AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો

IND U19 vs AUS U19 : વૈભવ સૂર્યવંશી મેદાનમાં આવતા જ છવાય જાય છે. 14 વર્ષના આ ખેલાડીએ હવે ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી છે. તેમણે આ કામ પહેલી અંડર 19 ટેસ્ટમાં કર્યું છે. આ દરમિયાન તેમણે સિકસનો પણ વરસાદ કર્યો હતો.

Breaking News : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારીને ઇતિહાસ રચ્યો
| Updated on: Oct 01, 2025 | 5:15 PM
Share

વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં ધમાલ મચાવી છે. જે કામ તે વ્હાઈટ બોલમાં ન કરી શક્યો તે કામ તેમણે રેડ બોલમાં કરીને બતાવ્યું છે. 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં પોતાની પહેલી સદી ફટકારી છે. આ કામ તેમણે પહેલી અંડર-19 ટેસ્ટ મેચમાં કર્યું છે. વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ વિરુદ્ધ પોતાની સદી માત્ર 78 બોલમાં પુરી કરી હતી. આ દરમિયાન તેમણે એટલી સિક્સ મારી કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ પણ જોતા રહી ગયા.

વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયામાં પહેલી સદી ફટકારી

વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 37 બોલમાં પોતાની ફિફટી પુરી કરી હતી. જેમાં 4 સિક્સ સામેલ હતી. તેમજ 78 બોલમાં તેમણે સદી ફટકારી જેમાં 7 સિક્સ સામેલ હતી. તેની કુલ ઈનિંગ 86 બોલની રહી હતી. જેમાં 8 સિક્સ અને 9 ચોગ્ગાની સાથે 113 રન બનાવ્યા હતા.આ સદી ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમ વિરુદ્ધ કોઈ પણ ફોર્મેટમાં તેમની બીજી સદી છે. આ ઓસ્ટ્રેલિયામાં વૈભવ સૂર્યવંશીના બેટમાંથી નીકળેલી પહેલી સદી છે.

બનાવ્યો રેકોર્ડ

વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા અંડર-19 ટીમ વિરુદ્ધ 78 બોલમાં સદી પુરી કરી હતી, યુથ ટેસ્ટના ઈતિહાસમાં આ ચૌથી સૌથી ફાસ્ટ સદી છે. આ સાથે તેમણે બ્રેંડન મૈક્કલમના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. તે ન્યુઝીલેન્ડના બ્રેંડન મૈક્કલમ બાદ માત્ર બીજો એવો ખેલાડી છે. જેમણે અંડર 19 ટેસ્ટમાં 100થી ઓછા બોલમાં 2 સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયામાં ચાહકોને ખુશ કર્યા

વૈભવ સૂર્યવંશીનો આ ઓસ્ટ્રેલિયા પહેલો અને ઓવરઓલ બીજો વિદેશી પ્રવાસ હતો. આ પહેલા તેમણે ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યો હતો. અહી તેનું પ્રદર્શન ખાસ રહ્યું ન હતુ પરંતુ ઓસ્ટ્રેલિયામાં વૈભવ સૂર્યવંશીએ પોતાના ચાહકોને નિરાશ કર્યા નથી. તેમણે એ કામ કર્યું જે કરવાના ઈરાદાથી તે આવ્યો તો અને જેની તેને આશા હતી. વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારી ઓસ્ટ્રેલિયા અંડર-19 વિરુદ્ધ પહેલી યુથ ટેસ્ટમાં ભારતને મજબુત સ્થિતિમાં લાવ્યા હતા.

નાની ઉંમરમાં ઉંચી ઉડાન , IPL 2025માં 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો પરિવાર વિશે જાણો અહી ક્લિક કરો

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">