Tokyo Olympics 2020 Opening Ceremony Highlights: થોમલ બાખના પ્રવચન અને ઓલિમ્પિક એન્થમની સાથે પૂર્ણ થયો ઉદ્ધાટન સમારોહ

Tokyo Olympics 2020 Ceremony in 2021 highlights in gujarati : ઓલિમ્પિક ઉદ્ધાટન સમારોહમાં રમતપ્રેમીઓને ઉપસ્થિત રહેવાની પરવાનગી નહોતી. દરેક ટીમમાં માત્ર છ જ અધિકારીઓને આવવા માટેની પરવાનગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઓલિમ્પિક રમતની ઓપનિંગ સેરમનીનું સીધું પ્રસારણ નિહાળવાની સાથે, ભારતીય રમતવીરોને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.

 • Updated On - 9:07 pm, Fri, 23 July 21 Edited By: Bipin Prajapati
Tokyo Olympics 2020 Opening Ceremony Highlights: થોમલ બાખના પ્રવચન અને ઓલિમ્પિક એન્થમની સાથે પૂર્ણ થયો ઉદ્ધાટન સમારોહ
Tokyo Olympics 2020 Opening Ceremony Live

Tokyo Olympics 2020  : આજે એટલે કે શુક્રવારથી ટોકયો ઓલિમ્પિક 2020 (Tokyo Olympic-2020) ના ઉદ્ધાટન સમારોહની સાથે જ રોમાંચક રમતોત્સવનો પ્રારંભ થયો છે. કોરોનાને કારણે, પહેલીવાર ઉદ્ધાટન સમારોહમાં રમતપ્રેમીઓને ઉપસ્થિત રહેવા નથી દેવાયા. જ્યારે માર્ચ પાસ્ટમા પણ દરેક દેશની ટીમને બને એટલી નાની ટીમ રાખવી પડી હતી.

ભારત તરફથી માત્ર 25 સભ્યોની ટીમે ઉદ્ધાટન સમારોહમાં ભાગ લીધો હતો. જેમાં 19 ખેલાડી અને છ અધિકારીઓનો સમાવેશ થયો હતો. બોક્સિગ ચેમ્પિયન મેરીકોમ અને પુરૂશ હોકી ટીમના કેપ્ટન મનપ્રિતસિંહે ભારતીય ટીમના ધ્વજવાહક બન્યા હતા. માર્ચ પાસ્ટમાં ભારતને 21મા સ્થાને સ્થાન આપવામાં આવ્યુ હતું. યજમાન જાપાને બધાથી છેલ્લે પરેડ કરી. આઈઓસીના અધ્યક્ષ થોમસ બાખ એ પોતાના પ્રવચનમાં મુશ્કેલ સમયમાં સારા આયોજન બદલ આભાર માન્યો અને બીજીવાર રમતોત્સવમાં ભાગ લેનારી રેફ્યુજી ટીમનું સ્વાગત કર્યુ હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે ટોક્યો ઓલિમ્પિક રમતની ઓપનિંગ સેરમનીનું સીધું પ્રસારણ જોયું હતુ અને ભારતીય દળને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.

ભારત માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો રહેશે. શનિવારના રોજ ભારત શૂટિંગ, આર્ચરી બૉક્સિંગ, વેટલિફ્ટિંગ, હૉકી અને બેડમિન્ટનમાં મેદાનમાં ઉતરશે. ઓલિમ્પિકના ચાહકોને મેડલ જીતવાના સમાચાર મળી શકે છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 23 Jul 2021 20:17 PM (IST)

  સ્ટેડીયમમાં લવાયો ઓલિમ્પિક ધ્વજ

  સ્ટેડીયમમાં છ ખેલાડીઓ દ્વારા ઓલિમ્પિક ધ્વજ લવાયો હતો. આ છ ખેલાડીઓમાં જાપાનના મોમોતા કેંટો, ઓસ્ટ્રેલિયાના એલના ગાલિયાવોવિચ, રેફ્યુજી ટીમથી સાયરિલે ટચાટેચેટ, અમેરિકાના પાઉલો પારેટો, આફ્રિકાના મેહેદી ઈસાદિક અને ઈટાલીના પાઉલો ઓગેચી ઈગોનીનો સમાવેશ થાય છે.

 • 23 Jul 2021 20:02 PM (IST)

  ભારતની ઇનીંગ 225 રને સમાપ્ત, 43.1 ઓવરમાં ઓલઆઉટ

 • 23 Jul 2021 19:59 PM (IST)

  આઈઓસીના અધ્યક્ષે જાપાનનો માન્યો આભાર

  આઈઓસીના અધ્યક્ષ થોમક બાખ એ રમતોસ્તવના આયોજન અંગે જાપાનનો આભાર માન્યો હતો. એમણે કહ્યુ કે, ટોક્યો ઓલિમ્પિકમાં તમારુ સ્વાગત છે. આજે આશાનો દિવસ છે. હા મુશ્કેલી છે, પરંતુ આપણે તેનો આનંદ લેવો જોઈએ. આપણે આખરે અહિયા આવી ગયા. કેટલીય ટીમ એક છત્ર નીચે આવી છે. જે રમતની તાકાત છે. આનાથી આપણામાં એક આશા ઉભી થાય છે. આપણે અહીયા જાપાનને કારણે છીએ. આપણે તેમને ધન્યવાદ આપીએ છીએ. જાપાનની આયોજન સમિતિએ ઉમદા કામ કર્યુ છે. હુ એ બધાને ધન્યવાદ આપુ છુ. 10 વર્ષ પહેલા જાપાને ટોક્યોમાં એલિમ્પિક યોજવાનું સ્વપ્ન જોયુ હતુ. જે આજે સાચુ ઠર્યુ છે. કોરોનાની મહામારીએ ઘણીબધી મુશ્કેલી સર્જી છે. આમ છતા, અમે જાપાનના આભારી છીએ.

   

 • 23 Jul 2021 19:44 PM (IST)

  પરેડ પછી થયુ આવુ

  પરેડ પછી, ઓલિમ્પિકની થીમ ‘Faster Higher Stronger Together’ ને દર્શાવ્યુ અને ત્યાર બાદ, ટીવી ક્રુને લઈને પ્રસ્તૃતિ રજુ કરાઈ હતી. જેમાં એક ગીતને રજુ કરવામાં આવ્યુ હતુ. આ પછી ટોક્યો 2020નુ આલ્બમ બનાવ્યુ હતુ જેના માટે 1824 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 • 23 Jul 2021 18:50 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભકામના પાઠવી

 • 23 Jul 2021 18:48 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : આ ખેલાડીના ડ્રેસે સૌનું ધ્યાન ખેચ્યું

  જ્યારે ટોંગાની ટીમ પરેડ માટે આવી હતી, ત્યારે દરેકની નજર તેના ખેલાડી પીતા તાફુતોફુઆના ડ્રેસ પર હતી. તેણે પારંપરિક ડ્રેસ પહેર્યો હતો. માસ્ક પહેરેલા હતા, તે ટોંગાના ત્વાઇકવોન્ડો ખેલાડી છે.

 • 23 Jul 2021 18:41 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય દળને શુભકામના પાઠવી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના રોજ ટોક્યો ઓલિમ્પિક રમતની ઓપનિંગ સેરમનીનું સીધું પ્રસારણ જોયું હતુ અને ભારતીય દળને શાનદાર પ્રદર્શન માટે શુભકામના પાઠવી હતી.

   

   

 • 23 Jul 2021 18:34 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : માર્ચ પાસ્ટમાં ચીનની એન્ટ્રી થઈ

  ઓલિમ્પિકમાં હંમેશા ધુમ મચાવનાર દેશ ચીન છે. ચીને પણ માર્ચ પાસ્ટમાં એન્ટ્રી કરી હતી. એશિયાનો પાવરહાઉસ તરીકે જાણીતા આ દેશના 406 ખેલાડીઓના દળ સાથે ટોક્યો આવ્યું છે. આ દેશના કેટલાક ખેલાડી ઓલિમ્પિકમાં મેડલના દાવેદાર છે. હવે જોવાનું રહેશે કે, આ દેશ કેટલા મેડલ જીતે છે.

 • 23 Jul 2021 18:30 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : કિર્ગિસ્તાનની ટીમને આવી શકે છે મુશ્કેલી

  ઓપનિંગ સેરમનીમાં કિર્ગીસ્તાનની ટીમના ખેલાડી અન્ય ટીમોથી અલગ જોવા મળ્યા હતા કારણ કે, તેમના ચેહરા પર માસ્ક જોવા મળ્યું ન હતુ. ઓપનિંગ સેરમનીમાં માસ્ક ફરજિયાત છે આ ટોક્યો ઓલિમ્પિક 2020ના પ્લેબુકના નિયમમાં સામેલ છે.

 • 23 Jul 2021 18:16 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : સૌથી યુવા ધ્વજવાહક

  ઓલિમ્પિક ઉદ્ઘાટન સમારોહમાં હેન્ડા જાઝાએ અહમદ સાબર હમ્ચો સાથે સીરિયન આરબ રિપબ્લિકના ધ્વજવાહક ભૂમિકા ભજવી હતી. એક આશ્ચર્યજનક બાબત એ છે કે, હેન્ડા જાઝ હજુ 12 વર્ષની છે, તે ટેબલ ટેનિસ રમે છે અને તે પ્રથમ ઓલિમ્પિક્સ રમવા માટે તૈયાર છે. તે તેના માટે ચોક્કસપણે ખૂબ જ સન્માનની વાત છે.

   

   

 • 23 Jul 2021 17:58 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : આ દેશોએ કરી માર્ચ પાસ્ટ

  ભારત બાદ ઈન્ડોનેશિયા, યુગાન્ડા, ઉરુગ્વે, ગ્રેટ બ્રિટેન, મિસ્ત્ર, કેનેડા, કતર, કઝાકિસ્તાન, ગયાના, ઓમાન, ઓસ્ટ્રેલિયા, કેમરુન,ગેમ્બિયા, કંબોડિયા, ગિની, સાયપરસ, ક્યૂબાની ટીમે માર્ચ પાસ્ટ કર્યું હતુ

   

 • 23 Jul 2021 17:54 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : અંગોલાના ખેલાડીઓના કપડાએ સૌનું ધ્યાન ખેચ્યું

  તમામ દેશોની સાથે અંગોલાએ પણ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો પરંતુ આ દેશના ખેલાડીઓના પૌશાકે સૌનું ધ્યાન ખેચ્યું હતુ તેમની ટીમ પાંરપારિક કપડામાં આવી હતી.

 • 23 Jul 2021 17:38 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : આ રીતે ભારતીય ટીમની એન્ટ્રી થઈ

 • 23 Jul 2021 17:37 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : ભારતીય ટીમની એન્ટ્રી

  ભારતીય દળે એન્ટ્રી કરી લીધી છે. ભારતીય પુરુષ હૉકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે પાધડી પહેરી ભારતીય ધ્વજવાહક લઈ જોવા મળ્યા હતા તેમની સાથે મેરીકોમ પણ જોવા મળી હતી. ભારતના 19 ખેલાડી 6 અધિકારીઓ આ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો. ભારતના કુલ 125 ખેલાડીઓએ આ રમતમાં ભાગ લીધો છે.

 • 23 Jul 2021 17:34 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : આ દેશોએ કરી માર્ચ પાસ્ટ

  આઇસલેન્ડ, આયર્લેન્ડ, અઝરબૈજાન, એન્ટિગુઆ, અફઘાનિસ્તાન, યુએઈ, ઇટાલી, ઈરાન જેવા દેશોએ માર્ચ પાસ્ટ કરી ચૂક્યા છે ભારતનો નંબર 21મો છે.

 • 23 Jul 2021 17:26 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : માસ્કની સાથે માર્ચ પાસ્ટ શરુ કરી રહ્યા છે ખેલાડીઓ

  આ શાનદાર પ્રદર્શન બાદ હવે દરેક દેશના ખેલાડીઓનું દળ એક બાદ એક માર્ચ પાસ્ટ કરી રહ્યું છે. જેની શરુઆત ગ્રીસથી થઈ હતી. સૌથી પહેલા ગ્રીસના ઓલિમ્પિક દળે માર્ચ પાસ્ટ કરી હતી. ખેલાડીઓના ચેહરા પર માસ્ક જોવા મળ્યા હતા.

 • 23 Jul 2021 17:23 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : મોહમ્મજ યુનૂસનું ખાસ સન્માન કરાયું

  આઈઓસીએ બાંગ્લાદેશના અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનૂસને ઓલિમ્પિક લૉરેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ પુરસ્કાર રમતમાં પોતાનું યોગદાન આપવા માટે આપવામાં આવે છે. જેમાં યુનૂસ સ્પોર્ટસની સ્થાપનામાં સામેલ છે.

 • 23 Jul 2021 17:17 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : ખાસ છે ઓલિમ્પિક રિંગ

  ઓપનિંગ સેરમનીમાં ઓલિમ્પિક રિંગ લાવવામાં આવી હતી. જે લાકડાની બનાવવામાં આવી છે આ રિંગની ખાસ વાત એ છે કે,આ રિંગ એ વૃક્ષના લાકડામાંથી બની છે જેને ટોક્યો ઓલિમ્પિક-1964માં ઉગાડવામાં આવ્યા હતા, દરેક રીંગનો ડાયામીટર 4 મીટર નો છે.

   

  ખાસ છે ઓલિમ્પિક રિંગ

 • 23 Jul 2021 17:13 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : આ લોકોને યાદ કર્યા

  ઓપનીંગ સેરમનીની શરુઆતમાં ખેલાડીઓના સંધર્ષની કહાની રજુ કરવામાં આવી હતી. જેમાં ખેલાડીઓ આ કોરોના મહામારી વચ્ચે પણ રમત રમવા માટે તૈયાર છે.ઓપનિંગ સેરમનીમાં જે લોકોએ કોરોના મહામારીમાં જીવ ગુમાવ્યો છે તેને યાદ કરવામાં આવ્યા હતા.

   

   

 • 23 Jul 2021 16:57 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : શાનદાર ડાન્સ રજુ કરાયો

  લાલ રીબીન બાંધી શાનદાર ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો. જેમાં તમામ ડાન્સરો એકબીજા સાથે જોડાયેલા જોવા મળ્યા હતા, ત્યારબાદ સૌથી પહેલા જાપાન ઓલિમ્પિકદળે માર્ચ પાસ્ટ કરી હતી.

   

   

 • 23 Jul 2021 16:42 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: ટોક્યો ઓલિમ્પિકની ઓપનિંગ સેરમની શરુ

  એક વર્ષના વિલંબ બાદ ટોક્યો ઓલિમ્પિક 2020 સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. જાપાનની રાજધાની ટોક્યોના ઓલિમ્પિક સ્ટેડિયમ ખાતે રમતોત્સવના મહા કુંભની શરૂઆત થઈ છે. જ્યાં દરેક ખેલાડી મેડલ જીતવાનું સપનું જુએ છે.

   

   

 • 23 Jul 2021 16:38 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: ઓપનિંગ સેરમની થોડી જ વારમાં શરુ થશે

 • 23 Jul 2021 16:36 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: ઓપનિંગ સેરમની માટે ભારતીય બેડમિન્ટન ખેલાડીઓ તૈયાર

 • 23 Jul 2021 16:34 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: ટોક્યો તૈયાર છે

  ટોક્યોના ઓડૈબા વોટરફ્રન્ટ પર ટોક્યો રિંગનો ફોટો. ટોક્યોમાં સૂર્યાસ્ત થઈ રહ્યો છે અને ઉદ્ઘાટન સમારોહની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

 • 23 Jul 2021 16:26 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: મનિકા, શરથ ઓપનિંગ સેરમનીમાં ભાગ લેશે નહિ

  ઓપનિંગ સેરમનીમાં ભારતના બે દિગ્ગજ ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ અને મનિકા બત્રા ભાગ લેશે નહિ. બંન્નના સ્થાન પર મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈના ઓપનિંગ સેરમનીમાં ભારતીયદળમાં સામેલ કરવામાં આવી છે. જેના કારણે ભારતીય ખેલાડીઓની સંખ્યા 19 થઈ છે.

 • 23 Jul 2021 16:23 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live : ભારતીય ખેલાડીઓ તૈયાર

  રશિયાનો તીરંદાજી સ્વેતલાના ગોમ્બોએવા શુક્રવારના રોજ ટોક્યો ઓલિમ્પિક રમતમાં ગરમીના કારણે બેભાન થઈ હતી. રશિયા ઓલિમ્પિક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોચ સ્ટાનિસ્લાવ પોપોવે કહ્યું કે, ક્વોલિફાય દરમિયાન ખેલાડી બેફાન થઈ હતી. ત્યારબાદતબીબી સ્ટાફે તેમને મદદથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

   

   

 • 23 Jul 2021 16:21 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: રશિયાનો તીરંદાજી ખેલાડી બેભાન થઈ

  રશિયાની તીરંદાજી સ્વેતલાના ગોમ્બોએવા શુક્રવારના રોજ ટોક્યો ઓલિમ્પિક રમતમાં ગરમીના કારણે બેભાન થઈ હતી. રશિયા ઓલિમ્પિક સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું કે, કોચ સ્ટાનિસ્લાવ પોપોવે કહ્યું કે, ક્વોલિફાય દરમિયાન ખેલાડી બેફાન થઈ હતી. ત્યારબાદતબીબી સ્ટાફે તેમને મદદથી તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

 • 23 Jul 2021 16:17 PM (IST)

  સેમસનની બેક ટુ બેક બાઉન્ડરી

  img

  રમેશ મેન્ડીશની ઓવરમાં સંજૂ સેમસને બેક ટુ બેક બાઉન્ડરી લગાવી હતી. 17 મી ઓવપના બીજા અને ત્રીજા બોલે સેમસને બંને ચોગ્ગા લગાવ્યા હતા.

 • 23 Jul 2021 16:16 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: મેરી કોમ ધ્વજવાહક માટે તૈયાર

  મેરી કોમ ઓપનિંગ સેરમની માટે તૈયાર છે. તેમણે ટ્વિટર પર ઓપનિંગ સેરમનીના કેટલાક ફોટો શેર કર્યા હતા. મેરી કોમ ઓપનીંગ સેરમનીમાં ભારતની ધ્વજવાહક છે.

   

 • 23 Jul 2021 16:08 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: મેરી કોમ અને મનપ્રીત સિંહ ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક હશે

  Tokyo Olympics 2020 Opening Ceremony Live:ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને લંડન ઓલિમ્પિક 2012ની બ્રોન્ઝ મેડલ વિજેતા ભારતની મહિલા બોક્સર મેરીકોમ ઓપનીંગ સેરમનીમાં ભારતની ધ્વજવાહક હશે. મેરીકોમ લંડન ઓલિમ્પિક 2012માં મેડલ જીતી ચૂકી છે.

 • 23 Jul 2021 15:49 PM (IST)

  Tokyo Olympics 2020 Opening Ceremony Live: ભારતીય ટીમના 25 સભ્યો હાજર રહેશે

  ટોક્યો ઓલિમ્પિક 2020ની ઓપનિંગ સેરમની ને આડે હવે ગણતરીની મિનીટો જ બાકી છે. સમગ્ર વિશ્વમાં 8 ઓગસ્ટ સુધી ખેલાડીઓ ધુમ મચાવશે. દરેક દેશને આશા છે કે, તેમના ખેલાડીઓ મેડલ જીતીને આવશે. હવે રમતના અંતે જ ખબર પડશે કે, ક્યા દેશે કેટલા મેડલ જીત્યા છે.

 • 23 Jul 2021 15:35 PM (IST)

  ફાસ્ટ બોલરોને વધારે બાઉન્સ મળી રહ્યો છે

  આ પિચમાં પર ઝડપી બોલરોને અત્યાર સુધીના બાઉન્સની દ્રષ્ટિએ સારી મદદ મળી છે. ચમીરા અને કરુણારત્ને આ ઉછાળનો ઉપયોગ શરૂઆતની ઓવરમાં કર્યો છે. અપેક્ષા કરતા વધારે બાઉન્સ થવાને કારણે શિખર ધવન ફસાઈ ગયો હતો. તેણે વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ સવાલ એ છે કે શ્રીલંકાના ઝડપી બોલર આ રીતે ધવન કરતા વધુ વિકેટ મેળવી શકશે?

 • 23 Jul 2021 15:23 PM (IST)

  Tokyo Olympics 2020 Live : મેરી કોમને તેમના બાળકોએ પ્રેમભર્યો સંદેશ મોકલ્યો

  ઓલિમ્પિક રમત પહેલા મેરી કોમના બાળકોએ તેમની માતાને એક પ્રેમભર્યો સંદેશ મોકલ્યો છે. મેરીકોમ ત્રણ બાળકોની માતા છે. બાળકોએ મેરી કોમને ગોલ્ડ મેડલ જીતવાની શુભકામના પાઠવી છે.

   

 • 23 Jul 2021 15:03 PM (IST)

  Tokyo Olympics 2020 Live : AFIએ લીધો મોટો નિર્ણય

  એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ શુક્રવારના રોજ નિર્ણય લીધો કે, તે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરીચૂકેલા રેસ વૉકર કેટી ઈરફાન અને 3000 મીટર સ્ટેપલચેજના ખેલાડી અવિનાશ સાબલેનું નામ પરત લેશે નહિ. આ બંન્ને ખેલાડીઓ હવે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેશે.

 • 23 Jul 2021 14:36 PM (IST)

  Tokyo Olympics 2020 Live : ભારત માટે શનિવારનો દિવસ મહત્વનો રહેશે

  ભારત માટે શનિવારનો દિવસ ખુબ મહત્વનો રહેશે. શનિવારના રોજ ભારત શૂટિંગ, આર્ચરી બૉક્સિંગ, વેટલિફ્ટિંગ, હૉકી અને બેડમિન્ટનમાં મેદાનમાં ઉતરશે. ઓલિમ્પિકના ચાહકોને મેડલ જીતવાના સમાચાર મળી શકે છે.

 • 23 Jul 2021 14:14 PM (IST)

  Tokyo Olympics 2020 Live : PM મોદીએ જાપાનના પ્રધાનમંત્રીને શુભકામના પાઠવી

 • 23 Jul 2021 14:12 PM (IST)

  Tokyo Olympics 2020 Live : સ્વીઝલેન્ડના એથલીટ પર લાગ્યો પ્રતિબંધ

  સ્વિઝલેન્ડના 400 મીટર હર્ડલ રેસના ખેલાડી હુસૈને ડોપિંગના કારણે 9 મહિનાનો પ્રતિબંધનો સ્વીકાર કર્યો છે. પરંતુ પ્રતિબંધને તેમના સસ્પેન્શનના સમયથી લાગુ હોવાનું માનવામાં આવશે પરંતુ હજુ કોઈને પણ સસ્પેશનનો વિશે જાણતું નથી. એવામાં સ્પષ્ટ છે કે, તે આજથી શરુ થઈ રહેલી 400મીટરના હીટ્સમાં ભાગ લેશે નહિ.

 • 23 Jul 2021 14:12 PM (IST)

  Tokyo Olympics 2020 Live : ટોક્યોમાં વિરોધ શરુ થયો

  ઓલિમ્પિક રમતના પ્રથમ દિવસે જાપાના લોકોઓ પ્રદર્શન શરુ કર્યું છે. ટોક્યોના મેટ્રોપોલિટન સરકારી બિલ્ડિંગની સામે પહોચી નારા લગાવી ટોક્યો ઓલિમ્પિક રદ્દ કરવાની માંગ કરી હતી.

 • 23 Jul 2021 12:51 PM (IST)

  Tokyo Olympics 2020 Live : પ્રવીણ જાધવ સાથે મિકસ્ડ ઇવેન્ટમાં ઉતરશે

  Tokyo Olympics 2020 Live : ભારતની સ્ટાર ખેલાડી દીપિકા મિકસ્ડ ઇવેન્ટમાં અતનુ દાસ સાથે નહિ પરંતુ પ્રવીણ જાધવ સાથે ઉતરશે. પ્રવીણ સૌથી વધારે અંક મેળવનારા પુરુષ તીરંદાજ છે એવામાં તેમને મિકસ્ડ ઇવેન્ટમાં મોકો આપવામાં આવશે.

 • 23 Jul 2021 12:25 PM (IST)

  Tokyo Olympics 2020 Live : ભારતીય મિકસ્ડ ટીમને નવમાં સ્થાન પર રહેવાનુ થશે નુકસાન

  Tokyo Olympics 2020 Live: ભારતીય મિકસ્ડ ટીમને નવમાં સ્થાન પર રહેવાનુ નુકસાન થશે. ડ્રૉ પ્રમાણે ભારતીય મિક્સ્ડ ટીમ રાઉન્ડ ઑફ 16માં ચીની તાઇપેનો સામનો કરશે. જો આ રાઉન્ડમાં તે જીત મેળવે છે તો કવાર્ટરફાઇનલમાં તેમનો સામનો કોરિયાથી થશે.

 • 23 Jul 2021 11:48 AM (IST)

  Tokyo Olympics 2020 Live : ભારતીય આર્ચરનુ પ્રદર્શન આશા પ્રમાણે નહીં

  Tokyo Olympics 2020 Live : પુરુષ રેન્કિંગમાં ભારતનુ પ્રદર્શન સારુ રહ્યુ નથી. પ્રવીણ જાધવ 31માં સ્થાન પર,અતનુ દાસ 35માં સ્થાન પર રહ્યા, અને ઓછા X ના કારણે તરુણદીપ રૉય 37માં સ્થાન પર રહ્યા

 • 23 Jul 2021 11:43 AM (IST)

  Tokyo Olympics 2020 Live : મિકસ્ડ ટીમ ઇવેન્ટના નવમા સ્થાન પર ભારતીય ટીમ

  Tokyo Olympics 2020 Live: નવમાં સ્થાન પર આવી ગઇ ભારતીય મિકસ્ડ ટીમ 11માં રાઉન્ડ બાદ પ્રવીણ જાધવે અતનુ દાસને કરતા બે અંકની લીડ મેળવી છે. જો કે મિકસ્ડ ટીમ ઇવેન્ટ રેન્કિંગના નવમાં સ્થાન પર આવી ગઇ છે.

 • 23 Jul 2021 11:18 AM (IST)

  Tokyo Olympics 2020 Live : પ્રવીણ 27માં સ્થાન પર,અતનુ 30માં સ્થાન પર

  Tokyo Olympics 2020 Live :પ્રવીણ જાધવ અને અતનુ વચ્ચે એક અલગ પ્રતિયોગિતા જ ચાલી રહી છે. નવમાં રાઉન્ડ બાદ પ્રવીણ 493 અંક સાથે 27માં સ્થાન પર છે. અતનુએ નવમાં રાઉન્ડમાં 52 સ્કોર કર્યો અને કુલ 492સાથે 30માં સ્થાન પર છે.

 • 23 Jul 2021 11:12 AM (IST)

  Tokyo Olympics 2020 Live : ભારતીય મિક્સ્ડ ટીમ છઠ્ઠા સ્થાન પર

  Tokyo Olympics 2020 Live: અતનુના રેન્કિંગના કારણે ભારતીય મિક્સ્ડ ટીમ છઠ્ઠા સ્થાન પર આવી ગઇ છે. ભારત તરફથી અતનુ અને દીપિકા મિકસ્ડ ટીમ ઇવેન્ટમાં ઉતરવાના છે.

 • 23 Jul 2021 11:08 AM (IST)

  Tokyo Olympics 2020 Live : બીજા હાફની શરુઆત પ્રવીણ જાધવ અને અતનુ દાસના અંક બરાબર

  Tokyo Olympics 2020 Live : બીજા હાફની શરુઆત થઇ અને સાતમાં રાઉન્ડમાં પ્રવીણ જાધવે 55 અંક મેળવ્યા છે. અતનુ દાસે 55 અંક મેળવ્યા .તરુણદીપ રૉયે 54 અંક મેળવ્યા. પ્રવીણ અને અતનુ દાસના અંક બરાબર છે. પરંતુ વધારે X (પરફેક્ટ સ્કોર) થવાના કારણે પ્રવીણ આગળ છે.

 • 23 Jul 2021 10:59 AM (IST)

  Tokyo Olympics 2020 Live : ભારતના ખેલાડીઓએ બીજા હાફમાં સારુ પ્રદર્શન કરવુ પડશે

  Tokyo Olympics 2020 Live : ભારતના ખેલાડીઓએ બીજા હાફમાં સારુ પ્રદર્શન કરવુ પડશે. જો આવુ ન થયુ તો ડ્રૉમાં તેમને મજબૂત ખેલાડીઓ સામે ઉતરવુ પડી શકે છે. થોડી વારમાં બીજો રાઉન્ડ શરુ થશે.

 • 23 Jul 2021 10:51 AM (IST)

  Tokyo Olympics 2020 Live : પહેલા હાફ પછી ભારતની સ્થિતિ નિરાશાજનક

  Tokyo Olympics 2020 Live : પહેલા હાફ પછી રાઉન્ડ પૂર્ણ થઇ ચૂક્યા છે અને ભારત અત્યારે ઘણી નિરાશાજનક સ્થિતિમાં છે.પ્રવીણ જાધવ 329 સ્કોર સાથે 30માં સ્થાન પર છે. અતનુ દાસ 329 અંક સાથએ 31 સ્થાન પર છે. તરુણદીપ રૉય 323અંકો સાથે 45માં સ્થાન પર છે. કોરિયાએ અહીં પણ પોતાનો દબદબો કાયમ રાખ્યો છે.

 • 23 Jul 2021 10:27 AM (IST)

  Tokyo Olympics 2020 Live : અતનુ દાસ કરતા પ્રવીણ જાધવ આગળ નિકળ્યા

  Tokyo Olympics 2020 Live : અતનુ દાસ કરતા પ્રવીણ જાધવ અગળ નિકળ્યા. પાંચમાં રાઉન્ડમાં પ્રવીણ જાધવે 56 અંક મેળવ્યા અને 25મુ સ્થાન પ્રાપ્ત કર્યુ  છે. જ્યારે અતનુ દાસે 55 અંક સાથે 29મુ સ્થાન મેળવ્યુ છે. તરુણદીપ 37માં સ્થાન પર.

 • 23 Jul 2021 10:21 AM (IST)

  Tokyo Olympics 2020 Live : ત્રીજો રાઉન્ડ ભારત માટે ખરાબ

  Tokyo Olympics 2020 Live: ત્રીજો રાઉન્ડ ભારત માટે ઘણો ખરાબ રહ્યો. અતનુ દાસે 52 અંક જ મેળવ્યા અને 29મુ સ્થાન મેળવ્યુ. જ્યારે જાધવ 56 અંક સાથે 30માં સ્થાન પર પહોંચ્યા.

 • 23 Jul 2021 10:13 AM (IST)

  Tokyo Olympics 2020 Live : અતનુ દાસ 11માં સ્થાન પર

  Tokyo Olympics 2020 Live:  અતનુ દાસ X-10-9-9-9 સાથે 11માં સ્થાન પર પહોંચ્યા. તરુણદીપ 53 અંક સાથે આગળ નિકળી 35માં સ્થાન પર પહોંચ્યા

 • 23 Jul 2021 10:04 AM (IST)

  Tokyo Olympics 2020 Live : ત્રણેય આર્ચરી ખેલાડી ટૉપ 10માંથી બહાર

  Tokyo Olympics 2020 Live : બીજો રાઉન્ડ ત્રણેય ખેલાડીઓ માટે સારો ન રહ્યો. અતનુ દાસને 54 ,તરુણદીપ રૉય અને પ્રવીણ જાધવને 55 અંક મળ્યા. ત્રણેય ટૉપ 10માંથી બહાર. મિકસ્ટ ટીમ અત્યારે સાતમા સ્થાન પર

 • 23 Jul 2021 09:59 AM (IST)

  Tokyo Olympics 2020 Live : શરુ થયો તીરંદાજીનો પુરુષ રેન્કિંગ રાઉન્ડ

  Tokyo Olympics 2020 Live: અતનુ દાસે પહેલા રાઉન્ડમાં 58 અંક સાથે શરુઆત કરી છે. અતનુએ આ રાઉન્ડમાં X-10-10-10-9-9 સ્કોર મેળવ્યો છે.  અતનુ દાસ પાંચમાં સ્થાન પર છે. 55 અંક સાથે તરુણદીપ રૉય 31માં અને પ્રવીણ જાધવ 51 અંક સાથે 40માં સ્થાન પર છે.

 • 23 Jul 2021 09:55 AM (IST)

  Tokyo Olympics 2020 Live : જુઓ કેટલુ બદલાયુ ટોક્યો ઓલિમ્પિક ?

  Tokyo Olympics 2020 Live : ટોક્યોમાં બીજીવાર ઓલિમ્પિક રમતોનુ આયોજન કરવામાં આવ્યુ છે,ત્યારથી લઇ અત્યાર સુધી ઘણુ બધુ બદલાઇ ગયુ છે.

  https://twitter.com/Olympics/status/1418390408925569027?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1418390408925569027%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Fsports%2Fother-sports%2Ftokyo-olympics-2020-live-updates-23-july-matches-of-india-team-score-updates-medals-winners-from-olympic-stadium-tokyo-in-hindi-747197.html

 • 23 Jul 2021 09:39 AM (IST)

  Tokyo Olympics 2020 Live : પુરુષના રેન્કિંગ રાઉન્ડ સાથે મિક્સડ ટીમ ઇવેન્ટનો ડ્રો થશે નક્કી

  Tokyo Olympics 2020 Live :પુરુષના રેન્કિંગ રાઉન્ડ સાથે મિક્સડ ટીમ ઇવેન્ટનો ડ્રો પણ નક્કી થઇ જશે. ભારત તરફથી મિક્સડ ટીમ ઇવેન્ટમાં અતનુ દાસ અને દીપિકા કુમારીની જોડી ઉતરશે.

 • 23 Jul 2021 08:37 AM (IST)

  Tokyo Olympics 2020 Live : ક્વોર્ટરફાઇનલમાં દીપિકા સામે આવી શકે છે એન સાન

  Tokyo Olympics 2020 Live :દીપિકા કુમારીનો ડ્રૉ સામે આવી ગયો છે. કરમા સાથે મુકાબલા બાદ જો દીપિકા આગળ વધે છે તો રાઉન્ડ ઑફ 32 અને રાઉન્ડ ઑફ 16 બાદ તેમનો સામનો  ઓલિમ્પિક રેકોર્ડ બનાવનારી કોરિયાની એન સાન સાથે ક્વાર્ટરફાઇનલમાં થઇ શકે છે.

 • 23 Jul 2021 08:28 AM (IST)

  Tokyo Olympics 2020 Live : 09:30 વાગે શરુ થશે પુરુષોનો રેન્કિંગ રાઉન્ડ

  Tokyo Olympics 2020 Live : ભારત તરફથી વ્યક્તિગત પુરુષ રેન્કિંગ રાઉન્ડમાં ત્રણ આર્ચર ભાગ લેશે. ભારતના નંબર વન ખેલાડી અતનુ દાસ સિવાય અનુભવી ખેલાડી તરુણદીપ રૉય અને પહેલી ઓલિમ્પિક રમવા જઇ રહેલા પ્રવીણ જાધવ ભાગ લેશે

 • 23 Jul 2021 07:46 AM (IST)

  Tokyo Olympics 2020 Live : કોરિયાની એન સાને બનાવ્યો ઓલિમ્પિક રેકોર્ડ

  Tokyo Olympics 2020 Live: કોરિયાની ત્રણ આર્ચર ટૉપ ત્રણમાં સામેલ. પહેલા સ્થાન પર એન સાન જેણે રેન્કિંગ રાઉન્ડમાં 680 અંક મેળવ્યા અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો.

 • 23 Jul 2021 07:37 AM (IST)

  Tokyo Olympics 2020 Live : દીપિકાએ રેન્કિંગ રાઉન્ડમાં મેળવ્યુ નવમુ સ્થાન

  Tokyo Olympics 2020 Live  :  છેલ્લા રાઉન્ડમાં દીપિકા કોઇ મોટો બદલાવ કરી ન શકી. તેમણે આ રાઉન્ડમાં X-10-9-9-9-7 સ્કોર મેળવ્યો અને 54 અંક મેળવ્યા. 663ના કુલ સ્કોર સાથે દીપિકાએ નવમુ સ્થાન મેળવ્યુ.આના આધાર પર જ તેમનો ડ્રો નક્કી થશે.

 • 23 Jul 2021 07:34 AM (IST)

  Tokyo Olympics 2020 Live : 11માં રાઉન્ડમાં દીપિકાને X કે 10 મળ્યા નહીં

  Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારીએ 11માં રાઉન્ડમાં એક પણ એક્સ (પરફેક્ટ સ્કોર બોર્ડની એકદમ વચ્ચે) અને 10 મેળવ્યા નથી. જેના કારણે તે સાતમાં સ્થાન પર પહોંચી ગઇ છે. આ રાઉન્ડમાં તેમનો સ્કોર 9-9-9-9-9-8 રહ્યો. હજી પણ છે છઠ્ઠુ સ્થાન મેળવવાનો મોકો.

 • 23 Jul 2021 07:25 AM (IST)

  Tokyo Olympics 2020 Live : છઠ્ઠા સ્થાન પર પહોંચી દીપિકા

  Tokyo Olympics 2020 Live : દીપિકાએ 10માં રાઉન્ડમાં સારુ પરફોર્મન્સ આપ્યુ. આ વખતે 58 અંક મેળવ્યા. 10માં રાઉન્ડમાં X-X-10-10-9-9 સ્કોર સાથે છઠ્ઠુ સ્થાન મેળવ્યુ.

 • 23 Jul 2021 07:20 AM (IST)

  Tokyo Olympics 2020 Live : દીપિકા પાસે માત્ર ત્રણ રાઉન્ડ

  Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારી નવમાં રાઉન્ડમાં દીપિકા  X-X-10-10-9-7 અંક મેળવ્યા  હવે દીપિકા પાસે માત્ર ત્રણ રાઉન્ડ છે.

 • 23 Jul 2021 07:10 AM (IST)

  Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારી આઠમાં ક્રમાંકે

  Tokyo Olympics 2020 Live : દીપિકા માટે આઠમો રાઉન્ડ સારો રહ્યો પરંતુ છેલ્લા શૉટમાં તે માત્ર સાત અંક જ મેળવી શકી. જે તેને ભારી પડી ગયુ. આ રાઉન્ડમાં 10-9-9-9-9-7 સ્કોર રહ્યો. દીપિકા હવે આઠમાં ક્રમાંકે

 • 23 Jul 2021 06:55 AM (IST)

  Tokyo Olympics 2020 Live : કોરિયાની એન સાન રેન્કિંગ રાઉન્ડનો ઓલિમ્પિક રેકોર્ડ તોડવાની નજીક

  Tokyo Olympics 2020 Live : કોરિયાની એન સાન રેન્કિંગ રાઉન્ડનો ઓલિમ્પિક રેકોર્ડ તોડવાની નજીક છે. અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 673 હતો જ્યારે છઠ્ઠા રાઉન્ડના અંતે સાને 345 અંક મેળવ્યા છે. એવામાં તે રેકોર્ડ તોડી શકે છે. રેન્કિંગ રાઉન્ડનો વર્લ્ડ રેકોર્ડ 692 છે.

 • 23 Jul 2021 06:25 AM (IST)

  Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારીએ છઠ્ઠા રાઉન્ડમાં 57 અંક મેળવ્યા

  Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારીએ છઠ્ઠા રાઉન્ડમાં 57 અંક મેળવ્યા  છઠ્ઠા રાઉન્ડમાં તેમણે X-10-10-9-9-9 અંક મેળવ્યા. તેમનો કુલ સ્કોર હવે 334 થઇ ચૂક્યો છે.

 • 23 Jul 2021 06:22 AM (IST)

  Tokyo Olympics 2020 Live : દીપિકા કુમારી 14માં ક્રમાંકે

  Tokyo Olympics 2021 Live  :દીપિકા કુમારી 14માં ક્રમાંકે. ફોર્થ એન્ડ પછી 51 સ્કોર કર્યો. હવે તેની પાસે 218 પોઇન્ટ્સ

 • 23 Jul 2021 06:01 AM (IST)

  Tokyo Olympics 2020 Live : આર્ચરીના રેન્કિંગ રાઉન્ડનો સ્કોર

  Tokyo Olympics 2021 Live  :દીપિકા કુમારીના સ્કોરની અપડેટ્સ

Click on your DTH Provider to Add TV9 Gujarati