Tokyo Olympics 2020 Highlight: ભારતીય મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, પીવી સિંધુ ની હાર, ચીની તાઇપે સામે સેમીફાઇનલમાં થઇ હાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 10:06 PM

Tokyo Olympics 2020 Highlight : ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકના અડધા સફરમાં અત્યાર સુધી બે મેડલ પાક્કા કરી લીધા છે. હજી મેડલ પાક્કા થઇ શકે છે. આજનો 31 જુલાઇનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે.

Tokyo Olympics 2020 Highlight:  ભારતીય મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી, પીવી સિંધુ ની હાર, ચીની તાઇપે સામે સેમીફાઇનલમાં થઇ હાર
PV Sindhu

Tokyo Olympics 2020 live : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) પોતાના અડધા સફર પર આવી ચૂકી છે. હવે આ ખેલ મહાકૂંભની અડધી સફર બાકી છે. ભારતીય ખેલાડીઓએ ટોક્યો ઓલિમ્પિકના અડધા સફરમાં અત્યાર સુધી બે મેડલ પાક્કા કરી લીધા છે. હજી મેડલ પાક્કા થઇ શકે છે. આજનો 31 જુલાઇનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. આજે એટલે કે 31 જુલાઇએ ભારત અનેક રમતોમાં ભાગ લેશે.

ભારત આર્ચરી,મુક્કાબાજી,બેડમિન્ટન,હૉકી,શૂટિંગ,સેલિંગ જેવી રમતોમાં ભાગ લેશે. આ સિવાય એથ્લેટિક્સમાં પણ ભારતીય ખેલાડીઓનુ જોર જોવા મળશે.આ સિવાય બેડમિન્ટ,આર્ચરી,શૂટિંગમાં મેડલની આશા છે.

શનિવારના રોજ સિંધુ સિવાય સૌની નજર પુજા રાની પર હશેય પુજા રાની ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવવાના ઈરાદે ઉતરશે.પુજાનો મુકાબલો રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલીસ્ટ વિજેતા ચીની બોક્સર લી ક્યૂ સાથે થશે.ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની રેસમાં ચીન સૌથી આગળ છે. તો બીજા નંબર પર જાપાન અને ત્રીજા નંબર પર અમેરિકા છે. ભારતે અત્યારસુધીમાં માત્ર 1 મેડલ જીત્યો છે.

એથલેટિક્સ સીમા પૂનિયાનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતુ.ડિસ્ક-થ્રોમાં કમલપ્રીત સારું પ્રદર્શન કરી રહી છે.કમલપ્રીત કૌર તેમના અંતિમ અટેંપ્ટમાં તે પોતાનો નેશનલ રિકોર્ડ તોડવાની કોશિશ કરશે.કમલપ્રીત કૌર તેમના અંતિ અટેંપ્ટમાં 64.00 મીટર દુર થ્રો કર્યો હતો. આ થ્રોની સાથે જ તે ફાઈનલમાં પહોંચી છે. સીમા પૂનિયા બહાર થઈ છે.

ભારતની મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે કે, નહીં તે સાંજે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ બાદ જ નક્કી થશે. જો આયરલેન્ડ આ મેચ જીતી જશે તો ટીમ ઇન્ડિયા ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઇ જશે.

રશિયન ઓલિમ્પિક કમિટી (ROC) ટેનિસ ખેલાડીઓ કારેન ખાચનોવ અને આન્દ્રે રુબલેવે ટોક્યો ઓલિમ્પિક -2020 માં મેડલ જીત્યા છે.ખાચનોવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યારે આન્દ્રે મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે બંનેએ મેડલ મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. તે યુથ ઓલિમ્પિક ગેમ્સ અને ઓલિમ્પિક બંનેમાં મેડલ જીતનાર પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે.

બોક્સિંગઃ પૂજા રાની મેડલ ચુકી

પ્રથમ બંને રાઉન્ડમાં હારવા બાદા પુજા રાની પાસે પરત ફરવાનો કોઇ જ મોકો નહોતો રહ્યો. તે અંતિમ રાઉન્ડ પણ 5ઃ0 થી હારી ગઇ હતી. ચીનની બોક્સર લી કિયાન થી તે હારી ગઇ હતી. ચીનની બોક્સરે હાલ તો તેના માટે બ્રોન્ઝ મેડલ પાક્રકો કરી લીધો છે.

બેડમિન્ટનઃ તાઇ એ પીવી સિંધુને આપી હાર

પીવી સિંધુ બીજી રમતમાં એક વાર પછડાટ મેળવ્યા પછી પરત ફરી શકી નહોતી. તાઇ ના શોટ્સને જજ કરવામાં તેને સતત ભૂલ થઇ રહી હતી. 8 મેચ પોઇન્ટ હતા તાઇ પાસે અને તેણે પ્રથમ મેચ પોઇન્ટમાં જ જીત હાંસલ કરી લીધી હતી. બીજી ગેમ તાઇએ 21-9 થી જીતી લીધી હતી.

ભારતીય મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

ભારતીય મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહીલા હોકી ટીમે તેની છેલ્લી ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું હતું. આ પછી પણ, તેનું અંતિમ -8 માં જવું ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પર આધારિત હતું. ગ્રેટ બ્રિટને આયર્લેન્ડને 2-0થી હરાવ્યું અને આ સાથે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Jul 2021 07:03 PM (IST)

    હોકી (મહિલા): ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી

    ભારતીય મહિલા હોકી ટીમે ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. મહીલા હોકી ટીમે તેની છેલ્લી ગ્રુપ મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું હતું. આ પછી પણ, તેનું અંતિમ -8 માં જવું ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ પર આધારિત હતું. જો ગ્રેટ બ્રિટને આ મેચ જીતી હોત અથવા ડ્રો કર્યો હોત તો ભારત ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યું હોત. આમ જ થયુ અને ભારતીય ટીમને તક મળી ગઇ છે.

    ગ્રેટ બ્રિટને આયર્લેન્ડને 2-0થી હરાવ્યું અને આ સાથે ક્વાર્ટર ફાઇનલમાં ભારતની ટિકિટ પણ કન્ફર્મ થઈ ગઈ છે.

  • 31 Jul 2021 06:28 PM (IST)

    સ્વદેશ પરત ફરતા મેરી કોમ બોલી

    ટોક્યો ઓલિમ્પિક 2020 માં મેડલની દાવેદારના રુપમાં પહોંચેલી ભારતીય બોક્સર મેરી કોમ રાઉન્ડ ઓફ 16 માં હારીને બહાર થઇ ચુકી છે. સ્વદેશ પરત ફરવા બાદ તેણે પોતાની વાત રાખી હતી. તેણે કહ્યુ હતુ કે, ખાલી હાથ આવીને મને સારુ નથી લાગી રહ્યુ. હું મેડલ સાથે પરત આવવા ઇચ્છતી હતી. મને દેશનુ સમર્થન મળ્યુ. એ ખોટો નિર્ણય હતો કે હું, શરુઆતના બે રાઉન્ડ જીતી હતી અને ત્યાર બાદ કેવી રીતે હારી શકુ છું. હું દશની માફી માંગવા ઇચ્છુ છું.

  • 31 Jul 2021 05:42 PM (IST)

    ટેનિસઃ બ્રાઝીલને મળ્યો પ્રથમ મેડલ

    બ્રાઝીલની બે મહિલા ટેનિસ ખેલાડીઓએ ઇતિહાસ રચી દીધો છે. લૌરા પિગોસી અને લુઇસા સ્ટેફનીને ટોક્યો ઓલિમ્પિક 2020માં મહિલા યુગલ વર્ગ કાંસ્ય પદક પોતાના નામે કર્યો છે. આ ટેનિસમાં બ્રાઝીલનો પ્રથમ મેડલ છે. આ જોડીએ કાંસ્ય પદક મેચમાં રશિયાની ઓલિમ્પિક સમિતિની વેસનિના અને કુદેરમેટોવાને 4-6, 6-4 (11-9) થી હરાવી દીધી હતી.

  • 31 Jul 2021 05:20 PM (IST)

    એથ્લેટિક્સ (લોંગ જમ્પ)- એમસ શ્રીશંકર ફાઇનલમાં પહોંચવાનુ ચુક્યા

    ભારતના લોંગ જમ્પર એમ શ્રીશંકર 13માં સ્થાન પર રહેશે. તે ખૂબ જ નજીક આવીને ફાઇનલ માટે ક્વોલીફાઇ કરવાથી ચુકી ગયા છે.

    પ્રથમ એટેમ્પઃ 7.69 બીજો એટેમ્પઃ 7.51 ત્રીજો એટેમ્પઃ 7.43

  • 31 Jul 2021 05:18 PM (IST)

    બેડમિન્ટનઃ પીવી સિંધુ કાલે રમશે બ્રોન્ઝ મેડલ મેચ

    પીવી સિંધુ ફાઇનલ મેચમાં ચીનની બિંગજીઆઓનો સામનો કરશે. આ મેચ કાલે સાંજે પાંચ વાગ્યા થી રમાનાર છે. બંને વચ્ચે 12 મેચ અત્યાર સુધી રમાઇ છે. જેમાંથી ચીનની ખેલાડીએ 9 અને સિંધુએ 6 મેચ જીતી છે.

  • 31 Jul 2021 04:56 PM (IST)

    બેડમિન્ટનઃ ટૂટી ગયુ સિંધુનુ ગોલ્ડ મેડલનુ સપનુ

    પીવી સિંધુ ઓલિમ્પિક ગોલ્ડ જીતવાનુ સપનુ પુરુ નહી થઇ શકે. જોકે તેની પાસે સતત બીજી વાર મેડલ મેળવવાનો મોકો હશે. સિંધુ માટે પ્રથમ રમત જીતવી જરુરી હતી. કારણ કે એક વાર રિધમમાં આવ્યા બાદ તાઇને રોકવી ઘણી મુશ્કેલ બની જાય છે. તાઇએ 40 મીનીટ સુધી ચાલેલી મેચને 21-18 અને 21-12 થી પોતાના નામે કરી લીધી હતી. તાઇ પ્રથમ વખત કોઇ મોટી ઇવેન્ટની ફાઇનલમાં પહોંચી છે. તેના માટે ગોલ્ડ મેડલ જીતવાનો ઐતિહાસીક મોકો છે.

  • 31 Jul 2021 04:52 PM (IST)

    બેડમિન્ટનઃ તાઇ એ પીવી સિંધુને આપી હાર

    પીવી સિંધુ બીજી રમતમાં એક વાર પછડાટ મેળવ્યા પછી પરત ફરી શકી નહોતી. તાઇ ના શોટ્સને જજ કરવામાં તેને સતત ભૂલ થઇ રહી હતી. 8 મેચ પોઇન્ટ હતા તાઇ પાસે અને તેણે પ્રથમ મેચ પોઇન્ટમાં જ જીત હાંસલ કરી લીધી હતી. બીજી ગેમ તાઇએ 21-9 થી જીતી લીધી હતી.

  • 31 Jul 2021 04:37 PM (IST)

    બેડમિન્ટનઃ પીવી સિંધુ ના માટે મુશ્કેલ બેકહેન્ડ ક્રોસ કોર્ટ

    પીવી સિંધુએ શરુઆત સારી કરી હતી. અને 4-3 થી લીડ હાંસલ કરી હતી. તેના બાદ એક 25 શોટ્સની શાનદાર રેલી જોવા મળી હતી. જેને તાઇ એ સ્મેશની સાથે પોતાને નામે કર્યો હતો. સિંધુએ ખૂબ કોશિષ કરી રહી છે. પરંતુ તે બેકહેન્ડ ક્રોસ કોર્ટ તેના માટે મુશ્કેલ બની ચુક્યુ છે.

  • 31 Jul 2021 04:26 PM (IST)

    બેડમિન્ટનઃ તાઇ એ કી 17-17 થી બરાબરી પર

    શાનદાર રેલી 17 મો પોઇન્ટ હાંસલ કરવા માટે તાઇએ સિંધુને લગાતાર ક્રોસ કોર્ટ રમાડી રહી હતી. એના પછી તેની બોડ પર શોટ રમ્યા અને સ્મેશની સાથે પોઇન્ટ હાંસલ કર્યા હતો. સ્કોર 17-17ની બરાબરી પર

  • 31 Jul 2021 04:19 PM (IST)

    બેડમિન્ટનઃ પ્રથમ ગેમની બ્રેક સુધી 11-8 થી આગળ છે સિંધુ

    પીવી સિંધુ ની ભૂલોને કારણે તાઇને અંક મળ્યા અને હવે તે મેચમાં પરત ફરી બની ચુકી છે. સિંધુ એ 10મો પોઇન્ટ હાસલ કરી શાનદાર ડિફેન્સ બતાવ્યો હતો. જ્યારે તાઇએ શાનદાર ક્રોસ કોર્ટની સાથે પોઇન્ટ હાંસલ કર્યો. ઇન્ટરવલ સુધી પીવી સિંધુ 11-8 થી આગળ હતી.

  • 31 Jul 2021 04:15 PM (IST)

    બેડમિન્ટનઃ પીવી સિંધુ જીતી 30 શોટની રેલી

    પીવી સિંધુએ 8 પોઇન્ટ હાંસલ કરવા માટે 30 શોટ ની રેલી રમી હતી. અકાને યામાગુચીના સામે સિંધુ મોટી રેલી જીતી નહોતી રહી. જોકે આજે તે વધારે આત્મવિશ્વાસમાં છે.

  • 31 Jul 2021 04:10 PM (IST)

    બેડમિન્ટનઃ પીવી સિંધુ પ્રથમ ગેમમાં 5-2 થી આગળ

    પીવી સિંધુએ ટોસ જીતી અને પોતાનો એન્ડ પસંદ કર્યો હતો. પીવી સિંધુ 5-2 ની લીડ હાંસલ કરી ચુકી છે. તે પોતાની હાઇટ અને કોર્ટ કવરેજનો ફાયદો ઉઠાવી રહી છે. તાઇ ના સામે ડિફેન્સીવ ક્રોસ કોર્ટ તેને કામ આવી રહ્યુ છે.

  • 31 Jul 2021 04:05 PM (IST)

    બોક્સિંગઃ પૂજા રાની મેડલ ચુકી

    પ્રથમ બંને રાઉન્ડમાં હારવા બાદા પુજા રાની પાસે પરત ફરવાનો કોઇ જ મોકો નહોતો રહ્યો. તે અંતિમ રાઉન્ડ પણ 5ઃ0 થી હારી ગઇ હતી. ચીનની બોક્સર લી કિયાન થી તે હારી ગઇ હતી. ચીનની બોક્સરે હાલ તો તેના માટે બ્રોન્ઝ મેડલ પાક્રકો કરી લીધો છે.

  • 31 Jul 2021 03:57 PM (IST)

    પૂજા રાની પ્રથમ બંને રાઉન્ડ હારી

  • 31 Jul 2021 03:56 PM (IST)

    પૂજા રાનીથી દેશને મેડલની આસ

    પીવી સિંધુ ઉપરાંત પૂજા રાની પણ દેશ માટે મેડલ પાક્કો કરવાના ઇરાદા થી ઉતરી છે. તેમનો સામનો ચીનની કી લી કિયાન સાથે થયો છે.

  • 31 Jul 2021 03:41 PM (IST)

    બેડમિન્ટનઃ તાઇ જૂં યિંગ અને સિંધુ નુ હેડ ટૂ હેડ

    તાઇ અને સિંધુ ના વચ્ચે અત્યાર સુધીમાં કુલ 18 મેચ રમાઇ છે. જેમાં 13 મેચોમાં તાઇ એ જીત નોંધાવી છે. જ્યારે 5 મેચોમાં સિંધુને જીત મળી છે. સિંધુ તાઇ સામે ની તેની અંતિમ ત્રણેય મેચ હારી ચુકી છે. એવામાં સિંધુંને પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવુ પડશે.

  • 31 Jul 2021 03:26 PM (IST)

    ટેનિસ - જોકોવિચ અને બાર્ટી મિશ્રિત ડબલ્સમાં એકબીજાનો સામનો નહી કરશે

    મિક્સ્ડ ડબલ્સ બ્રોન્ઝ મેડલ મેચમાં વિશ્વના નંબર વન ખેલાડીઓ આમને સામને નહીં હોય. જોકોવિચની નીના સ્ટોનેજનોવિકનો સામનો મહિલા નંબર વન એશ્લે બાર્ટી અને જોન પિયર્સનો સામે થવાનો હતો. જો કે, જોકોવિચના ખભાની ઈજાને કારણે એશ્લે બાર્ટી અને જોનને વોકઓવર મળ્યું છે, ત્યારબાદ તે રમ્યા વિના બ્રોન્ઝ મેડલ જીતી ગયા છે.

  • 31 Jul 2021 03:23 PM (IST)

    સેલિંગ: કેસી ગણપતિ અને વરુણ ઠક્કર 17મા સ્થાને રહ્યા

    ભારતના કેસી ગણપતિ અને વરુણ ઠક્કરે 49er સ્કિફ રેસમાં 17 મા ક્રમે રહીને પોતાનું અભિયાન પૂર્ણ કર્યું. 12 મી અને છેલ્લી રેસમાં આ જોડી 14 મા સ્થાને રહી.

    કુલ પોઈન્ટ -174, નેટ પોઈન્ટ -154

  • 31 Jul 2021 03:04 PM (IST)

    બેડમિન્ટનઃ ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આમને સામને છે ચીનની 2 ખેલાડી

    બેડમિન્ટન મહિલા સિંગલ્સની પ્રથમ સેમિફાઇનલ મેચ હાલમાં બે ચીની ખેલાડીઓ વચ્ચે રમાઇ રહી છે. ચેન યૂ ફેઇ અને હે બિંગ જિએઓ ફાઇનલના માટે આમને સામને છે.

  • 31 Jul 2021 03:03 PM (IST)

    ભારતની આવનારી મેચ

    બેડમિન્ટનઃ પીવી સિંધુ વિરુદ્ધ તાઇ યિંગ (બપોરે 3.30 કલાકે)

    બોક્સિંગઃ મહિલા પૂજા રાની વિરુદ્ધ કિયાન લી (બપોરે 3.36 કલાકે)

    એથલેટીક્સઃ પુરુષ ક્વોલિફાઇંગ ગૃપ બી મુરલી શ્રીશંકર (બપોરે 3.40 કલાકે)

  • 31 Jul 2021 02:35 PM (IST)

    ટેનિસઃ બ્રોન્ઝ મેડલના મેચ હાર્યો જોકોવિચ

    વિશ્વ ના નંબર 1 પુરુષ ટેનિસ ખેલાડી સાર્બિયાના નોવાક જોકાવિચ ટોક્યો ઓલિમ્પિક 2020માં બ્રોન્ઝ મેડલ ની મેચ હારી ગયો છે. તેને સ્પેનના પાબ્લો કારેને બુસ્તાએ આકરી ટક્કરમાં હરાવી દીધા છે. સ્પેનના ખેલાડીએ આ મેચ 6-4, 6-7 અને 6-3 થી જીતી હતી. જર્મનીના એલેકઝેન્ડર જ્વેરેવએ જોકોવિચને પરાજીત કરી ગોલ્ડ મેડલ મેચ થી બહાર કરી દીધો છે. હવે તેના હાથમાંથી બ્રોન્ઝ મેડલ પણ સરકી ગયો છે.

  • 31 Jul 2021 02:24 PM (IST)

    સેલિંગઃ વરુણ ગણપતિ નહી કરી શકે ફાઇનલના માટે ક્વોલિફાઇ

    ભારતીય સેલર કેસી ગણપતિ અને વરુણ ઠક્કર પુરુષોની સ્કિફમાં રેસ 12 માં 14 માં સ્થાન પર રહ્યો હતો. આ પહેલાની અંતિમ બંને રેસમાં તે ક્રમશઃ નવમા અને 16માં સ્થાન પર રહ્યા હતા. આ બંનેને ઓવરઓલ 17મુ સ્થાન મળ્યુ અને આ સાથે આ બંને ફાઇનલમાં ક્વોલીફાઇ નથી કરી શક્યા.

  • 31 Jul 2021 12:35 PM (IST)

    Tokyo Olympics 2020: બેડમિન્ટન : વિક્ટર એક્સેલસેન સેમિફાઇનલમાં પહોંચ્યો

    ડેનમાર્કનો બેડમિન્ટન ખેલાડી વિક્ટર એક્સેલસેને મેન્સ સિંગલ્સ કેટેગરીની સેમિફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણે ચીનના ક્ઝી યૂ ક્યુને 21-13, 21-13થી સીધી ગેમમાં હરાવીને સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો.

  • 31 Jul 2021 12:10 PM (IST)

    Tokyo Olympics 2020 live : ટેનિસ : કારેન ખાચનોવ અને આન્દ્રે રૂબલેવ ઇતિહાસ રચ્યો

    રશિયન ઓલિમ્પિક કમિટી (ROC) ટેનિસ ખેલાડીઓ કારેન ખાચનોવ અને આન્દ્રે રુબલેવે ટોક્યો ઓલિમ્પિક -2020 માં મેડલ જીત્યા છે.ખાચનોવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં જગ્યા બનાવી, જ્યારે આન્દ્રે મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે બંનેએ મેડલ મેળવીને ઈતિહાસ સર્જ્યો છે. તે યુથ ઓલિમ્પિક ગેમ્સ અને ઓલિમ્પિક બંનેમાં મેડલ જીતનાર પ્રથમ ટેનિસ ખેલાડી બની ગયો છે.

  • 31 Jul 2021 11:50 AM (IST)

    Tokyo Olympics 2020 live : ભારતની આજની બાકી રહેલી મેચો

    બેડમિન્ટન

    બપોરે 3:20 કલાકે મહિલા સિંગલ્સ સેમિફાઇનલ પીવી સિંધુ વિ તાઇ ત્ઝુ યિંગ (ચીની તાઇપેઇ)

    બોક્સિંગ

    બપોરે 3:36 કલાકે પૂજા રાની વિરુદ્ધ લી કિયાન (ચીન) 75 કિલો મહિલા ક્વાર્ટર ફાઇનલ

    એથ્લેટિક્સ

    બપોરે 3:40: મેન્સ લાંબી કૂદ, સિરીશંકર ક્વોલિફિકેશન ગ્રુપ-બી

  • 31 Jul 2021 11:39 AM (IST)

    Tokyo Olympics 2020 live : નિશાનેબાજી: અંજુમ મોદગિલ, તેજસ્વિની સાવંત 50 મીટર રાઈફલ 3 પોઝિશન સ્પર્ધામાંથી બહાર થઈ

    શૂટિંગમાં ભારતને વધુ એક નિરાશા મળી છે. મહિલાઓની 50 મીટર રાઇફલ 3 પોઝિશન ઇવેન્ટમાં ભારતની અંજુમ મૌદગિલ અને તેજસ્વાની સાવંત ફાઇનલ માટે ક્વોલિફાય થઇ શક્યા ન હતા. અંજુમે સ્ટેન્ડિંગ રાઉન્ડમાં 335 સ્કોર બનાવ્યો હતા. તે 15 મા ક્રમે છે. તેણે કુલ 1167 નો સ્કોર કર્યો હતો. બીજી બાજુ, સાવંતે નીલિંગમાં 384 અંક અને પ્રોનમાં 394 માર્ક્સ મેળવ્યા હતા. સાવંતે સ્ટેન્ડિંગમાં 357નો સ્કોર કર્યો હતો. તે 33મા ક્રમે છે. તેણે કુલ 1154 નો સ્કોર કર્યો હતો. ટોપ 8 શૂટર્સ ફાઇનલમાં પહોંચ્યા છે.

  • 31 Jul 2021 11:13 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા)- વંદના કટારિયાની શાનદાર હેટ્રિક

  • 31 Jul 2021 10:55 AM (IST)

    Tokyo Olympics 2020 live : શૂટિંગમાં અંજુમ મોદગિલ, તેજસ્વિની સાવંત નિશાન લગાવી રહી છે

    અત્યારે શૂટિંગમાં 50 મીટર રાઇફલ 3 પોઝિશનની સ્પર્ધા ચાલી રહી છે. અહીં, ભારતની મહિલા શૂટર અંજુમે નીલિંગમાં કુલ 390 નો સ્કોર કર્યો છે જ્યારે તેણે પ્રોનમાં 395 રન બનાવ્યા છે. સ્ટેન્ડિંગ રાઉન્ડ હજુ ચાલુ છે. બીજી બાજુ, સાવંતે નીલિંગમાં 384 અંક અને પ્રોનમાં 394 માર્ક્સ મેળવ્યા છે.

  • 31 Jul 2021 10:45 AM (IST)

    Tokyo Olympics 2020 live : આયર્લેન્ડ-ગ્રેટ બ્રિટન મેચ મહિલા હોકી ટીમનું ભવિષ્ય નક્કી કરશે

    ભારતની મહિલા હોકી ટીમ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે કે, નહીં તે સાંજે ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડ વચ્ચેની મેચ બાદ જ નક્કી થશે. જો આયરલેન્ડ આ મેચ જીતી જશે તો ટીમ ઇન્ડિયા ક્વાર્ટર ફાઇનલમાંથી બહાર થઇ જશે.

  • 31 Jul 2021 10:40 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા)-ભારતે સાઉથ આફ્રિકાને 4-3થી હરાવ્યું

    ભારતે છેલ્લા ક્વાર્ટરમાં પોતાની લીડને પકડી રાખી હતી અને આ રોમાંચક મેચ 4-3થી પોતાના નામે કરી હતી. ભારતની સ્ટાર વંદના કટારિયા હતી જેમણે હેટ્રિક ફટકારી હતી. તેના સિવાય નેહા ગોયલે પણ એક ગોલ કર્યો હતો.

  • 31 Jul 2021 10:37 AM (IST)

    Tokyo Olympics 2020 live : મહિલા હોકી ટીમની શાનદાર જીત, વંદના કટારિયાની હેટ્રિક

  • 31 Jul 2021 10:27 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા) ભારતનો ચોથો ગોલ

    ભારતની મહિલા હોકી ટીમે ફરી એક વખત આગેવાની લીધી છે. તેણે સાઉથ આફ્રિકા સામેની મેચમાં ચોથો ગોલ કર્યો છે. તે 4-3થી આગળ છે. વંદના કટારિયાએ ભારત માટે ચોથો ગોલ કર્યો હતો. વંદનાએ 49 મી મિનિટે ગોલ કર્યો હતો. આ મેચમાં તેનો ત્રીજો ગોલ છે. વંદના ઓલિમ્પિક મેચમાં ત્રણ ગોલ કરનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે. આ છેલ્લો ક્વાર્ટર છે અને 8 મિનિટથી પણ ઓછો સમય બાકી છે. ભારતે હવે દક્ષિણ આફ્રિકાને ગોલ કરવાની તક આપવાની રહેશે નહિ.

  • 31 Jul 2021 10:06 AM (IST)

    Tokyo Olympics 2020 live : સાઉથ આફ્રિકાની ટીમે ફરી એક વખત ભારતીય હોકી ટીમની બરાબરી કરી

    ભારતે ત્રીજી વખત પોતાની લીડ જાળવી રાખવાની તક ગુમાવી છે. દક્ષિણ આફ્રિકાએ મેચમાં ત્રીજો ગોલ કર્યો છે. આ સાથે સ્કોર 3-3 પર પહોંચ્યો છે. સાઉથ આફ્રિકા માટે મેરિઝેન મારૈસે 37 મી મિનિટે ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે.

  • 31 Jul 2021 09:55 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા) પ્રથમ રાઉન્ડના આંકડા

    પ્રથમહાફ ટાઇમ સુધી બંને ટીમોએ સમાન ગોલ કર્યા હતા. જોકે ભારતે ગોલ પર નવ શોટ લીધા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ બે.ભારતને છ પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ તે માત્ર એકને જ ગોલમાં કન્વર્ટ કરી શકાયો હતો, જ્યારે સાઉથ આફ્રિકાને માત્ર એક કોર્નર મળ્યો.

  • 31 Jul 2021 09:43 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા) સ્કોર ફરી 2-2 બરાબર થયો

    બીજા ક્વાર્ટરના અંત સુધીમાં સાઉથ આફ્રિકાએ ફરી એક વખત ભારતની બરાબરી કરી હતી. ભારત પોતાની લીડને ગુમાવી રહ્યું છે

  • 31 Jul 2021 09:40 AM (IST)

    Tokyo Olympics 2020 live : શૂટિંગ - નીલિંગ રાઉન્ડ પૂરો થયો

    થ્રી પોઝિશનનો નીલિંગ રાઉન્ડ પૂરો થયો છે. ભારતીય નિશાનેબાજો તેસ્વિની સાવંત અને અંજુમ મૌદ્લિનો નીલિંગનો સ્કોર

    તેજસ્વિની સાવંત - 97,92,98,97 (ટોપ 30 માંથી બહાર)

    અંજુમ - 99,98,96,97 (ટોપ 30 ખેલાડીઓમાંથી બહાર)

  • 31 Jul 2021 09:33 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા) ભારતનો બીજો ગોલ

    વંદના કટારિયાએ દિવસનો બીજો ગોલ કર્યો હતો, આ વખતે પેનલ્ટી કોર્નરને ગોલમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. દીપની ડ્રેગ ફ્લિક કર્યો વંદના બોલને ફ્લિક કર્યો અને તેને ગોલમાં ફેરવ્યો હતો.

  • 31 Jul 2021 09:21 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા) સાઉથ આફ્રિકાએ 1-1 સ્કોર કર્યો

    પ્રથમ ક્વાર્ટરના અંતે દક્ષિણ આફ્રિકાએ સ્કોર બરાબરી પર કર્યો હતો. ભારતની જેમ તેણે પણ આ ગોલ ફિલ્ડ પ્લેથી કર્યો હતો. ગ્લાસબીના ગોલથી ભારતની મુશ્કેલીઓમાં વધારો થયો છે.

  • 31 Jul 2021 09:10 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી - ભારતીય મહિલા ટીમ 1-0થી આગળ

    વંદના કટારિયાએ ભારત માટે પહેલો ગોલ કર્યો અને દેશને 1-0ની લીડ અપાવી. વંદના કટારિયા યોગ્ય પોઝિશનમાં શોર્ટને ડિફ્લેક્ટ કર્યો અને તેને ગોલમાં પરિવર્તિત કર્યો.

  • 31 Jul 2021 09:07 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી - મેચ પેનલ્ટી કોર્નરથી શરૂ થયો

    ભારતને પહેલી જ મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો હતો. જો કે, દીપ ગ્રેસ અને ગુરજીત કૌરના પ્રયત્નો કર્યા છતાં શૉર્ટ વાઈડ ગયો હતો. બીજી જ મિનિટમાં બીજો પેનલ્ટી કોર્નર પણ નિષ્ફળ રહ્યો

  • 31 Jul 2021 08:59 AM (IST)

    Tokyo Olympics 2020 live : 2 ઓગ્સ્ટે રમાશે ડિસ્ક થ્રોની ફાઈનલ મેચ

    ડિસ્ક થ્રોના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ઇતિહાસ રચનાર કમલપ્રીત કૌર 2 ઓગસ્ટના રોજ ફાઇનલ મેચ રમશે. કમલપ્રીત પાસે મેડલ જીતવાની મોટી તક છે. જો તે મેડલ જીતશે તો તે એથ્લેટિક્સમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બનશે.

  • 31 Jul 2021 08:54 AM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી - ભારતીય મહિલા ટીમ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે

    ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમની સફર સારી રહી નથી. ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે, આજે તેમણે આ મેચ કોઈપણ સ્થિતિમાં જીતવી પડશે અને તે પણ મોટા અંતરથી.

  • 31 Jul 2021 08:52 AM (IST)

    Tokyo Olympics 2020 live : શૂંટિંગ થ્રી પોઝિશનમાં અંજુમ મોદ્રિલ અને તેજસ્વી સાવંત પાસે આશા

    50 મીટરની થ્રી પોઝિશનમાં તેજસ્વની સાવંત અને અંજુમ મૌદ્રિલ એક્શનમાં છે, ભારતની શૂંટિંગની સફર ખુબ નિરાશાજનક રહી છે. ત્યારે આ બંન્ને ખેલાડીઓ પર સૌથી વધુ દબાણ હતુ. ક્વોલિફાઈ રાઉન્ડ શરુ થયો છે

  • 31 Jul 2021 08:42 AM (IST)

    Tokyo Olympics 2020 live : જાણો કમલપ્રીત કૌર વિશે

    કમલપ્રીત કૌર પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાંથી આવે છે. તેણે પટિયાલામાં યોજાયેલી 24 મી ફેડરેશન કપ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં તેના પ્રથમ અને એકમાત્ર પ્રયાસમાં 65.06 મીટર ડિસ્ક ફેંકીને ટોક્યો 2020 માટે તેની ટિકિટ બુક કરાવી હતી. તેણે આ પ્રક્રિયામાં ઓલિમ્પિક ક્વોલિફિકેશન માર્ક 63.50 મીટરને પણ પાર કર્યો. તેણે 2012માં કૃષ્ણ પૂનિયા દ્વારા સ્થાપિત 64.76 મીટરનો રેકોર્ડ પણ તોડ્યો હતો.

  • 31 Jul 2021 08:37 AM (IST)

    Tokyo Olympics 2020 live : સ્ટાર જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ વધુ બે ઇવેન્ટમાંથી દુર થઈ

    અમેરિકાની સ્ટાર જિમ્નાસ્ટ સિમોન બાઇલ્સ વધુ બે ઓલિમ્પિક ફાઇનલમાંથી દુર થઈ છે. અગાઉ તે મહિલા ટીમ ઇવેન્ટ અને ઓલરાઉન્ડ ઇવેન્ટમાંથી પણ નામ પરત લીધું હતુ. હવે એવું લાગે છે કે, તે હવે આ ઓલિમ્પિકમાં એક્શનમાં જોવા મળશે નહીં

  • 31 Jul 2021 08:31 AM (IST)

    Tokyo Olympics 2020 live : એથલેટિક્સ ડિસ્ક-થ્રોમાં કમલપ્રીત કૌરનું શાનદાર પ્રદર્શન રહ્યું

    એથલેટિક્સ ડિસ્ક-થ્રોમાં કમલપ્રીત કૌર ફાઈનલમાં પહોંચી

  • 31 Jul 2021 08:20 AM (IST)

    Tokyo Olympics 2020 live : એથલેટિક્સ ડિસ્ક-થ્રોમાં કમલપ્રીત કૌર ફાઈનલમાં પહોંચી

    કમલપ્રીત કૌર તેમના અંતિ અટેંપ્ટમાં 64.00 મીટર દુર થ્રો કર્યો હતો. આ થ્રોની સાથે જ તે ફાઈનલમાં પહોંચી છે. સીમા પૂનિયા બહાર થઈ છે.

  • 31 Jul 2021 08:08 AM (IST)

    Tokyo Olympics 2020 live : ડિસ્ક-થ્રોમાં કમલપ્રીત સારું પ્રદર્શન કરી રહી છે.

    કમલપ્રીત કૌર તેમના અંતિમ અટેંપ્ટમાં તે પોતાનો નેશનલ રિકોર્ડ તોડવાની કોશિશ કરશે.

  • 31 Jul 2021 08:05 AM (IST)

    Tokyo Olympics 2020 live : ડિસ્ક-થ્રોમાં કમલપ્રીતનો મુકાબલો શરુ

    ડિસ્ક-થ્રોમાં કમલપ્રીત કૌર તેમના બીજા અટેંપ્ટમાં 63.97 મીટર દુર થ્રો કર્યો તેમના ગ્રુપમાં બીજા સ્થાન પર પહોંચી ગઈ છે. કમલપ્રીત સારું પ્રદર્શન કરી રહી છે.

  • 31 Jul 2021 07:59 AM (IST)

    Tokyo Olympics 2020 live : બોક્સિંગ - અમિત પંધાલનું બહાર થવું ભારત માટે મોટો ઝટકો છે

    ભારતીય સ્ટાર બોક્સર અમિત પંધાલ પાસે દેશ માટે મેડલ લાવવાની મોટી આશા હતી.કોઈ પણ તેને પ્રથમ રાઉન્ડમાં બહાર થવાની આશા કરતું ન હતુ.અમિત આજે બહુ આક્રમક લાગતો ન હતો. પહેલા જ રાઉન્ડમાં તેમનું બહાર થવું તેમના ચાહકોને મોટો ફટકો છે.

  • 31 Jul 2021 07:56 AM (IST)

    Tokyo Olympics 2020 live : એથલેટિક્સ (ડિસ્કસ થ્રો) - કમલપ્રીત કૌર એક્શનમાં

    ડિસ્ક થ્રો ગ્રુપ બીમાં ભારતની કમલપ્રીત કૌરે 60.29 ના થ્રોની શરૂઆત કરી હતી. તેની પાસે હવે વધુ બે તક છે

  • 31 Jul 2021 07:46 AM (IST)

    Tokyo Olympics 2020 live : બોક્સર અમિત પંધલ રિંગમાં

    બોક્સર અમિત પંધલ રિંગમાં ઉતર્યો છે. તેમનો મુકાબલો 52 કિગ્રા વર્ગના પ્રી-ક્વાર્ટરફાઈનલમાં યુબેર્જેન રિવાસ સાથે છે.

  • 31 Jul 2021 07:42 AM (IST)

    Tokyo Olympics 2020 live : આર્ચરીમાં અતનુ દાસનો પ્રી ક્વાર્ટરફાઈનલ મુકાબલો રોમાંચક રહ્યો

    અતનુ દાસને આર્ચરીમાં હાર મળી છે. તેમની પ્રી ક્વાર્ટરફાઈનલની સફર પૂર્ણ થઈ છે.

    અતનુ દાસ – 9-8-9 (26)

    તાકાહારુ – 9-10-8 (27)

  • 31 Jul 2021 07:33 AM (IST)

    Tokyo Olympics 2020 live : આર્ચરી થોડી જ વારમાં અતનુ દાસનો મુકાબલો શરુ

    થોડી જ વારમાં ભારતના નંબર વન નિશાનેબાજ અતનુ દાસની રમત શરુ થશે. અતનુ તેમના પ્રી ક્વાર્ટર ફાઇનલ રમવા ઉતરશે. તે ઓલિમ્પિકમાં ભારતનો એક માત્ર નીશાને બાજ છે.

  • 31 Jul 2021 07:03 AM (IST)

    Tokyo Olympics 2020 live : એથલેટિક્સ સીમા પૂનિયાનું નિરાશાજનક પ્રદર્શન

    સીમા પૂનિયાએ અંતિમ અટેંમ્ટમાં 58.93 મીટરનો થ્રો કર્યો પરંતુ તે ફાઈનલ સુધી પહોંચવા માટે યોગ્ય ન હતો.

  • 31 Jul 2021 06:38 AM (IST)

    Tokyo Olympics 2020 live : સીમા ત્રીજા સ્થાન પર છે

    સીમા પૂનિયાએ બીજા રાઉન્ડમાં સારું પ્રદર્શન કર્યું હતુ. તેમણે 60.57 મીટરનો થ્રો કર્યો હતો.સીમા હવે ફોર્મમાં જોવા મળી રહી છે. તે ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.પ્રથમ નંબર પર ક્રોએશિયાની સાંદ્રા પરકોવિક છે. જેમનો થ્રો 63.75 મીટરનો હતો

  • 31 Jul 2021 06:32 AM (IST)

    Tokyo Olympics 2020 live : એથલેટિક્સ સીમા પૂનિયાએ રમતની શરુઆત કરી

    સીમા પૂનિયાએ ચક્ર ફેંકમાં શરુઆત કરી છે. તે સૌથી પહેલા મેદાનમાં ઉતરી છે. સીમા પૂનિયા 2 વખત એશિયન ગેમ્સમાં મેડલ જીતી ચૂકી છે. આ સિવાય તેમણે કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે.

  • 31 Jul 2021 06:24 AM (IST)

    Tokyo Olympics 2020 live : એક મહત્વપૂર્ણ ઓલિમ્પિક રેકોર્ડ

  • 31 Jul 2021 05:36 AM (IST)

    Tokyo Olympics 2020 live : ઓલિમ્પિક મેડલ ટેબલમાં ચીન ટૉપ પર

    ટોક્યો ઓલિમ્પિકમાં મેડલની રેસમાં ચીન સૌથી આગળ છે. તો બીજા નંબર પર જાપાન અને ત્રીજા નંબર પર અમેરિકા છે. ભારતે અત્યારસુધીમાં માત્ર 1 મેડલ જીત્યો છે.

  • 31 Jul 2021 05:33 AM (IST)

    Tokyo Olympics 2020 live : આજે સૌની નજર પુજા રાની પર હશે

    શનિવારના રોજ સિંધુ સિવાય સૌની નજર પુજા રાની પર હશેય પુજા રાની ક્વાર્ટર ફાઈનલમાં જીત મેળવવાના લક્ષ્ય સાથે ઉતરશે.પુજાનો મુકાબલો રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલીસ્ટ વિજેતા ચીની બોક્સર લી ક્યૂ સાથે થશે.

  • 31 Jul 2021 05:23 AM (IST)

    Tokyo Olympics 2020 live : ટોક્યો ઓલિમ્પિક માટે ભારતનું શેડ્યૂલ નીચે મુજબ છે. (ભારતીય સમય મુજબ)

    તીરંદાજી:

    સવારે 7.18 કલાકે અતનુ દાસ અને જાપાનની તાકાહરુ ફુરુકાવા સામે ક્વાર્ટર ફાઇનલ મેચ

    એથ્લેટિક્સ :

    સવારે 6 વાગ્યાથી: વિમેન્સ ચક્ર ફેંક, સીમા પૂનિયા, ક્વોલિફિકેશન ગ્રુપ એ

    સવારે 7.25 કલાક થી: મહિલા ચક્ર ફેંક, કમલપ્રીત કૌર, ક્વોલિફિકેશન ગ્રુપ બી

    બપોરે 3:40 કલાકે: પુરુષ લાંબી કૂદ, શ્રીશંકર ક્વોલિફિકેશન ગ્રુપ બી

    બેડમિન્ટન:

    બપોરે 3:20: મહિલા સિંગલ્સ સેમિફાઇનલ પીવી સિંધુ ચીની તાઈપે સામે મેચ રમશે

    બોક્સિંગ:

    સવારે 7:30 કલાકે: અમિત પાંઘલ કોલંબિયા ઉબર્જેન રિવાસ 52 કિલો પુરુષોની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં

    બપોરે 3:36 કલાકે: પૂજા રાની ચીનમા વિ લી કિયાન 75 કિગ્રા કિલો મહિલા પ્રી-ક્વાર્ટરફાઇનલમાં

    ગોલ્ફ :

    સવારે 4:15 કલાક થી: અનિર્બન લાહિડી અને ઉદયન માને, પુરુષોની વ્યક્તિગત સ્ટ્રોક પ્લે

    હોકી:

    સવારે 8:45 કલાકે: ભારત વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, મહિલા પૂલ Aમેચ.

    સેલિંગ :

    સવારે 8:35 કલાકથી: કેસી ગણપતિ અને વરુણ ઠક્કર, મેન્સ સ્કિફમાં રેસ 10, 11 અને 12

    શૂટિંગ:

    સવારે 8:30 કલાકે : અંજુમ મૌદગિલ અને તેજસ્વાની સાવંત, મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ક્વોલીફિકેશન

  • 31 Jul 2021 05:03 AM (IST)

    Tokyo Olympics 2020 live : ભારત પાસે મેડલની સંખ્યામાં વધારો કરવાની સુવર્ણ તક

    ટોક્યો ઓલિમ્પિકના 9માં દિવસે ભારત પાસે મેડલની સંખ્યામાં વધારો કરવાની સુવર્ણ તક છે. નિશાનેબાજ અતુન દાસ ગોલ્ડ મેડલ મેચ સુધી પહોંચવા માટે દમ લગાવશે. બોક્સર પુજા રાની ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીતી મેડલ પોતાને નામ કરશે. બોક્સર અમિત પંધલ પણ રિંગમાં ઉતરશે. આ સિવાય પી.વી સિંધુ સેમીફાઈનલમાં જીતવા માટેના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.

Published On - Jul 31,2021 7:04 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">