વડોદરાની ટીમનાં કેપ્ટન krunal pandyaનું ટીમ મેટ દિપક હુડા સાથે ગેરવર્તન, હુડાએ છોડી ટીમ BCAને ફરિયાદ

વડોદરાની ટીમનાં કેપ્ટન krunal pandyaનું ટીમ મેટ દિપક હુડા સાથે ગેરવર્તન, હુડાએ છોડી ટીમ BCAને ફરિયાદ
Deepak hooda and Kunal Pandya

વડોદરામાં આવતીકાલથી શરૂ થઈ રહેલી મુશ્તાકઅલી ટ્રોફી વચ્ચે વડોદરા ક્રિકેટ ટીમનાં કેપ્ટન krunal pandyaએ તેમની જ ટીમનાં સાથી દિપક હુડા સાથે કરેલા ગેરવર્તનનો મુદ્દો વિવાદમાં આવ્યો છે. સૂત્રીય મળતી માહિતિ અનુસાર ટીમનાં પ્રેકટીસ સેશન દરમિયાન કૃણાલે જુનિયર સભ્યોની વચ્ચે જ દિપક હુડાને અપશબ્દો બોલવા માંડતા મામલો બિચક્યો હતો અને અપમાનિચ દિપક હુડા ટીમને છોડીને નિકળી […]

Pinak Shukla

|

Jan 09, 2021 | 8:10 PM

વડોદરામાં આવતીકાલથી શરૂ થઈ રહેલી મુશ્તાકઅલી ટ્રોફી વચ્ચે વડોદરા ક્રિકેટ ટીમનાં કેપ્ટન krunal pandyaએ તેમની જ ટીમનાં સાથી દિપક હુડા સાથે કરેલા ગેરવર્તનનો મુદ્દો વિવાદમાં આવ્યો છે. સૂત્રીય મળતી માહિતિ અનુસાર ટીમનાં પ્રેકટીસ સેશન દરમિયાન કૃણાલે જુનિયર સભ્યોની વચ્ચે જ દિપક હુડાને અપશબ્દો બોલવા માંડતા મામલો બિચક્યો હતો અને અપમાનિચ દિપક હુડા ટીમને છોડીને નિકળી ગયો હતો. દિપક હુડા દ્વારા આ સંદર્ભની ફરિયાદ વડોદરા ક્રિકેટ એસોસિએશન (BCA)ને પણ કરી દેવામાં આવી છે.

જણાવવું રહ્યું કે આવતીકાલથી વડોદરામાં મુશ્તાક અલી ટ્રોફીની શરૂઆત થવા માટે જઈ રહી છે અને તે પહેલા જ કૃણાલ પંડ્યાનાં આ ગેરવર્તનનો વિવાદ ઉઠવા પામ્યો છે. સૂત્ર તરફથી મળતી માહિતિ મુજબ વડોદરાનાં રિલાયન્સ ગ્રાઉન્ડ ખાતે પ્રેકટીસ સેશન દરમિયાન જ્યારે આ ઘટના બની ત્યારે મુનાફ પટેલ , અજીત ભોઈટે, કોચ પ્રભાકર સહિત જુનિયર ટીમ મેટ્સ પણ ઉપસ્થિત હોવાનું જાણવા મળી રહ્યું છે. દિપક હુડા છેલ્લા 11 વર્ષથી ક્રિકેટ રમી રહ્યો છે અને તેણે દિલિપ ટ્રોફી, દેવધર ટ્રોફી, ઈન્ડિયાની ટીમ, આઈપીએલ, અન્ડર 19 વર્લડ કપમાં રાષ્ટ્રીય ખેલાડીઓ સાથે પણ રમી ચુક્યો છે. હવે કઈ વાત પર કૃણાલ પંડ્યાએ આ રીતે અપશબ્દોનો પ્રયોગ કર્યો અને હુડાએ ટીમ છોડવી પડી એ તપાસ બાદ જ બહાર આવી શકે તેમ છે.

 

 

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati