US Open 2020: વિમેન્સ સિંગલ્સમાં 22 વર્ષની જાપાનીઝ નાઓમી ઓસાકા બીજી વાર બની વિજેતા

US Open 2020: વિમેન્સ સિંગલ્સમાં 22 વર્ષની જાપાનીઝ નાઓમી ઓસાકા બીજી વાર બની વિજેતા

જાપાનની સ્ટાર ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ યુએસ ઓપન 2020માં વિમેન્સ સિંગલ્સ (Women’s Single)નો ખિતાબ જીત્યો હતો. 22 વર્ષીય નાઓમી ઓસાકાએ અનુભવી સ્ટાર ખેલાડી વિક્ટોરિયા અઝારેન્કાને હરાવી છે. નાઓમી ઓસાકાએ બીજી વખત યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં નાઓમી ઓસાકાએ વિક્ટોરિયા અઝારેન્કાને 1-6, 6-3, 6-3 થી હરાવીને ખિતાબ મેળવ્યો. Facebook પર તમામ […]

Avnish Goswami

| Edited By: TV9 Webdesk11

Sep 14, 2020 | 8:14 AM

જાપાનની સ્ટાર ટેનિસ ખેલાડી નાઓમી ઓસાકાએ યુએસ ઓપન 2020માં વિમેન્સ સિંગલ્સ (Women’s Single)નો ખિતાબ જીત્યો હતો. 22 વર્ષીય નાઓમી ઓસાકાએ અનુભવી સ્ટાર ખેલાડી વિક્ટોરિયા અઝારેન્કાને હરાવી છે. નાઓમી ઓસાકાએ બીજી વખત યુએસ ઓપનનો ખિતાબ જીત્યો છે. યુએસ ઓપન વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં નાઓમી ઓસાકાએ વિક્ટોરિયા અઝારેન્કાને 1-6, 6-3, 6-3 થી હરાવીને ખિતાબ મેળવ્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 ચોથા ક્રમાંકિત નાઓમી ઓસાકાનું યુએસ ઓપનનું બીજું અને ત્રીજું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ છે. આ પહેલા તેણે 2018 માં યુએસ ઓપન અને 2019 માં ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે.

NAOMI OSHAKA

2020 ની યુએસ ઓપનની ફાઇનલની વાત કરીએ તો બેલારુસની વિક્ટોરિયા અઝારેન્કા પ્રથમ સેટ જીતવામાં સફળ રહી અને પહેલો સેટ ફક્ત 26 મિનિટમાં 6-1 થી જીત્યો. પ્રથમ સેટમાં ઓસાકા એકદમ હતાશ લાગી રહી હતી પરંતુ સ્ટાર ખેલાડીની માફક જ રમતમાં પાછી આવી હતી. બીજા સેટમાં અઝારેન્કાએ ફરીથી ઓસાકાની સર્વિસ તોડી અને 2-0થી આગળ નીકળી ગઈ, પરંતુ આટલે થી જ ઓસાકાએ દમદાર વાપસી કરી અને અઝારેન્કીની સર્વીસને બે વાર તોડી 4-3 ની લીડ મેળવી લીધી હતી.

NAOMI OSHAKA

ત્રીજી ગ્રાન્ડ સ્લેમ જીત પર નાઓમી ઓસાકાએ કહ્યું, “હું પહેલા સેટમાં નર્વસ હતી. હું મારા પગ ઉપાડી શકતી નહોતી. મને લાગ્યું કે હું મારી શ્રેષ્ઠ રમી રહી નથી. મારા મગજમાં ઘણું બધુ ચાલી રહ્યુ હતું. એક કલાકમાં જ આ મેચ ગુમાવવી ખૂબ જ ખરાબ સ્થિતી ભરી થઈ હોત, તેથી જ મે મારી શ્રેષ્ઠતમ રમત દાખવી.” આ પછી નાઓમી ઓસાકાએ સેટ જીતીને ટ્રોફી જીતી લીધી.અઝારેન્કાએ કહ્યું, “મેં આ પરિણામ લાંબા સમયથી જોયું નથી. હું ઉત્સાહીત હતી, જોકે આજે હું હારી ગઇ પરંતુ તે મને બહુ બદલી શકી નહીં. સ્વાભાવિક રીતે જ મને જીતવાનું જ ગમ્યું હોત.”


Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati