Tokyo Olympics: મેડલ જીત્યાની જાણકારી મળતા જ અમિત શાહ મુખ્યપ્રધાનો ની બેઠકમાં ઉભા થઇ તાળીઓથી વધાવી

અમિત શાહ (Amit Shah) મેડલની જાણકારી મળતા જ ખૂશ થઇ ગયા હતા. તેઓ મુખ્યપ્રધાનોની બેઠક દરમ્યાન, મીરાબાઇને સન્માન આપવા ઉભા થઇ તાળીઓ વગાડવા લાગ્યા હતા.

Tokyo Olympics: મેડલ જીત્યાની જાણકારી મળતા જ અમિત શાહ મુખ્યપ્રધાનો ની બેઠકમાં ઉભા થઇ તાળીઓથી વધાવી
Amit Shah-Mirabai Chanu

મીરાબાઇ ચાનૂ (Mirabai Chanu) એ વેઇટલીફ્ટીંગમાં ભારતને ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં પ્રથમ મેડલ અપાવ્યો છે. તેણે 49 કિગ્રા ની શ્રેણીમાં સફળતા મેળવી હતી. જ્યારે આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ને જાણકારી મળી તો, તેઓએ મીરાબાઇને સ્ટેન્ડીંગ ઓવીએશન આપ્યુ હતુ. ચાનૂએ મેડલ જીતી લીધો હોવાની જાણકારી, મણિપૂરના મુખ્યપ્રધાન એન બિરેન સિંહે (N Biren Singh) ગૃહ પ્રધાન અમિત શાહને આપી હતી.

કેન્દ્ર ગૃહ પ્રધાન તે સમયે નોર્થ ઇસ્ટના મુખ્યપ્રધાનો સાથે મીટીંગ યોજી રહ્યા હતા. જે બેઠક મેઘાલયની રાજધાની શિલોંગમાં થઇ રહી હતી. જાણકારી મળવા પર શાહની સાથે જ તમામ મુખ્ય પ્રધાનોએ ઉભા થઇને તાળીઓ વગાડીને મીરાબાઇ ચાનૂને શાબાશી આપી હતી. મુખ્યપ્રધાન બિરેન સિંહે બાદમાં મીરાબાઇ ચાનૂ સાથે વિડીયોકોલ દ્વારા વાત કરી હતી. આ દરમ્યાન તેઓએ આ અંગે જાણકારી આપી હતી.

બિરેનસિંહે ચાનૂને કહ્યુ, મેં મીટીંગમાં સૌને એ ખુશખબર આપી હતી કે, મીરાબાઇ એ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ સાથે ભારતનુ ખાતુ ખોલ્યુ છે. આ સાંભળીને અમિત શાહજી એ ખૂશી દર્શાવી હતી. તેઓએ માઇક પર કહ્યુ હતુ કે આ ભારતના ગૌરવના વાત છે. અમિત શાહજી ની સાથે સૌ એ ઉભા થઇને તાળીઓ વગાડી હતી. બિરેન સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ચાનૂ થી વિડીયો કોલનો વિડીયો પણ શેર કર્યો હતો.

1 કરોડ રુપિયા આપવાનુ કર્યુ હતુ એલાન

જ્યારે તેઓએ મીરાબાઇ ચાનૂ એ આગળની રમતોમાં સુવર્ણ મેડલ જીતવાનો વાયદો કર્યો હતો. મીરાબાઇ એ મેડલ જીતીને બાદમાં સીએમ બિરેનસિંહ સાથે વાત કરતા કહ્યુ, આ ભવિષ્યમાં અને વધારે મેડલ જીતવાની શરુઆત છે. આગામી વર્ષોમાં સુવર્ણ ચંદ્રક જીતવા માટે પ્રયાસ કરીશ. મુખ્યપ્રધાન બિરેન સિંહે આ સ્ટાર ખેલાડીને કહ્યુ હતુ, અમે ભારતીયોને તમારી પર ગર્વ છે. મણીપુર રાજ્યના લોકો ટોક્યો ઓલિમ્પિક 2020 માં, અમારા ખેલાડીઓના મેડલ જીતવા માટે ભગવાન થી પ્રાર્થના કરી રહ્યા છે.

આ દરમ્યાન મુખ્યપ્રધાને કહ્યુ હતુ કે, ચાનુને તેની સફળતા બદલ એક કરોડ રુપિયા નો રોકડ પુરસ્કાર આપવામા આવશે, સાથે જ તેને એ સુવિધાઓ પણ આપવામાં આવશે. તેના માટે એક સ્પેશિયલ પોસ્ટ પણ તૈયાર કરવામાં આવશે. જેના થી તેને રેલ્વે વગેરેની યાત્રા દરમ્યાન સરળતા રહે. જે અંગે તેમણે ચાનૂને કહ્યુ હતુ, કે તેના માટે એક સરપ્રાઇઝ છે જે બાદમાં બતાવવામાં આવશે.

મીડિયા સાથે વાત કરતા, મીરાબાઇના પિતા સેખોમ કૃતિ મેઇતેઇ એ પોતાની સૌથી નાની પુત્રીની ઉપલ્બ્ધી પર ખૂશી દર્શાવી હતી. તેઓ કહ્યુ હતુ, મને મારી પુત્રી પર ગર્વ છે. ભવિષ્યમાં મારા થી જેટલુ થઇ શકે એટલુ સમર્થન આપીશ.

આ પણ વાંચોઃ Tokyo Olympics: સિલ્વર મેડલ અપાવનાર મીરાબાઈ ચાનૂ પર થશે પૈસાનો વરસાદ, કોચ માટે પણ ઈનામની ઘોષણા, જાણો રકમ

Click on your DTH Provider to Add TV9 Gujarati