Tokyo Olympics 2020 Highlight : મેરી કોમની કોલંબિયાઇ બોક્સર સામે થઇ હાર, સ્વિમીંગમાં સાજન પ્રકાશ પણ થયો બહાર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 7:18 PM

Tokyo Olympics 2020 Highlight : ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બીજી ગેમ 21-13થી સરળતાથી પોતાના નામે કરી અને માત્ર 41 મિનિટમાં આ મેચ જીતી લીધી. સિંધુ હવે ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા છે.

Tokyo Olympics 2020 Highlight : મેરી કોમની કોલંબિયાઇ બોક્સર સામે થઇ હાર, સ્વિમીંગમાં સાજન પ્રકાશ પણ થયો બહાર
Tokyo Olympics 2020

Tokyo Olympics 2020 live :ભારત માટે ટોક્યો ઓલિમ્પિકનો આજનો દિવસ એક્શનથી ભરપૂર હશે. આજે ભારતીય ફેન્સની નજર સૌથી પહેલા મનુ ભાકર પર હશે.

ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ બીજી ગેમ 21-13થી સરળતાથી પોતાના નામે કરી અને માત્ર 41 મિનિટમાં આ મેચ જીતી લીધી. સિંધુ હવે ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. 21-15,21-13થી મેચ જીતીને તેમણે પોતાને સાબિત કરી દીધા છે. પહેલી બે મેચની જેમ સિંધુને અહી પણ વધારે મહેનત કરવી ન પડી.

હૉકીમાં ભારતની પુરુષ ટીમે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે. રિયો ઓલિમ્પિકના ચેમ્પિયન અર્જેન્ટીનાને 3-1થી હરાવી દીધુ છે. ભારત તરફથી વરુણ કુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ પહેલા ભારતે સ્પેન  અને ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી.

તીરંદાજ અતનુદાસ  ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ખૂબ નજીક પહોંચી ગયા છે.તેમણે વ્ય્કતિગત અંતિમ 8માં જગ્યા મેળવી લીધી છે. અતનુએ અંતિમ 16ના મુકાબલામાં કોરિયાના દિગ્ગજ તીરંદાજ જિન્યેક ઓહને મ્હાત આપી છે.

ભારત માટે આજનો દિવસ ઘણો સારો રહ્યો. બોક્સિંગમાં પણ ભારતને જીત મળી છે. બોક્સર સતીશ કુમારે 91 કિલોગ્રામ વર્ગના અંતિમ-16 મુકાબલામાં જમૈકાના રેકોર્ડ બ્રાઉનને મ્હાત આપી છે. તેમણે 4-1થી આ મુકાબલો જીત્યો છે. આ જીત સાથે સતિશ કુમાર અંતિમ 8માં પહોંચી ગયા છે. તેઓ મેડલ જીતવાથી હવે એક પગલુ દૂર છે.

મેરીકોમ કોલંબિયાઇ બોક્સર સામે હારી ગઇ હતી. ભારતને મહિલા બોક્સિંગમાં મોટો ઝટકો લાગ્યો હતો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Jul 2021 05:06 PM (IST)

    ભારતીય અભિયાન માટે આજનો દિવસ સમાપ્ત

    ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારતની તમામ ઇવેન્ટ સમાપ્ત થઇ ગઇ હતી. પાછળના કેટલાક દિવસોની ટક્કરમાં ભારત માટે આજના પરીણામો સારા રહ્યા હતા. આજે ભારતનો કોઇ મેડલ ઇવેન્ટનો હિસ્સો નહોતો. જોકે મોટાભાગની ટક્કરમાં ભારતીય ખેલાડીઓએ જીત સાથે આગળના તબક્કામાં પ્રવેશ કર્યો હતો. બેડમિન્ટન, તીરંદાજી, બોક્સિંગ અને હોકીમાં ભારત માટે સારા પરીણામ આવ્યા હતા.

  • 29 Jul 2021 04:45 PM (IST)

    સાજન પ્રકાશ હીટમાં બીજા સ્થાન પર

    100 મીટર બટરફલાય ઇવેન્ટની બીજી હીટ પૂરી થઇ ચુકી છે. જેમાં ભારતના સાજન પ્રકાશેે હિસ્સો લીધો છે. તેણે 53.45 સેકન્ડના સમય નીકાળી હિટમાં બીજા સ્થાન પર રહ્યો હતો. જોકે તેણે સેમીફાઇનલમાં પહોંચવુ મુશ્કેલ છે. તેનાથી આગળ ઘાના નો અબેકૂ જેકસન રહ્યો હતો. તેણે 53.39 સેકેન્ડનો સમય નિકાળ્યો હતો. તે સાજન થી 0.06 સેકન્ડ આગળ રહ્યા હતા.

  • 29 Jul 2021 04:21 PM (IST)

    જોકોવિચ સેમિફાઇનલમાં પહોંચ્યો

    જ્યારે ટેનિસમાં નોવાક જોકોવિચનો વિજયી રથ જારી છે. પોતાના પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલની આશામાં ઉતરેલા જોકોવિચ ને યજમાન જાપાનના અનેક નિશિકોરી ને સરળતાથી હાર આપી હતી. વિશ્વ નંબર વન જોકોવિચએ નિશિકોરીને ફક્ત 70 મીનીટમાં 6-2, 6-0 થી હરાવીને સેમીફાઇનલમાં પોતાનુ સ્થાન પાકુ કરી લીધુ છે.

  • 29 Jul 2021 04:20 PM (IST)

    સાજન પ્રકાશની રમત થોડી જ વારમાં

    આજના દિવસે ભારતની આખરી ઇવેન્ટ સ્વિમિંગ છે. જેમાં સાજન પ્રકાશ દાવેદારી રજૂ કરશે. તે 100 મીટર બટરફ્લાઇ ઇવેન્ટની બીજી હીટમાં ઉતરશે. આ રમત થોડીવારમાં શરુ થનાર છે. આ ઇવેન્ટમાં કુલ 8 હીટ એટલે કે ક્વોલિફીકેશન રાઉન્ડ છે. જેમાં અનેક સ્વિમર ભાગ લઇ રહ્યા છે. જેમાંથી ફક્ત 16 જ સેમીફાઇનલ સુધી પહોંચશે

  • 29 Jul 2021 04:02 PM (IST)

    મેરી કોમની અંતિમ 16 માં હાર

    પોતાની અંતિમ ઓલિમ્પિક રમી રહેલી મેરી કોમ એ અંતિમ-16માં હાર સહવી પડી છે. 3 રાઉન્ડની ટક્કરમાં મેરી ને કોલંબિયાની ઇનગ્રીટ વેલેંસિયાએ સ્પ્લિટ ડિસીઝનમાં 3-2 થી હાર આપી હતી. આ સાથે જ 51 કિલોગ્રામ વર્ગમાં ભારતની મેડલની આશા ખતમ થઇ ગઇ હતી.

    આ હાર સાથે 38 વર્ષીય ભારતીય દિગ્ગજે શાનદાર કરિયરનો એક રીતે અંત થઇ ચુક્યો છે. ઓલિમ્પિકમાં પોતાના મેડલના રંગ બદલવાની અંતિમ કોશિષમાં મેરી કોમને સફળતા નથી મળી. જોકે આ ઉંમરમાં પણ તેણે કોલંબિયાઇ બોક્સરને આકરી ટક્કર આપી હતી.

  • 29 Jul 2021 03:59 PM (IST)

    ત્રીજો રાઉન્ડ- મેરીકોમના પંચ રહ્યા મીસ

    ત્રીજા રાઉન્ડમાં મેરીકોમ પાછળ પડતી જોવા મળી રહી છે. કોલંબિયાની બોક્સરે એકવાર ફરી થી કેટલાક સારા પંચ મેરી કોમ પર માર્યા હતા. જેનાથી આ ટક્કર તેના તરફ ઝુકી રહ્યો છે.

  • 29 Jul 2021 03:55 PM (IST)

    બીજો રાઉન્ડ મેરી કોમ ના ખાતામાં

    બીજા રાઉન્ડ ભારતીય દિગ્ગજના પક્ષમાં ગયો છે. જોકે આ સ્પિ્લટ ડિસીઝન હતુ. જેમાં 3 જજો એ મેરીને વધારે શ્રેષ્ઠ બોક્સર માન્યા હતા. જ્યારે બે બોક્સરોએ ઇનગ્રીટ વેલેંસિયાના પક્ષમાં નિર્ણય આપ્યો હતો.

  • 29 Jul 2021 03:50 PM (IST)

    પ્રથમ રાઉન્ડ ઇનગ્રીટના પક્ષમાં

    પ્રથમ રાઉન્ડમાં બંને બોક્સર બરાબરીમાં જોવાઇ રહી છે. કેટલાક પંચ લેન્ડ કરવામાં સફળ રહ્યા છે. જોકે નિર્ણય ઇનગ્રીટના પક્ષમાં ગયો છે. અને 5 માંથી 4 જજો એ તેમને 10-10 અને મેરીકોમ ને 9-9 પોઇન્ટ આપ્યા છે. ફક્ત એક જજ એ મેરીકોમને મજબૂત મનાઇ રહી છે.

  • 29 Jul 2021 03:47 PM (IST)

    પહેલા રાઉન્ડમાં આક્રમક શરુઆત

    આ બાઉટની શરુઆત આક્રમક થઇ છે. બંને બોક્સરો એ પહેલી સેકન્ડથી જ મુક્કાઓનો વરસાદ શરુ કરી દીધો છે. જોકે હાલમાં બંને થોડા નિયંત્રિત કરતા રણનિતીના મુજબ આક્રમણ કરી રહ્યા છે. ઇનગ્રીટ ના કેટલાક પંચ મેરી કોમ પર સીધા લાગ્યા છે.

  • 29 Jul 2021 03:47 PM (IST)

    મેરી અને ઇનગ્રીટ ની ટક્કર શરુ

    મહિલાઓ ની 51 કીગ્રા વેઇ કેટગરીમાં ભારતીય સ્ટાર મેરીકોમ અને કોલંબિયાની ઇનગ્રીટ વેલેંસિયા રિંગમાં ઉતરી ચુકી છે. અને ટક્કર શરુ થઇ ચુક્યો છે. મેરીકોમ બ્લૂ રંગમાં છે. જ્યારે ઇનગ્રીટ લાલ રંગમાં છે.

  • 29 Jul 2021 03:45 PM (IST)

    જોકોવિચ ની નિશિકોરી થી ટક્કર જારી

    એક મહત્વની અપડેટ હાલમાં ટેનિસ કોર્ટ થી. જ્યાં વિશ્વ નંબર વન પુરુષ ખેલાડી સાર્બિયાના નોવાક જોકોવિચ ક્વાર્ટર ફાઇનલમાં યજમાન જાપાનના દિગ્ગજ કેઇ નિશિકોરી સામે ટકરાઇ રહ્યો છે. જોકોવિચ એ પ્રથમ સેટ વિના કોઇ પરેશાની થી 6-2 થી જીતી લીધો હતો. જ્યારે બીજા સેટમાં તે 3-0 થી આગળ ચાલી રહ્યો છે

  • 29 Jul 2021 03:42 PM (IST)

    અંતિમ ટક્કરમાં ભારે પડી મેરીકોમ

    મેરી કોમ અને ઇનગ્રીટ વચ્ચે અંતિમ ટક્કર 2019ની વિશ્વ મહિલા બોક્સિંગ ચેમ્પિયનશીપમાં થઇ હતી. તે સમયે બંને દિગ્ગજ ખેલાડી ક્વાર્ટર ફાઇનલમાં એક બીજા સામે ટકરાઇ હતી. 6 વખતની વિશ્વ ચેમ્પિયન મેરી કોમ એ એક તરફી અંદાજ થી ઇનગ્રીટને 5-0 થી હરાવી હતી.

  • 29 Jul 2021 03:35 PM (IST)

    ઇતિહાસ રચનારી બે બોક્સરોની થનારી છે ટક્કર

    મેરીકોમ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલીસ્ટ છે. તેણે 2012માં લંડન ઓલિમ્પિકમાં ભારત માટે આ મેડલ મેળવ્યો હતો. તે બોક્સિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા એથલેટ છે.

    રસપ્રદ વાત તો એ છે કે, આજના ટક્કરમાં મેરીકોમનો સામનો કોલંબિયાની ઇનગ્રીટ વેલેંસિયા છે. મેરીકોમ ની માફક જ ઇનગ્રીટએ પણ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવી ચુકેલી છે. તેણે 2016માં રિયો ઓલિમ્પિકમાં આ કમાલ કર્યો હતો. તે ઓલિમ્પિકમાં મેરી કોમ ભાગ લઇ શકી નહોતી. જો મેરીકોમ ભારતની પ્રથમ ઓલિમ્પિક મેડલિસ્ટ મહિલા બોક્સર છે, તો ઇનગ્રીટ કોલંબિયાની પ્રથમ મહિલા ઓલિમ્પિક મેડલિસ્ટ છે. આમ બંને દિગ્ગજ છે અને ઇતિહાસ રચી ચુકી છે.

  • 29 Jul 2021 03:31 PM (IST)

    મહિલા બોક્સરોનુ દમદાર પ્રદર્શન જારી

    બોક્સિંગમાં અત્યાર સુધીમાં ભારતીય મહિલાઓનુ દમદાર પ્રદર્શન રહ્યુ હતુ. મેરીકોમ ઉપરાંત લવલીના બોરગોહેન અને પૂજા રાની એ પોત પોતાની મેચ જીતી છે. લવલીના અને પૂજા મેડલના ખૂબ જ નજીક છે. બંને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુકી છે. આજે મેરીકોમ જીતી જશે તો, તે ત્રીજી મહિલા બોક્સર હશે જે ક્વાર્ટર ફાઇનલમાં હશે. જો તે ત્રણેય જીતીને સેમીફાઇનલ સુધી પહોંચી જશે તો, કમસે કમ બ્રોન્ઝ મેડલ પાકો કરી લેશે.

  • 29 Jul 2021 03:02 PM (IST)

    બપોરે 3.30 કલાકે શરુ થશે મેરીકોમની ટક્કર

    ટોક્યો ઓલિમ્પિકની બોક્સિંગ રિંગમાં સૌને 6 વખતની વિશ્વ ચેમ્પિયન મેરીકોમના મુક્કાના જોરને જોવાનો ઇંતઝાર છે.  આ ટક્કર હવે થોડી વાર પછી એટલે કે બપોરે 3.30 કલાકે શરુ થશે. મેરીકોમ જો આ મેચ જીતી જશે તો, તે સીધી સેમીફાઇનલમાં પ્રવેશ કરી લેશે. આના થી પહેલા આજે સવારે પુરષોના હેવીવેઇટ કેટેગરીમાં ભારતના સતીશ કુમારને જમૈકાના બોક્સર ને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કુ કરી લીધુ છે.

  • 29 Jul 2021 02:38 PM (IST)

    કોરોના ને લઇ IOC નુ મોટુ નિવેદન

    આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ ગુરુવારે કહ્યુ હતુ કે, જાપાનમાં કોરોના સંક્રમણનુ પ્રમાણ વધવાને લઇને ટોક્યો ઓલિમ્પિક થી કોઇ જ સંબંધ નથી. IOC પ્રવક્તા માર્ક એડમ્સે કહ્યુ હતુ કે, ઓલિમ્પિક રમતોના સ્પર્ધકોથી કોઇ સંક્રમણ ફેલાયુ નથી. રમતોમાં અત્યાર સુધીમાં 3 લાખ 10 હજાર ટેસ્ટ કરવામાં આવી ચુક્યા છે. જેમાં ખૂબ મામૂલી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યા છે.

  • 29 Jul 2021 02:37 PM (IST)

    શુક્રવાર થી ભારતીય એથલેટ હશે એકશનમાં

    ભારતીય એથલેટ શુક્રવાર થી પોતાના અભિયાનની શરુઆત કરશે. એથલેટિક્સમાં ભારતના 18 ખેલાડીઓ હિસ્સો લેશે.

  • 29 Jul 2021 02:33 PM (IST)

    સ્વિમીંગઃ સાજન પ્રકાશ 100 મીટર બટરફ્લાયમાં ઉતરશે

    આજે સાંજે 4.16 વાગ્યે ભારતના તરવૈયા સાજન પ્રકાશ 100 મીટર બટરફ્લાયના હીટ્સમાં ભાગ લેશે. સાજન પ્રકાશ એ ઓલિમ્પિકના એ ક્વોલિફાઇંગ કટ હાંસલ કરી ટોક્યો માટે ક્વોલિફાઇ કર્યુ હતુ.

  • 29 Jul 2021 02:04 PM (IST)

    સેલિંગ- વિષ્ણુ સરવાનન આઠ રેસ બાદ 23માં સ્થાન પર

    મેન્સ વન પર્સન ડિંગી લેઝરમાં વિષ્ણુ સરવાનન સામતી વખત રેસમાં 27 માં સ્થાન પર રહ્યો હતો. જ્યારે આઠમી રેસમાં 23 માં સ્થાન પર રહ્યો હતો. કુલ મળાવીને આઠ રેસ બાદ તે 23 માં સ્થાન પર છે. હજુ બે રેસ બાકી છે.

  • 29 Jul 2021 01:45 PM (IST)

    ભારતીય ઘોડે સવાર ફવાદ મિર્ઝાના ઘોડાને સ્વસ્થ હોવાનુ પ્રમાણપત્ર મળ્યુ

    ભારતીય ઘોડે સવાર ફવાદ મિર્ઝાના ઘોડા સેગનુએર મેડિકોટ ને ગુરુવારે સ્વસ્થ હોવા અંગેનુ પ્રમાણ પત્ર મળ્યુ છે. જેના થી શુક્રવાર થી ટોક્યો ઓલિમ્પિકમાં શુક્રવાર થી ભાગ લેવા માટેની મહત્વની પાત્રતતા પુર્ણ કરી લીધી છે.

  • 29 Jul 2021 01:35 PM (IST)

    મેરીકોમ હશે એકશનમાં

    ભારતની મેડલ માટે પ્રબળ દાવેદાર એમસી મેરીકોમ વર્ષ 2016 રિયો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડલીસ્ટ ઇંગ્રીટ વેલેંસિયાનો સામનો કરશે. આ મેચ સાંજે સાડા ત્રણ વાગ્યે શરુ થશે. આ મેચને જીતવા સાથે જ મેરીકોમ મેડલ પાક્કો કરી લેશે.

  • 29 Jul 2021 01:34 PM (IST)

    રોઇંગ- ભારતનુ અત્યાર સુધીનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન

  • 29 Jul 2021 01:33 PM (IST)

    સેલિંગ- નેત્રા કુમાનન આઠમી રેસ બાદ 31માં સ્થાન પર

    સેલિંગ ની મહિલા વન પર્સન ડિંગી ની આઠમી રેસ સમાપ્ત થઇ ચુકી છે. ભારતની નેત્રા આઠમી રેસમાં 20મા સ્થાને રહી હતી. તે ઓવર ઓલ હવે 31 મા સ્થાન પર પહોંચી છે.

  • 29 Jul 2021 12:33 PM (IST)

    ભારતના દીક્ષા ડાગરે કર્યુ ક્વોલિફાઇ

    ભારતીય ગોલ્ફર દીક્ષા ડાગરને ટોક્યો ઓલિમ્પિક રમવા માટે બોલાવાયા છે. સાઉથ આફ્રીકાના પૉલો રેટોને હટ્યા બાજ ઓસ્ટ્રિયાને આ મોકો મળ્યો હતો. પરંતુ તેમણે આ મોકો લેવાની ના પાડી દીધી. આ કારણે જ ભારતની દીક્ષાને આ મોકો આપવામાં આવ્યો.

  • 29 Jul 2021 12:12 PM (IST)

    હૉકી – સાઉથ આફ્રીકાએ કર્યો મોટો ઉલટફેર

    પૂલ બીની રોમાંચક મેચમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. સાઉથ આફ્રીકાએ જર્મનીને 4-3થી હરાવી દીધુ છે. સાથે જ આ ગ્રુપની એક અન્ય મેચમાં ગ્રેટ બ્રિટન અને નેધરલેન્ડનો મુકાબલો 2-2થી ડ્રો રહ્યો.

  • 29 Jul 2021 11:38 AM (IST)

    સેલિંગ – ભારતના નેત્રા કુમાનન સાતમી રેસમાં 22માં સ્થાન પર રહ્યા

    મહિલા વન પર્સન ડિંગી લેજર રૈડિયાલમાં નેત્રા કુમાનન સાતમી રેસમાં 22માં સ્થાન પર રહ્યા. તેમનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન અત્યાર સુધી 15મુ સ્થાન રહ્યુ છે જે ત્રીજી રેસમાં મેળવ્યુ હતુ.

  • 29 Jul 2021 11:13 AM (IST)

    આર્ચરી –શૂટઑફ પર અતનુ દાસનુ નિવેદન

    અતનુ દાસે શૂટઑફ વિશે વાત કરતા કહ્યુ તે ખૂબ તણાવપૂર્ણ સમય હતો. મે ઘણા શૂટઑફ રમ્યા છે. હુ જાણતો હતો કે તેઓ પહેલા શૂટ કરશે અને આગળ 9 અંક લાવશે તો મારી પાસે જીતનો મોકો હશે. મે બસ ફોકસ જાળવી રાખવાની કોશિશ કરી અને મેચ જીતી ગયો.

  • 29 Jul 2021 10:57 AM (IST)

    આર્ચરી – અતનુ દાસ સામે હાર્યા બાદ ઓલિમ્પિક ચેમ્પિયનનુ નિવેદન

    અતનુ દાસને મળેલી હાર બાદ કોરિયાના ઓલિમ્પિક ચેમ્પિયન ખેલાડી ઓહ જિનહેકે કહ્યુ હુ મારા શરીર પર જોરદાર હવાની અનુભુતિ કરી રહ્યો હતો. જેના કારણ મને મુશ્કેલી થઇ રહી હતી. આ મુશ્કેલ મેચ હતી. મને નથી લાગતુ કે આજે હુ સારુ રમ્યો. હુ દુખી નથી મે એ બધુ જ કર્યુ જે હુ કરી શકતો હતો.

  • 29 Jul 2021 10:38 AM (IST)

    સ્વિફ 49erમાં ભારતીય જોડીનો કમાલ

    સ્વિફ 49erની છઠ્ઠી રેસમાં ભારતીય જોડી સાતમાં સ્થાન પર રહી. આ સાથે ગણપતિ કેલપાંડા અને વરુણ ઠક્કરની જોડીએ મળીને 17માં સ્થાન પર પહોંચી.કાલે બાકીની ત્રણ રેસ આયોજિત થશે.

  • 29 Jul 2021 10:36 AM (IST)

    મનુ ભાકરથી આશા

    મહિલાઓના 25મીટર પિસ્ટલ ઇવેન્ટ માટે આજે ક્વોલિફિકેશન પ્રિસિજન રાઉન્ડમાં ભારતના મનુ ભાકર 5માં નંબર પર રહ્યા. ભારતના રાહી સરનોબતે 25મુ સ્થાન મેળવ્યુ. હવે કાલે આનો રેપિડ ફાયર રાઉન્ડ શરુ થશે. ત્યારબાદ ટૉપ-8 નિશાનેબાજોનુ સિલેક્શન થશે.

  • 29 Jul 2021 09:56 AM (IST)

    સેલિંગ – સ્ફિક 49erની પાંચમી રેસ પૂર્ણ

    ગણપતિ કેલપાંડા અને વરુણ ઠક્કરની જોડી સ્ફિક 49erની પાંચમી રેસમાં 16માં સ્થાન પર રહ્યા. કુલ મળીને અત્યારે તેઓ 18માં સ્થાન પર છે. 12 રેસ બાદ ટૉપ10 ટીમે ગોલ્ડ મેડલ રેસમાં ભાગ લેશે.

  • 29 Jul 2021 09:40 AM (IST)

    આર્ચરી – અતનુ દાસ ક્વાર્ટરફાઇનલમાં ઓલિમ્પિક મેડલિસ્ટનો સામનો કરશે.

    અતનુ દાસનો ડ્રો નક્કી થઇ ગયો છે. ક્વાર્ટરફાઇનલમાં અતનુ દાસ જાપાનના ફુરુકાવા તાકાહારુનો સામનો કરશે. આ મેચ શનિવારે રમાશે.

  • 29 Jul 2021 09:15 AM (IST)

    બોક્સિંગ - સતીશ કુમાર પહોંચ્યા અંતિમ 8માં, મેડલથી એક પગલુ દૂર

    ભારત માટે આજનો દિવસ ઘણો સારો રહ્યો. બોક્સિંગમાં પણ ભારતને જીત મળી છે. બોક્સર સતીશ કુમારે 91 કિલોગ્રામ વર્ગના અંતિમ-16 મુકાબલામાં જમૈકાના રેકોર્ડ બ્રાઉનને મ્હાત આપી છે. તેમણે 4-1થી આ મુકાબલો જીત્યો છે. આ જીત સાથે સતિશ કુમાર અંતિમ 8માં પહોંચી ગયા છે. તેઓ મેડલ જીતવાથી હવે એક પગલુ દૂર છે.

  • 29 Jul 2021 09:03 AM (IST)

    બોક્સિંગ – સતીશ જીત્યા બીજો રાઉન્ડ

    સતીશ કુમારે બીજો રાઉન્ડ જીતી લીધો છે. તેઓએ 4-1થી આ રાઉન્ડ પોતાના નામે કર્યો છે. તેઓ જમૈકાના રેકોર્ડ બ્રાઉન કરતા આગળ ચાલી રહ્યા છે.

  • 29 Jul 2021 08:57 AM (IST)

    શૂટિંગ – પ્રીસિઝન રાઉન્ડ બાદ 5માં સ્થાન પર મનુ ભાકર

    મનુ ભાકરે પ્રીસિઝન રાઉન્ડમાં 292/300નો સ્કોર મેળવ્યો. ત્યારબાદ તેઓ પાંચમાં સ્થાન પર છે. જ્યારે રાહી સરનોબતથી આગળ નિકળી ગઇ છે. રાહી 287/300ના સ્કોર સાથે કુલ 18માં સ્થાન પર છે. રેપિડ ફાયર રાઉન્ડ આવતીકાલે થશે. ત્યારબાદ ફાઇનલિસ્ટનો નિર્ણય થશે.

  • 29 Jul 2021 08:41 AM (IST)

    તીરંદાજ અતનુ દાસે ઓલિમ્પિક ચેમ્પિયનને આપી મ્હાત અંતિમ 8માં પહોંચ્યા

    તીરંદાજ અતનુદાસ  ટોક્યો ઓલિમ્પિકમાં મેડલ જીતવાની ખૂબ નજીક પહોંચી ગયા છે.તેમણે વ્ય્કતિગત અંતિમ 8માં જગ્યા મેળવી લીધી છે. અતનુએ અંતિમ 16ના મુકાબલામાં કોરિયાના દિગ્ગજ તીરંદાજ જિન્યેક ઓહને મ્હાત આપી છે.

  • 29 Jul 2021 08:26 AM (IST)

    તીરંદાજ અતનુ 1-3થી પાછળ,બીજો સેટ રહ્યો ટાઇ

    બીજો સેટ 27 અંક સાથે ટાઇ રહ્યો.બંને ખેલાડીઓને 1-1 અંક મળ્યો. જો કે કોરિયન ખેલાડી હજી પણ 3-1 આગળ છે.

    બીજો સેટ

    ઓહ જિનહેક- 9-10-8

    અતનુ દાસ – 9-9-9

  • 29 Jul 2021 08:17 AM (IST)

    તીરંદાજ અતનુ દાસનો મુકાબલો થયો શરુ

    તીરંદાજ અતનુ દાસનો મુકાબલો શરુ થઇ ગયો છે. તેઓ અંતિમ 16 મુકાબલો રમી રહ્યા છે. તેમનો સામનો કોરિયાના જિન્યેક ઓહ સામે છે.

  • 29 Jul 2021 08:13 AM (IST)

    શૂટિંગ – મનુ ભાકરનો રાઉન્ડ શરુ

    25મીટર એર પિસ્ટલમાં મનુ ભાકર ત્રીજા રિલેમાં છે અને હવે તેમની રમત શરુ થઇ ચૂકી છે. રાહી પહેલા જ પ્રીશિઝન રાઉન્ડ પૂર્ણ કરી ચૂક્યા છે.

  • 29 Jul 2021 08:05 AM (IST)

    કોરિયાના તીરંદાજ સાથે અતનુનો હવે પછીનો મુકાબલો

    તીરંદાજ અતનુ દાસનો હવે પછીનો મુકાબલો અંતિમ 16માં જિન્યેક ઓહ સાથે થશે. અતનુએ રાઉન્ડ ઑફ 32ના મુકાબલામાં ચીની તાઇપે દેંગ યૂ તેંગને 6-4થી હરાવ્યુ હતુ.

  • 29 Jul 2021 08:02 AM (IST)

    ભારતના અત્યાર સુધીના પરિણામ

    ભારતીય પુરુષ હૉકી ટીમે ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ અર્જેન્ટિનાને 3-1થી હરાવ્યુ

    પીવી સિંધુએ ડેનમાર્કની ખેલાડીને મ્હાત આપી ક્વાર્ટરફાઇનલમાં જગ્યા બનાવી

    અતનુ દાસે વ્યક્તિગત ઇવેન્ટમાં ચીનના તાઇપે ખેલાડીએ રાઉન્ડ ઑફ 64માં 6-4 મ્હાત આપી.

  • 29 Jul 2021 07:55 AM (IST)

    તીરંદાજ અતનુ દાસ અંતિમ 16માં પહોંચ્યા

    ભારતના તીરંદાજ અતનુ દાસે પુરુષ વ્યક્તિગત અંતિમ 32 મુકાબલો જીતી લીધો છે. તેમણે ચીનના ખેલાડીને 6-4થી મ્હાત આપી છે.

  • 29 Jul 2021 07:43 AM (IST)

    હૉકી - ભારતની પુરુષ હૉકી ટીમનુ પ્રદર્શન જોરદાર

    હૉકીમાં ભારતની પુરુષ ટીમે ખૂબ સારુ પ્રદર્શન કર્યુ છે. રિયો ઓલિમ્પિકના ચેમ્પિયન અર્જેન્ટીનાને 3-1થી હરાવી દીધુ છે. ભારત તરફથી વરુણ કુમાર, વિવેક સાગર પ્રસાદ અને હરમનપ્રીત સિંહે ગોલ કર્યો. ભારતીય ટીમની ઓલિમ્પિકમાં આ ત્રીજી જીત છે. આ પહેલા ભારતે સ્પેન  અને ન્યૂઝીલેન્ડ સામે જીત મેળવી હતી.

  • 29 Jul 2021 07:30 AM (IST)

    સાચો સાબિત થયો ભારતનો રેફરલ

    51 મિનિટમાં અર્જેન્ટીનાને પેનલ્ટી કોર્નર આપવામાં આવ્યો. પરંતુ ભારતે તેના સામે રેફરલ લીધો અને ભારત સાચુ સાબિત થયુ અને અર્જેન્ટીનાને આ કોર્નર ન અપાયો. ભારતે આ મેચમાં બે વીડિયો રેફરલ લીધા અને બંને સાચા સાબિત થયા.

  • 29 Jul 2021 07:17 AM (IST)

    હૉકી – વરુણે કર્યો પહેલો ગોલ

    42 મિનિટમાં ભારતે પેનલ્ટી કોર્નર માટે અપીલ કરી અને ભારતને તે મળી ગયુ. આ વખતે વરુણે આ કોર્નરનો ફાયદો ઉઠાવ્યો અને મેચનો પહેલો ગોલ કર્યો. 45મિનિટમાં ફરી ટીમને એક વધારે પેનલ્ટી કોર્નર મળ્યો. પરંતુ આ વખતે ગોલમાં ન ફેરવી શક્યા.

  • 29 Jul 2021 07:07 AM (IST)

    પીવી સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા

    પીવી સિંધુએ બીજી ગેમ 21-13થી સરળતાથી પોતાના નામે કરી અને માત્ર 41 મિનિટમાં આ મેચ જીતી લીધી. સિંધુ હવે ક્વાર્ટરફાઇનલમાં પહોંચી ચૂક્યા છે. 21-15,21-13થી મેચ જીતીને તેમણે પોતાને સાબિત કરી દીધા છે. પહેલી બે મેચની જેમ સિંધુને અહી પણ વધારે મહેનત કરવી ન પડી.

  • 29 Jul 2021 06:54 AM (IST)

    બેડમિન્ટન (Badminton) - પહેલી ગેમ સિંધુના નામે

    પીવી સિંધુએ ડેનમાર્કના મિયા બ્લિચફેલ્ટ સામે પહેલી ગેમ જીતી લીધી છે. તેમણે 21-15થી આ ગેમ પોતાના નામે કરી. તેઓ 1-0 થી આગળ થઇ ગયા છે. પહેલી ગેમ 22 મિનિટ સુધી ચાલી

  • 29 Jul 2021 06:37 AM (IST)

    બેડમિન્ટન (Badminton) -પીવી સિંધુએ મેળવી લીડ

    પીવી સિંધુએ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ સામે એટેકિંગ શૉટ લગાવી રહ્યા છે. સિંધૂ પૂરા ફોર્મમાં છે. પહેલી ગેમમાં તેઓ 13-10થી આગળ ચાલી રહ્યા છે

  • 29 Jul 2021 06:34 AM (IST)

    હૉકી- ભારત સતત કરી રહ્યુ છે એટેક

    ભારતે અત્યાર સુધી અનેક સારા મૂવ્સ બનાવ્યા પરંતુ અર્જેન્ટીનાએ તેને ગોલમાં પરિવર્તિત થવા ન દીધા. જો કે ટીમ સારુ પ્રદર્શન કરી રહી છે.

  • 29 Jul 2021 06:29 AM (IST)

    બેડમિન્ટન (Badminton) - પીવી સિંધુની મેચ શરુ

    પીવી સિંધુની મેચ શરુ થઇ ગઇ છે. તેમનો મુકાબલો અંતિમ 16માં ડેનમાર્કના મિયા બ્લિચફેલ્ટ સાથે થઇ રહ્યો છે. પહેલી ગેમમાં સિંધુ 5-3થી આગળ ચાલી રહ્યા છે.

  • 29 Jul 2021 06:26 AM (IST)

    શૂટિંગ -રાહી માટે સારી ન રહી ત્રીજી સીરીઝ

    શૂટર રાહી માટે ત્રીજી સીરીઝ સારી ન રહી. પહેલી 2 સીરીઝમાં સતત 10 અને 9 શૉટ લગાવ્યા. ત્રીજી સીરીઝમાં તેઓ 94નો સ્કોર  કરી શક્યા. તેઓ 7માં સ્થાન પર રહ્યા.

  • 29 Jul 2021 06:17 AM (IST)

    પુરુષ હૉકી ટીમની મેચ શરુ

    ભારતની પુરુષ હૉકી ટીમની મેચ શરુ થઇ ચૂકી છે. ભારતની ટીમનો મુકાબલો અર્જેન્ટીના સાથે થઇ રહ્યો છે.

  • 29 Jul 2021 06:11 AM (IST)

    શૂટિંગ(Shooting)- રાહી સરનોબતની સારી શરુઆત

    રાહી સરનોબતે સારી શરુઆત કરી છે. દુનિયાના બીજા નંબરના ખેલાડીએ 25 મીટર એર પિસ્ટલમાં સારી શરુઆત કરી છે. પહેલી સીરીઝ સમાપ્ત થઇ ગઇ છે. પહેલી સીરીઝ બાદ તેઓ ટૉપ 5માં રહ્યા. તેમણે 96 અંક મેળવ્યા.

  • 29 Jul 2021 06:06 AM (IST)

    શૂટિંગ- પહેલી સીરીઝમાં રાહીએ મેળવ્યા 96/100

    ખેલાડીઓને ચાર રિલેમાં વહેંચવામાં આવ્યા છે. જે એક-એક કલાકના અંતરાલ પર શૂટિંગ કરશે. જ્યાં રાહી સરનોબત પહેલી રિલેમાં છે. પોતાની પહેલી સીરીઝમાં તેમણે 100માંથી 96 અંક મેળવ્યા છે. જ્યારે મનુ પોતાની પહેલી સીરીઝ શૂટ કરી રહ્યા છે.

  • 29 Jul 2021 05:58 AM (IST)

    શૂટિંગ (Shooting) - આ છે 25 મીટર એર પિસ્ટલના નિયમ

    ક્વોલિફાઇંગ રાઉન્ડનુ પહેલુ સ્ટેજ હોય છે પ્રીસિજન, જેમાં ત્રણ સીરીઝના રાઉન્ડ હોય છે. ત્યારબાદ રેપિડ શૂટિંગના ત્રણ રાઉન્ડ હોય છે. અંતિમ આઠ ખેલાડી ફાઇનલમાં ભાગ લે છે. આજે માત્ર પ્રીસિજનનો રાઉન્ડ જ હશે.

  • 29 Jul 2021 05:53 AM (IST)

    ભારતની પુરુષ હૉકી ટીમ મેદાને ઉતરશે

    ભારતની પુરુષ હૉકી ટીમ પણ મેદાને ઉતરશે.તેમનો મુકાબલો અર્જેન્ટીના સાથે રહેશે. સવારે 6 વાગે મેચ શરુ થશે ભારતીય ટીમ આ ઓલિમ્પિકમાં સારુ પ્રદર્શન કરી રહી છે.

  • 29 Jul 2021 05:45 AM (IST)

    રાહી સરનોબત અને મનુ ભાકરનો મુકાબલો ચાલુ

    નિશાનેબાજીમાં ભારતનો મુકાબલો ચાલુ છે.ભારત તરફથી રાહી સરનોબત અને મનુ ભાકર મહિલાઓના 25મીટર પિસ્ટલ ક્વોલિફિકેશનમાં સામેલ થઇ રહ્યા છે. આ ક્વોલિફિકેશન રાઉન્ડ છે અને ફાઇનલમાં પહોંચવા માટે રાહી સરનોબત અને મનુ ભાકરને ટૉપ 8માં રહેવુ પડશે.

  • 29 Jul 2021 05:37 AM (IST)

    ભારત માટે બુધવારનો દિવસ રહ્યો ઠીક-ઠાક

    ભારત માટે બુધવારનો દિવસ ઠીક-ઠાક રહ્યો,મહિલા હૉકી ટીમે હારનો સામનો કરવો પડ્યો ત્યારે દીપિકા કુમારી અને પીવી સિંધુ પોત-પોતાની ઇવેન્ટમાં આગળ વધ્યા.

  • 29 Jul 2021 05:30 AM (IST)

    ભારત માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ

    ભારત માટે આજનો દિવસ ઘણો મહત્વપૂર્ણ છે. આશા છે કે દેશ માટે બીજા મેડલની જે રાહ જોવાઇ રહી છે તે મનુ ભાકર પૂર્ણ કરી શકે છે.

Published On - Jul 29,2021 5:09 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">