Tokyo Olympics 2020 Highlight : બેડમિન્ટનમાં મોટો ઉલટફેર, વિશ્વ નંબર 1 જાપાનનો કેન્ટો મોમોતા બહાર થયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2021 | 7:18 PM

Tokyo Olympics 2020 Highlight : ભારતના બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુની સતત બીજી જીત થઇ છે આ સાથે તેઓ નૉકઆઉટમાં પહોંચ્યા છે.

Tokyo Olympics 2020 Highlight : બેડમિન્ટનમાં મોટો ઉલટફેર, વિશ્વ નંબર 1 જાપાનનો કેન્ટો મોમોતા બહાર થયો
Pooja-Rani-Boxer

ભારતનો  ઓલિમ્પિકમાં આજે છઠ્ઠો દિવસ છે. વેટલિફટિંગમાં મીરાબાઇ ચાનૂને (Mirabai Chanu) સિલ્વર (Silver Medal) બાદ બીજા મેડલની રાહ જોવાઇ રહી છે.શૂટિંગમાં દેશને મેડલની આશા હતી પરંતુ તે પૂર્ણ ન થઇ શકી. આજે અનેક સ્ટાર ખેલાડી એક્શનમાં હશે. .

આપને જણાવી દઇકે ભારતીય મહિલા હૉકી ટીમ 4-1થી મેચ હારી છે. ગ્રેટ બ્રિટનની ટીમે ભારતીય મહિલા હૉકી ટીમને હાર આપી.

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં એક વધારે પડાવ પાર કરી લીધો છે. તેમણે આજના મુકાબલામાં હોંગકોંગના ચીયૂંગ નગન યીને 2-0થી  હરાવી દીધા છે. સિંધુએ પહેલી ગેમ 21-9થી જીતી.  અને બીજી ગેમ 21-16થી જીતી. સિંધુની આ બીજી જીત છે તેઓ હવે નૉકઆઉટમાં પહોંચી ગયા છે.

આર્ચરીમાં તરુણદીપની સફર પૂર્ણ થઇ ગઇ છે. તેઓ રાઉન્ડ ઑફ 32ના મુકાબલામાં હારી ગયા છે. તેમની મેચ ઇઝરાયલના ઇટ શૈની સાથે હતો.શૈનીએ 10 સ્કોર કરી પુરુષ વ્ય્ક્તિગત રાઉન્ડ ઑફ 32ની આ મેચ પોતાને નામ કરી.

આર્ચરીમાં મેડલની આશા જીવંત. પ્રવીણ જાધવ અંતિમ 16માં પહોંચી ગયા છે. તેમણે રુસ ઓલિમ્પિક સમિતિના Bazarzhapov Galsan 6-0થી હરાવી દીધા છે.જાધવની ઓલિમ્પિકનો રાઉન્ડ ઓફ 32ની સાથે જાધવની ઓલિમ્પિકની સફર પૂર્ણ થઈ છે. જાધવે પોતાના પ્રથમ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે સૌથી વધુ પ્રભાવશાળી નિશાનેબાજ રહ્યો છે. તમામ સંધર્ષોની સાથે આ સ્તર પર તેમનું આ પ્રદર્શન પોતાના માટે એક ઉદાહરણ છે.

ભારતીય દીકરીઓનું શાનદાર પ્રદર્શન પીવી સિંધુ,પુજા રાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ, તીરંદાજીમાં દિપીકાની જીતી થઈ છે.બેઈજિંગ ઓલિમ્પિક-2008માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતના બોકસર વિજેન્દ્રર સિંહે મહિલા બોક્સર પુજા રાનીના વખાણ કર્યા હતા. જેમણે આજે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પુજા રાની મેડલથી એક ડગલું દુર છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Jul 2021 06:43 PM (IST)

    બેડમિન્ટનમાં મોટો ઉલટફેર, કેન્ટો મોમોતા બહાર

    ટોક્યો ઓલિમ્પિકમાં એક મોટો આશ્વર્યજનક ઉલટફેર સર્જાયો છેય. યજમાન જાપાન માટે કોર્ટ થી એક વધુ એક નિરાશાજનક સમાચાર આવ્યા છે. બેડમિન્ટમાં વિશ્વ નંબર વન પુરુષ ખેલાડી કેન્ટો મોમોતા ઓલિમ્પિકથી બહાર થઇ ગયો હતો. ઉન્હે ગૃપ સ્ટેજમાં સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે.

    મોમોતા ને દક્ષિણ કોરિયાના ક્વાનધી હિયો એ ખૂબ જ સરળતાથી 2-0 થી હરાવ્યા. મોમોતા એક પણ ગેમ જીતી નહોતો શક્યો અને 15-21, 19-21 થી હારીને બહાર થઇ ગયો હતો.

  • 28 Jul 2021 05:00 PM (IST)

    Tokyo Olympics 2020 live : સેલિંગમાં ભારતીય જોડીનું 18મું સ્થાન

    સેલરના ગણપતિ અને વરુણ ઠક્કરની ભારતીય જોડી પુરુષની સ્કિફ 49 સેલિંગ સ્પર્ધાની 4 રેસ બાદ 18મા સ્થાન પર રહી છે.

  • 28 Jul 2021 04:18 PM (IST)

    Tokyo Olympics 2020 live : ટેનિસની ક્વાર્ટર ફાઈનલમાં પહોચ્યો નોવાક જોકોવિચ

    સર્બિયાના પુરુષ ટેનિસ ખેલાડી જોકોવિચે ટોક્યો ઓલિમ્પિક 2020માં પુરુષ સિંગલની કેટેગરીમાં ફાઈનલમાં જગ્યા બનાવી છે. જોકોવિચે સ્પેનના એલજાન્ડ્રો ફોફિનાને સીધા સેટમાં 6-3,6-1થી અંતિમ 8માં સ્થાન મેળવ્યું છે.

  • 28 Jul 2021 04:10 PM (IST)

    Tokyo Olympics 2020 live : બોક્સર વિજેન્દ્ર સિંહે પુજા રાનીના વખાણ કર્યા

    બેઈજિંગ ઓલિમ્પિક-2008માં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતના બોકસર વિજેન્દ્રર સિંહે મહિલા બોક્સર પુજા રાનીના વખાણ કર્યા હતા. જેમણે આજે ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન મેળવ્યું છે. પુજા રાની મેડલથી એક ડગલું દુર છે.

  • 28 Jul 2021 04:06 PM (IST)

    Tokyo Olympics 2020 live : બેડમિન્ટનમાં બીજા સેટમાં પ્રણીતને હાર મળી

    બેડમિન્ટનમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતુ પુરુષ સિંગલ કેટેગરીના ગ્રુપ ડીની મેચમાં ભારતની બી. સાંઈ. પ્રણીતને નેધરલેન્ડના માર્ક કાઉલજોવે 21-14, 21-14થી હાર આપી હતી.

  • 28 Jul 2021 03:52 PM (IST)

    Tokyo Olympics 2020 live : બી.સાઇ.પ્રણીત બીજા સેટમાં પાછળ ચાલી રહ્યો છે.

    પ્રથમ સેટ હાર્યા બાદ બીજા સેટમાં બી.સાંઈ.પ્રણીત પાછળ ચાલી રહ્યો છે નેધરલેન્ડના ખેલાડીએ પ્રણીત પર 14-11 લીડ મેળવી છે

  • 28 Jul 2021 03:24 PM (IST)

    Tokyo Olympics 2020 live : તીરંદાજીમાં દીપિકાએ જીત્યો મેચ

    દીપિકા કુમારીએ બીજા રાઉન્ડની મેચમાં અમેરિકાની ફર્નાન્ડીઝને 6-4થી હરા આપી છે. મેચ ખૂબ જ રોમાંચક થયો હતો. દીપિકા પ્રથમ મેચમાં હારી હતી પરંતુ તે પછી તેણે શાનદાર પ્રદર્શન કરી સતત બે સેટ જીત્યા અને પછીનો સેટ હારી હતી, ફરી એક સેટ દીપિકાએ પોતાને નામ કરી જીત મેળવી છે.

  • 28 Jul 2021 03:13 PM (IST)

    Tokyo Olympics 2020 live : ચોથા સેટમાં હારી દીપિકા

    બીજો સેટ જીત્યા બાદ દિપીકા કુમારી ચોથો સેટમાં હારી છે. ચોથા સેટમાં દીપિકાએ 9,6 ની સાથે 15નો સ્કોર કર્યો અને ફર્નાન્ડીઝ 9,8ના નિશાન સાથે 17નો સ્કોર કર્યો સ્કોર 4-4 બરાબર રહ્યો

  • 28 Jul 2021 03:11 PM (IST)

    Tokyo Olympics 2020 live : બેડમિન્ટન પ્રથમ ગેમ 14-21 સાઈ પ્રણીત હાર્યો

    બી સાઈ પ્રણીત પ્રથમ મેચ 14-21થી હારી ગયો હતો. 19 મિનિટ સુધી ચાલેલી પ્રથમ રમતમાં હાર્યા બાદ પ્રણીત 0-1થી હાર્યો

  • 28 Jul 2021 02:58 PM (IST)

    તીરંદાજીઃ દિપીકાનો સામનો અમરિકાની જેનિફર થી થશે

    દિપીકા કુમારી રાઉન્ડ ઓફ 32માં અમેરિકાની 18 વર્ષીય જેનિફર ફર્નાડેઝનો સામનો કરશે. પ્રથમ મેચના પ્રદર્શન બાદ દિપીકા પર શ્રેષ્ઠ કરવાનુ દબાણ રહેશે. 

  • 28 Jul 2021 02:55 PM (IST)

    બોક્સિંગઃ પૂજા રાનીના નામે થયો પ્રથમ રાઉન્ડ

    પૂજા રાનીએ ખૂબ સ્માર્ટ રમત દર્શાવી છે. તે પોતાના વિરોધીને પોતાના નજીક આવવા દઇ રહી છે. અને બાદમાં તેની પર એટેક કરી રહી છે. પ્રથમ રાઉન્ડ પૂજાના નામે રહ્યો છે.

  • 28 Jul 2021 02:47 PM (IST)

    બોક્સિંગઃ પૂજા રાનીની ટક્કર થોડીક જ વારમાં શરુ થશે.

    પૂજા રાની મીડલવેટ માં રિંગમાં ઉતરી છે. રાઉન્ડ ઓફ 16 ની મેચમાં તે અલઝેરીયાની બોક્સરનો સામનો કરનારી છે.

  • 28 Jul 2021 02:46 PM (IST)

    બેડમિન્ટનઃ બી સાંઇ પ્રણીત ની મેચ શરુ

    ભારતના બી સાંઇ પ્રણીત ગૃપ સ્તરના બીજી મેચમાં ઉતર્યા છે. જોકે પ્રણીત આગળના રાઉન્ડની રેસમાંથી અગાઉ થી જ બહાર થઇ ચુક્યો છે.

  • 28 Jul 2021 02:32 PM (IST)

    તીરંદાજીઃ દિપીકા કુમારીએ 6-0 થી જીતી લીધો રાઉન્ડ ઓફ 64 મુકાબલો

    અંતિમ બંને સેટમાં બંને એ એક એક 10 નો સ્કોર હાંસલ કર્યો હતો. જોકે જીત દિપીકાના નામે રહી હતી. તેણે 6-0 થી આ મેચને જીતી લીધી હતી.

    દિપીકા 9-10-08

    કરમા 6-8-10

  • 28 Jul 2021 01:59 PM (IST)

    Tokyo Olympics 2020 live : પુજા રાની આજે રિંગમાં ઉતરશે

    દીપિકા કુમારી સિવાય આજે બોક્સિંગમાં ભારતની પુજા રાની રિંગમાં ઉતરશે. આ મુકાબલો 2 : 30 કલાકે શરુ થશે.

  • 28 Jul 2021 01:46 PM (IST)

    Tokyo Olympics 2020 live : પ્રવીણ જાધવે પોતાના પ્રથમ ઓલિમ્પિકમાં સૌને પ્રભાવિત કર્યા છે

    જાધવની ઓલિમ્પિકનો રાઉન્ડ ઓફ 32ની સાથે જાધવની ઓલિમ્પિકની સફર પૂર્ણ થઈ છે. જાધવે પોતાના પ્રથમ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તે સૌથી વધુ પ્રભાવશાળી નિશાનેબાજ રહ્યો છે. તમામ સંધર્ષોની સાથે આ સ્તર પર તેમનું આ પ્રદર્શન પોતાના માટે એક ઉદાહરણ છે.

  • 28 Jul 2021 01:34 PM (IST)

    Tokyo Olympics 2020 live : આર્ચરીમાં અંતિમ સેટ પણ જાધવ હાર્યો

    રાઉન્ડ ઓફ 32નો મુકાબલો 0-6થી હાર્યો પ્રવીણ જાધવ

    ત્રીજા સેટનો સ્કોર

    જાધવ – 8-8-7 – 23 બ્રેડિ – 8-9-9 – 26

  • 28 Jul 2021 01:32 PM (IST)

    Tokyo Olympics 2020 live : જાધવ પ્રથમ સેટ હાર્યો

    આર્ચરીના પ્રથમ સેટમાં જાધવ હાર્યો,પ્રથમ સેટમાં બ્રેડિએ પોતાને નામ કર્યો અને2-0થી લીડ મેળવી હતી

    બ્રેડિ – 9-10-9 – 28 જાધવ – 9-8-10 – 27

  • 28 Jul 2021 01:21 PM (IST)

    આર્ચરી – વર્લ્ડ નંબર 1નો સામનો કરશે પ્રવીણ

    પ્રવીણ જાધવનો મુકાબલો હવે વર્લ્ડ નંબર વન બ્રૈડી એલિસન સાથે થશે. અમેરિકાના એલિસને  પોતાના મુકાબલામાં 6-0થી જીત મેળવી છે. આના પહેલાના રાઉન્ડમાં જાધવે વર્લ્ડ નંબર 2ને મ્હાત આપી  હતી.

  • 28 Jul 2021 01:15 PM (IST)

    પ્રવીણ જાધવની પ્રેરણાદાયી કહાની

    પ્રવીણે ટોક્યો આવતા પહેલા પીએમ મોદી સાથે પોતાના સંઘર્ષ વાત કરી હતી અને કહ્યુ મારા ઘરની આર્થિક સ્થિતિ સારી નથી. મને ખબર હતી કે ઘરે જઇને મારે મજૂરી કરવી પડશે તો એનાથી સારુ હુ અહીં મહેનત કરવાનું છે એટલે હુ આ રમતમાં લાગેલો રહ્યો. જ્યાં મને લાગતુ હતુ કે અહીં થોડુ વધારે મુશ્કેલ થશે તો વિચારતો હતો કે જો હાર માની જઇશ તો અત્યાર સુધી જે કર્યુ બધુ જ પૂર્ણ થઇ જશે. એનાથી સારુ કે વધારે કોશિશ કરુ.

  • 28 Jul 2021 12:57 PM (IST)

    આર્ચરી- ભારતના પ્રવીણ જાધવે 6-0થી મુકાબલો જીત્યો

    આર્ચરીમાં મેડલની આશા . પ્રવીણ જાધવ અંતિમ 16માં પહોંચી ગયા છે. તેમણે રુસ ઓલિમ્પિક સમિતિના Bazarzhapov Galsan 6-0થી હરાવી દીધા છે.

  • 28 Jul 2021 12:40 PM (IST)

    આર્ચરી - પ્રવીણ જાધવ પહેલા સેટ બાદ આગળ

    પ્રવીણ જાધવે પહેલા સેટમાં લીડ મેળવી તેમનો સ્કોર 29 રહ્યો. Bazarzhapov Galsan 27 સ્કોર જ કરી શક્યા. જાધવ 2-0થી આગળ થઇ ગયા છે.

  • 28 Jul 2021 12:06 PM (IST)

    ટેનિસ – દાનિલ મેદવેદેવે આપી ફાબિયોને મ્હાત

    વર્લ્ડ નંબર થ્રી ખેલાડી દાનિલ મેદવેદેવ(ROC)એ ઇટલીના ફોબિયો ફોગનિનિને ત્રીજા રાઉન્ડના મુકાબલામાં 6-2,3-6,6-2થી મ્હાત આપી છે.

  • 28 Jul 2021 11:50 AM (IST)

    સેલિંગ – પુરુષ સ્ફિક 49 er

    ભારતના ગણપતિ કેલપાંડા અને વરુણ ઠક્કર ચોથી રેસમાં 19માં સ્થાન પર રહ્યા. હવે કુલમળીને તેઓ 18માં સ્થાન પર પહોંચી ગયા છે. કુલ 12 રેસ થવાની છે. જેમાં આઠ રેસ થઇ ચૂકી છે. હવેની બે રેસ કાલે થશે.

  • 28 Jul 2021 11:13 AM (IST)

    ભારતના હવે પછીના મુકાબલા

    આર્ચરી- પુરુષ વ્યક્તિગત -1/32 – પ્રવીણ જાધવ- બપોરે 12:30 વાગે

    આર્ચરી – મહિલા વ્યક્તિગત – 1/32 –દીપિકા કુમારી – બપોરે 14:14 વાગે

    બેડમિન્ટન-પુરુષ સિંગલ્સ-ગ્રુપ સ્ટેજ – બી સાઇ પ્રણીત – બપોરે -14:30 વાગે

    બોક્સિંગ – મહિલા મીડિલ વેટ – રાઉન્ડ ઑફ 16 – પૂજા રાની – બપોરે 01:33 વાગે

  • 28 Jul 2021 10:53 AM (IST)

    અત્યાર સુધી ઓલિમ્પિકમાં ભારતના પરિણામ

    ભારતીય મહિલા હૉકી ટીમને ગ્રુપ સ્ટેજના ત્રીજા મુકાબલામાં ગ્રેટ બ્રિટેને 4-1થી મ્હાત આપી છે.

    પીવી સિંધુ ગ્રુપ સ્ટેજના બીજા મુકાબલામાં જીત્યા છે. હોંગકોંગના ખેલાડીએ 21-9, 21-16થી મ્હાત આપી નૉકઆઉટમાં પહોંચ્યા.

    આર્ચરી – રાઉન્ડ ઑફ 64માં તરુણદીપ રૉય 6-4થી જીત્યા હતા, જો કે ત્યારબાદ પછીના રાઉન્ડમાં તેઓ શૂટ ઑફમાં હારી ગયા

    રોઇંગમાં અરવિંદ સિંહ અને અર્જુન લાલ બીજા સેમીફાઇનલમાં છેલ્લા સ્થાન પર રહ્યા.

  • 28 Jul 2021 10:37 AM (IST)

    સેલિંગ -49er ઇવેન્ટ રેસ શરુ

    વરુણ અને ગણપતિની જોડીની ચોથી રેસ શરુ થઇ ગઇ છે. તેઓ અત્યારે 18માં સ્થાન પર છે. આ ચોથી રેસ આજની છેલ્લી રેસ હશે.

  • 28 Jul 2021 10:25 AM (IST)

    બેડમિન્ટન - ભારતના પીવી સિંધુ ડેનમાર્કના ખેલાડીનો સામનો કરશે.

    ભારતના પીવી સિંધુ પોતાની આગામી મેચમાં મિઆ બ્લિકફેડલટનો સામનો કરશે.મિઆ ડેનમાર્કના ખેલાડી છે.

  • 28 Jul 2021 10:12 AM (IST)

    જીત બાદ પીવી સિંધુનુ નિવેદન

    પીવી સિંધુએ મેચ બાદ કહ્યુ કે મને મારી રિધમ મળી. હુ ઘણી ઝડપ વાળી રમત હતી. મે ઘણી ભૂલો પણ કરી. આ મેચ કોઇપણ મોટા મુકાબલા પહેલા ટેસ્ટ જેવુ છે. તેમણે કહ્યુ કોરોનાના કારણે સ્થિતિ બધા માટે એક જેવી છે.

  • 28 Jul 2021 10:04 AM (IST)

    આર્ચરી (Archery) – દીપિકા કુમારી પર હશે નજર

    આજના દિવસે ફેન્સની નજર દીપિકા કુમારી (Deepika Kumari) પર હશે. દેશના નંબર વન તીરંદાજ આજે વ્યક્તિગત રાઉન્ડમાં ઉતરશે. દીપિકા ઘણા સારા ફોર્મમાં છે. અને મેડલના દાવેદાર માનવામાં આવે છે. ત્રીજી વાર ઓલિમ્પિકમાં પહોંચેલા દીપિકા આ વખતે ભૂતાનના કરમાનો સામનો કરશે.

  • 28 Jul 2021 09:52 AM (IST)

    સેલિંગ – પુરુષ સ્ફિક 49er (રેસ-2)

    ભારતના ગણપતિ કેલપાંડા અને વરુણ ઠક્કર બીજી રેસમાં 18માં સ્થાન પર રહ્યા. તેમનુ ઑવરઓલ રેન્કિંગ 18 જ છે. હજી આ જોડીને બીજી 10 રેસમાં ભાગ લેવાનો છે. ત્યારબાદ ટૉપ 10 ખેલાડી મેડલ રેસમાં ભાગ લેશે.

  • 28 Jul 2021 09:29 AM (IST)

    સ્વીમિંગ – કૈટી લેડેકીએ જીત્યો ઐતિહાસિક ગોલ્ડ

    અમેરિકાની દિગ્ગજ કૈટી લેડેકીએ ટોક્યો ઓલિમ્પિકમાં પોતાની પહેલી મેચ જીતી લીધી છે. તેમણએ 1500મીટર ફ્રીસ્ટાઇલનો પહેલો ગોલ્ડ જીત્યો છે. ઓલિમ્પિકમાં પહેલીવાર 1500 મીટરને સામેલ કરવામાં આવ્યુ છે.

  • 28 Jul 2021 09:24 AM (IST)

    ભારતના હવે પછીના મુકાબલા

    આર્ચરી-  બપોરે 12:30 વાગે પ્રવીણ જાધવ , પુરુષ અંતિમ 32 વર્ગ

    આર્ચરી – 2:14 વાગે દીપિકા કુમારી , મહિલા અંતિમ 32 વર્ગ

    બેડમિન્ટન – બપોરે 2:33 વાગે બી સાઇ પ્રણીત, પુરુષ એકલ ગ્રુપ ચરણ

    બોક્સિંગ – બપોરે 2:33 વાગે પૂજા રાણી, મહિલા 75કિગ્રા વર્ગ , અંતિમ 16 વર્ગ

  • 28 Jul 2021 09:08 AM (IST)

    આર્ચરીમાં તરુણદીપની સફર પૂર્ણ

    આર્ચરીમાં તરુણદીપની સફર પૂર્ણ થઇ ગઇ છે. તેઓ રાઉન્ડ ઑફ 32ના મુકાબલામાં હારી ગયા છે. તેમની મેચ ઇઝરાયલના ઇટ શૈની સાથે હતો.શૈનીએ 10 સ્કોર કરી પુરુષ વ્ય્ક્તિગત રાઉન્ડ ઑફ 32ની આ મેચ પોતાને નામ કરી.

  • 28 Jul 2021 08:49 AM (IST)

    રોઇંગમાં ભારત ન જીતી શક્યુ મેડલ

    રોઇંગમાં ભારતને નિરાશા મળી  છે. ભારત પાસે મેડલ જીતવાનો મોકો હતો પરંતુ તે ચૂકી ગયા. અર્જુનલાલ અને અરવિંદ પુરુષ ડબલ સ્કલ્સ સેમિફાઇનલમાં એ/બી 2 માં હારી ગયા. તે છેલ્લા સ્થાન પર રહ્યા. આમાં 6 જોડી ભાગ લઇ રહી છે. જેમાં ટૉપ 3માં રહેનારી જોડી ફાઇનલમાં પહોંચશે.

  • 28 Jul 2021 08:40 AM (IST)

    બેડમિન્ટન (Badminton) - સતત બીજી મેચ જીતી સિંધુ પહોંચ્યા નૉકઆઉટમાં

    બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં એક વધારે પડાવ પાર કરી લીધો છે. તેમણે આજના મુકાબલામાં હોંગકોંગના ચીયૂંગ નગન યીને 2-0થી  હરાવી દીધા છે. સિંધુએ પહેલી ગેમ 21-9થી જીતી.  અને બીજી ગેમ 21-16થી જીતી. સિંધુની આ બીજી જીત છે તેઓ હવે નૉકઆઉટમાં પહોંચી ગયા છે.

  • 28 Jul 2021 08:30 AM (IST)

    બેડમિન્ટન (Badminton) - પીવી સિંધુ આગળ

    પીવી સિંધુ હોંગકોંગની ચીયૂંગ નગનથી આગળ ચાલી રહ્યા છે. તેમણે પહેલી ગેમ 21-9થી જીતી છે. આ ગેમ 15મિનિટ સુધી ચાલી. બીજી ગેમમાં સિંધુ સારુ રમી રહ્યા છે. તેઓ 12-11થી આગળ છે.

  • 28 Jul 2021 08:28 AM (IST)

    આર્ચરીમાં તરુણદીપ 6-4થી મેળવી જીત

    આર્ચરીમાં તરુણદીપ રાયે પુરુષ અંતિમ 32 વર્ગના મુકાબલામાં યુક્રેનના હનબિન ઓલેસ્કીને હરાવી દીધા છે. અને 6-4થી જીત મેળવી છે

  • 28 Jul 2021 08:27 AM (IST)

    ભારતીય મહિલા હૉકી ટીમ 1-4થી મુકાબલો હારી

    ભારતીય મહિલા હૉકી ટીમ 1-4થી મુકાબલો હારી ગઇ છે. ગ્રેટ બ્રિટેને ભારતીય હૉકી ટીમને હરાવી

  • 28 Jul 2021 08:13 AM (IST)

    આર્ચરી (Archery) – તરુણદીપે 4-4થી બરાબરી કરી.

    બીજા સેટમાં બંને ખેલાડીઓએ 10-8-9 સ્કોર કર્યો. સેટ ટાઇ રહ્યો. ચોથો સેટ જીતીને તરુણદીપે સ્કોર 4-4 કર્યો.

  • 28 Jul 2021 08:07 AM (IST)

    હૉકી (Hockey) – ભારતને છેલ્લા ક્વાર્ટરમાં ત્રણ ગોલની જરુર

    ભારતને મેચ જીતવા માટે ચોથા ક્વાર્ટરમાં ત્રણ ગોલ કરવા પડશે. જ્યારે ગ્રેટ બ્રિટેન માત્ર ડિફેંસ કરશે તો પણ મેચ જીતી જશે.

  • 28 Jul 2021 08:03 AM (IST)

    આર્ચરી(Archery)- બીજા સેટ બાદ 1-3થી પાછળ તરુણદીપ

    આર્ચરી – 3-1થી પાછળ તરુણદીપ (પુરુષ વ્યક્તિગત,રાઉન્ડ ઑફ 64)

    પહેલો સેટ- બંને આર્ચરે 8-8-9 સ્કોર કર્યો. અને 1-1 અંક વહેંચ્યો

    બીજો સેટ – હનબિને બે 10S સાથે શરુઆત કરી અને 28 અંક મેળવ્.. જ્યારે તરુણદીપે 9-8-10 સ્કોર કર્યો.

  • 28 Jul 2021 07:46 AM (IST)

    હૉકી (Hockey) – સાતમાંથી માત્ર એ પેનલ્ટી કોર્નરને ભારત ગોલમાં બદલી શક્યુ

    ભારત માટે સૌથી મોટી મુશ્કેલી એ રહી કે તેમને સતત પેનલ્ટી કોર્નર મળી રહ્યા છે. પરંતુ તેઓ તેને ગોલમાં બદલી નથી શક્યા. અત્યાર સુધી ભારતને સાત પેનલ્ટી કોર્નર મળ્યા છે. પરંતુ તેઓ માત્ર એકને જ ગોલમાં બદલી શક્યા છે.

  • 28 Jul 2021 07:36 AM (IST)

    હૉકી (Hockey) – ત્રીજા ક્વાર્ટરની શરુઆતમાં જ ભારતે બે મોકા ગુમાવ્યા

    ત્રીજા ક્વાર્ટરની શરુઆતમાં જ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. દીપ ગ્રેસ એક્કાએ ફ્લિક કર્યો ગોલ તો ન થયો. પરંતુ ભારતને ફરી કોર્નર મળ્યો. જો કે ભારત આ વખતે ફરી નિષ્ફળ રહ્યુ અને કોર્નરને ગોલમાં ન બદલી શક્યુ.

  • 28 Jul 2021 07:28 AM (IST)

    હૉકી(Hockey) - પહેલા હાફ બાદ ભારત 1-2થી પાછળ

    પહેલા હાફ પૂર્ણ થઇ ચૂક્યો છે. ગ્રેટ બ્રિટેન 2-1થી આગળ છે. ભારત પહેલા ક્વાર્ટરમાં રાછળ હતુ પરંતુ બીજા ક્વાર્ટરમાં ગોલ સાથે સ્કોર 1-2 કર્યો

  • 28 Jul 2021 07:22 AM (IST)

    પેનલ્ટી કોર્નરને ગોલમાં ન બદલી શકી ભારતીય હૉકી ટીમ

    26 મિનિટમાં ભારતને બીજો પેનલ્ટી કોર્નર મળ્યો. ગ્રેટ બ્રિટેને રેફરલ લીધો. પરંતુ નિર્ણય ભારતના પક્ષમાં રહ્યો. જો કે તેઓ આને ગોલમાં બદલી ન શક્યા.

  • 28 Jul 2021 07:13 AM (IST)

    હૉકી (Hockey) – શર્મિલા દેવી એ કર્યો ભારતનો પહેલો ગોલ

    ગ્રેટ બ્રિટેનની ટીમને ગ્રીન કાર્ડ મળ્યુ ત્યારબાદ ભારતને પેનલ્ટી કોર્નર મળ્યો. ગુરજીત કૌરની જોરદાર ડ્રૈગ ફ્લિક ત્યારબાદ શર્મિલા દેવીએ ડિફલેક્શન સાથે ગોલમાં બદલ્યુ. ભારતનો પહેલો ગોલ.

  • 28 Jul 2021 07:03 AM (IST)

    હૉકી (Hockey) – પહેલા ક્વાર્ટરના અંતે 1-0થી આગળ ગ્રેટ બ્રિટેન

    પહેલા ક્વાર્ટરના અંતે ગ્રેટ બ્રિટેન 1-0થી આગળ છે. ગ્રેટ બ્રિટેને બીજી જ મિનિટમાં ગોલ કરીને શરુઆત કરી.

  • 28 Jul 2021 06:58 AM (IST)

    હૉકી (Hockey) - ભારત પેનલ્ટી કોર્નરને ગોલમાં રુપાંતરિત કરવામાં રહ્યુ નિષ્ફળ

    ભારતને 12મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો. ગુરજીત કૌરની જોરદાર ફ્લિક પરંતુ ગ્રેટ બ્રિટનની ગોલકીપર હિંચે તેને રોકી દીધો . તે બાદ બીજો કોર્નર મળ્યો ભારત આ વખતે પણ તેને ગોલમાં રુપાંતરિત કરવામાં નિષ્ફળ રહ્યુ.

  • 28 Jul 2021 06:46 AM (IST)

    ટોક્યો ઓલિમ્પિકમાં રોઇંગ ઇવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ

    ટોક્યો ઓલિમ્પિકમાં રોઇંગ ઇવેન્ટનો પહેલો ગોલ્ડ મેડલ રોમાનિયાના નામે રહ્યો. રોમાનિયાની બોડનર અને રેડિસની જોડીએ મહિલા ડબલ સ્કલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો. વર્ષ 1984ના ઓલિમ્પિક બાદ આ રોમાનિયાનો પહેલો ગોલ્ડ મેડલ છે.

  • 28 Jul 2021 06:43 AM (IST)

    ગ્રેટ બ્રિટનની ટીમનો ગોલ

    મેચની 75 સેકન્ડમાં જ ગ્રેટ બ્રિટનની ટીમે ગોલ કરીને ભારતને મુશ્કેલીમાં નાખી દીધુ છે.

  • 28 Jul 2021 06:32 AM (IST)

    બે મેચ હારી ચૂકી છે ભારતીય હૉકી ટીમ

    ભારતીય. હૉકી ટીમ માટે આજનો મુકાબલો ઘણો મહત્વપૂર્ણ છે. પહેલા નેધરલેન્ડ સામે 1-5થી હારી અને ત્યારબાદ જર્મનીએ પણ ભારતને 2-0થી હરાવ્યુ. બે મેચમાં હાર બાદ હૉકી ટીમને પોતાને રેસમાં જાળવી રાખવા ગ્રેટ બ્રિટનને હરાવવુ પડશે.

Published On - Jul 28,2021 6:43 PM

Follow Us:
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">