U19 World Cup: ભારતીય ટીમમાંથી કોરોનાનું ‘ગ્રહણ’ દૂર, ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં જોવા મળશે ટક્કર

ICC અંડર 19 વર્લ્ડ કપ (U19 World Cup)માં ભારતીય ટીમ બીજી મેચથી જ કોરોનાનો સામનો કરી રહી હતી. જોકે હવે તમામ ખેલાડીઓ ફિટ છે

U19 World Cup: ભારતીય ટીમમાંથી કોરોનાનું 'ગ્રહણ' દૂર, ઓસ્ટ્રેલિયા સામેની સેમીફાઈનલમાં જોવા મળશે ટક્કર
Under 19 World Cup 2022 Sindhu recovers from COVID 19 (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 3:09 PM

U19 World Cup : અંડર 19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે  (Indian team) કોરોનાના પ્રકોપ છતાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટીમ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી વિજય રહી છે અને હવે બુધવારે નિર્ણાયક સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ મહત્વપૂર્ણ મેચમાં ટીમ પોતાની તાકાત સાથે ઉતરશે. ભારતનો અંડર-19 ક્રિકેટર નિશાંત સિંધુ (Nishant Sindhu) કોવિડ-19માંથી સ્વસ્થ થઈ ગયો છે. હવે તે ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલ મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. યુગાન્ડા સામે ભારતીય ટીમની અંતિમ લીગ મેચ બાદ સિંધુ કોરોના (Coronavirus) ટેસ્ટમાં પોઝિટિવ થયો હોવાનું સામે આવ્યુ હતું.

ભારતીય ટીમ તેની પ્રથમ મેચ બાદ જ કોરોનાની ઝપેટમાં આવી ગઈ છે. કેપ્ટન યશ ધુલ સહિત ટીમના છ ખેલાડીઓ કોરોના (Coronavirus) થી સંક્રમિત થયા હતા.  બાંગ્લાદેશ સામેની ક્વાર્ટર ફાઈનલ પહેલા આ બધા સાજા થઈ ગયા હતા. તેના સ્વસ્થ થયા બાદ નિશાંત સિંધુ  કોરોનાની ઝપેટમાં આવ્યો હતો.

સિંધુ કોરોનામાંથી સાજાો થયો

સિંધુના સ્વસ્થ થવાનો અર્થ એ છે કે ટીમના તમામ સભ્યો આ મહત્વપૂર્ણ મેચ માટે ઉપલબ્ધ રહેશે. સિંધુએ યશ ધુલની ગેરહાજરીમાં બે લીગ મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.  એક સૂત્રએ જણાવ્યું કે,  સિંધુ કોવિડ-19 ટેસ્ટમાં નેગેટિવ આવી છે અને તમામ ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની મેચ માટે પસંદગી માટે ઉપલબ્ધ છે.  રેકોર્ડ ચાર વખતની ચેમ્પિયન ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટુર્નામેન્ટ જીતી હતી. તેણે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું.

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

ભારત બાંગ્લાદેશને હરાવીને સેમિફાઈનલમાં પહોંચ્યું

ડાબા હાથના ઝડપી બોલર રવિ કુમારની ઘાતક બોલિંગના કારણે ભારતે અંડર-19 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન બાંગ્લાદેશને પાંચ વિકેટથી હરાવ્યું અને છેલ્લી વખત ફાઇનલમાં મળેલી હારનો બદલો લેવામાં મદદ કરી. છેલ્લી ટુર્નામેન્ટમાં, ભારત ટાઇટલ મેચમાં બાંગ્લાદેશ સામે હારી ગયું હતું. રવિ તેના સિનિયર મોહમ્મદ શમીના પગલે ચાલે છે અને બંગાળ માટે રમે છે. તેણે બેટ્સમેનો માટે મુશ્કેલ પિચ પર સાત ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. શનિવારે રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશની ટીમ 37.1 ઓવરમાં 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચાર વખતની ચેમ્પિયન ભારત 2 ફેબ્રુઆરીએ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

આ પણ વાંચો : Education budget 2022 : વિધાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત, વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમનો થશે વિસ્તાર , જાણો સામાન્ય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શું ફાયદો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">