Tokyo Paralympics: વિશ્વ વિક્રમ રચીને ગોલ્ડ મેડલ જીતવા છતા પોતાના પ્રદર્શનથી ખુશ નથી સુમિત, જાણો કેમ ?

Tokyo Paralympics : ત્રણ વખતના વર્લ્ડ રેકોર્ડ (World Record) બ્રેકર સુમિત અંતિલે ટોક્યોમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તે હવે વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

Tokyo Paralympics: વિશ્વ વિક્રમ રચીને ગોલ્ડ મેડલ જીતવા છતા પોતાના પ્રદર્શનથી ખુશ નથી સુમિત, જાણો કેમ ?
Sumit Antil
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 31, 2021 | 1:31 PM

Tokyo Paralympics : ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારત માટે ઐતિહાસિક સફળતા મેળવનાર સુમિત અંતિલ (Sumit Antil) ને લાગે છે કે, તેણે હજુ પણ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું નથી. ત્રણ વખતના વર્લ્ડ રેકોર્ડ (World Record) બ્રેકર સુમિત અંતિલે ટોક્યોમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. તે હવે વધુ સારું પ્રદર્શન કરવા માટે તૈયાર છે.

તેના ભાલા ફેંકવાની (Javelin Throw) સીરિઝ 66.95, 68.08, 65.27, 66.71, 68.55 અને ફાઉલ હતી. તેમાંથી 68.55 મીટર નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો હતો. ઓસ્ટ્રેલિયાના મીકલ બુરિયન (66.29 મીટર) અને શ્રીલંકાના દુલન કોડીથુવાકુ (65.61 મીટર) એ અનુક્રમે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ (Bronze Medal) જીત્યા હતા. રમતવીરો કૃત્રિમ અંગ (પગ) સાથે F64 ઇવેન્ટમાં ભાગ લે છે.

સુમિતે પ્રથમ પ્રયાસમાં ભાલાને 66.95 મીટર સુધી ફેંક્યું અને 2019 માં દુબઈમાં તેના 62.88 મીટરના વર્લ્ડ રેકોર્ડને તોડ્યો. ત્યારબાદ સુમિતે બીજા પ્રયાસમાં બીજો નવો વર્લ્ડ રેકોર્ડ (World Record) બનાવ્યો. આ વખતે તેણે 68.08 મીટર સુધી ભાલાને ફેંકયું. જોકે ત્રીજા પ્રયાસમાં તેણે માત્ર 65.27 મીટર ફેંક્યું હતુ.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

આ પછી, ચોથા પ્રયાસમાં, તેણે 66.71 મીટરનું અંતર કાપ્યું. પાંચમા પ્રયાસમાં સુમિતે ફરી એકવાર પોતાની તાકાતથી દુનિયાને સ્તબ્ધ કરી દીધી અને આ વખતે 68.55 મીટરના અંતરે ભાલાને ફેંકી (Javelin Throw)ને બીજો નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેણે કહ્યું, ‘તે મારી પ્રથમ પેરાલિમ્પિક્સ (Paralympics) હતી અને હું થોડો નર્વસ હતો કારણ કે, સ્પર્ધા અઘરી હતી.’

તેણે કહ્યું, ‘હું વિચારી રહ્યો હતો કે 70 મીટરથી વધુ ફેંકવામાં આવશે. કદાચ હું 75 મીટર પણ કરી શકું. તે મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન નહોતું પરંતુ હું વર્લ્ડ રેકોર્ડ તોડીને ખુશ છું. સુમિત એક કુસ્તીબાજ (Wrestler) હતો તે પહેલા તેણે અકસ્માતમાં ડાબો પગ ગુમાવ્યો હતો. તેણે કહ્યું, ‘હું બહુ સારો કુસ્તીબાજ નહોતો. મેં સાતથી આઠ વર્ષની ઉંમરે કુસ્તી શરૂ કરી અને ચારથી પાંચ વર્ષ સુધી રમવાનું ચાલુ રાખ્યું હતુ.

તેણે કહ્યું, ‘અકસ્માત બાદ મારું જીવન બદલાઈ ગયું. 2015માં જ્યારે હું લોકોને મળવા માટે સ્ટેડિયમ ગયો ત્યારે મેં પેરા એથ્લેટ્સ જોયા. તેમણે કહ્યું કે, જો તમારું કદ સારું છે તો તમે આગામી પેરાલિમ્પિક રમી શકો છો. કોણ જાણે છે કે કેવી રીતે ચેમ્પિયન બનવું. અને એવું જ થયું. તેણે કહ્યું, તે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.’

હું મારી લાગણીઓ વ્યક્ત કરી શકતો નથી. સુમિત આ વર્ષે 5 માર્ચે પટિયાલામાં ઇન્ડિયન ગ્રાન્ડ પ્રિકસ સિરીઝ (Indian Grand Prix Series) 3માં ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા સામે રમ્યો હતો.જેમાં તેણે 66.43 મીટર ભાલાને ફેંકવાની સાથે સાતમા સ્થાને રહ્યો હતો જ્યારે નીરજ ચોપરાએ પોતાનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો, 88.07 મીટરના થ્રો સાથે. તે ટોક્યો ઓલિમ્પિકમાં નીરજનું પ્રદર્શન હતું જેણે તેને પ્રેરણા આપી હતી.

આ પણ વાંચો : Virat kohli : 5 ઈનિંગમાં માત્ર 124 રન અને એક અર્ધસદી, વિરાટની આ સ્થિતિને યોગ્ય કરવાનો ઉપાય દિગ્ગજે જણાવ્યો

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">