ઠ ભારતીય ટીમોનું પણ આયોજન કરવાનું પસંદ કરશે. “ભારત પાસે ખરેખર કેટલાક મજબૂત ખેલાડીઓ છે અને અમારા ખેલાડીઓ તેમની સાથે રમવાથી ફાયદો થશે. અમારા છોકરાઓ અને છોકરીઓ માટે આ ભારતીય બાળકો સામે રમવું એક મહાન અનુભવ હશે. અમારી એજન્સીઓ, વિશેષ પોલીસ ટુકડી એલર્ટ પર છે અને ભારતીય ટુકડીની વધારાની કાળજી લઈ રહ્યા છે. અમે માત્ર ઇચ્છીએ છીએ કે તેઓ જ્યાં પણ જાય ત્યાં અમને જાણ કરે.

આ પણ વાંચો : T20 World Cup: આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નોંધાયો અદ્ભૂત રેકોર્ડ નોંધાયો, સ્પેલની 4 ઓવર મેઇડન ફેંકી 4 વિકેટ ઝડપી

Click on your DTH Provider to Add TV9 Gujarati