
વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં ધમાલ મચાવી છે. જે કામ તે વ્હાઈટ બોલમાં ન કરી શક્યો તે કામ તેમણે રેડ બોલમાં કરીને બતાવ્યું છે. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની પહેલી સદી ફટકારી છે. આ કામ તેમણે પહેલી અંડર-19 ટેસ્ટ મેચમાં કર્યું છે. વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વિરુદ્ધ પોતાની સદી માત્ર 78 બોલમાં પુરી કરી હતી. આ દરમિયાન તેમણે એટલી સિક્સ મારી કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ જોતા રહી ગયા.
વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 37 બોલમાં પોતાની ફિફટી પુરી કરી હતી. જેમાં 4 સિક્સ સામેલ હતી. તેમજ 78 બોલમાં તેમણે સદી ફટકારી જેમાં 7 સિક્સ સામેલ હતી. તેની કુલ ઈનિંગ 86 બોલની રહી હતી. જેમાં 8 સિક્સ અને 9 ચોગ્ગાની સાથે 113 રન બનાવ્યા હતા.આ સદી ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમ વિરુદ્ધ કોઈ પણ ફોર્મેટમાં તેમની બીજી સદી છે. આ ઓસ્ટ્રેલિયામાં વૈભવ સૂર્યવંશીના બેટમાંથી નીકળેલી પહેલી સદી છે.
વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ વિરુદ્ધ 78 બોલમાં સદી પુરી કરી હતી, યુથ ટેસ્ટના ઈતિહાસમાં આ ચૌથી સૌથી ફાસ્ટ સદી છે. આ સાથે તેમણે બ્રેંડન મૈક્કલમના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તે ન્યુઝીલેન્ડના બ્રેંડન મૈક્કલમ બાદ માત્ર બીજો એવો ખેલાડી છે. જેમણે અંડર 19 ટેસ્ટમાં 100થી ઓછા બોલમાં 2 સદી ફટકારી છે.
વૈભવ સૂર્યવંશીનો આ ઓસ્ટ્રેલિયા પહેલો અને ઓવરઓલ બીજો વિદેશી પ્રવાસ હતો. આ પહેલા તેમણે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. અહી તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતુ પરંતુ ઓસ્ટ્રેલિયામાં વૈભવ સૂર્યવંશીએ પોતાના ચાહકોને નિરાશ કર્યા નથી. તેમણે એ કામ કર્યું જે કરવાના ઈરાદાથી તે આવ્યો તો અને જેની તેને આશા હતી. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરુદ્ધ પહેલી યુથ ટેસ્ટમાં ભારતને મજબુત સ્થિતિમાં લાવ્યા હતા.
Published On - 11:26 am, Wed, 1 October 25