દીપિકાએ વધાર્યો અતનુનો જોશ, તીરંદાજીના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અતનુ

Tokyo Olympics 2020 : રેકિંગમાં પોતાનાથી ઉપર રહેલા કોરિયાઇ તીરંદાજને અતનુ દાસે શૂટ ઑફમાં હરાવ્યા. બંને વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી.

દીપિકાએ વધાર્યો અતનુનો જોશ, તીરંદાજીના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અતનુ
Atanu Das

Tokyo Olympics 2020  : ટોક્યો ઓલિમ્પિક્સમાં (Tokyo Olympics) ભારતીય તીરંદાજ અતનુ દાસ મેન્સ સિંગલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે. બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન કોરિયાઇ તીરંદાજને (Archer) મ્હાત આપીને આ કમાલ કરી છે.

રેકિંગમાં પોતાનાથી ઉપર રહેલા કોરિયાઇ તીરંદાજને અતનુ દાસે શૂટ ઑફમાં હરાવ્યા. બંને વચ્ચે રોમાંચક ટક્કર જોવા મળી. આ પૂરા મુકાબલા દરમિયાન અતનુ દાસના પત્ની અને ભારતના મહિલા તીરંદાજ દીપિકા કુમારી સતત ઉત્સાહ વધારતા જોવા મળ્યા. પત્ની વધારેલો ઉત્સાહ તેમને ઘણો કામ આવ્યો. તેમણે ઓલિમ્પિક ચેમ્પિયન સામે મેદાન મારી લીધુ.

આ પહેલા અતનુએ રાઉન્ડ ઑફ 32ની મેચ શૂટ ઑફમાં જીતી હતી. તેમણે રાઉન્ડ ઑફ 32માં ચીની તાઇપેના તીરંદાજ ડેંગ યૂ ચેંગ કોકો 6-4થી હાર આપી હતી આ મુકાબલામાં જીત્યા બાદ અતનુ સામે કોરિયાઇ તીરંદાજને હરાવવાનો મોટો પડકાર હતો. જેને પાર કરવામાં તેઓ સફળ રહ્યા.

કોરિયાઇ ખેલાડી અને અતનુ દાસ વચ્ચે મુકાબલો ઘણો રોમાંચક રહ્યો 

39 વર્ષના કોરિયાઇ તીરંદાજ જિન હેક અને ભારતના અતનુ દાસ વચ્ચે મુકાબલો આશા કરતા વધારે રોમાંચક રહ્યો. અતનુ દાસે લોકોની આશાથી વધારે જઇને આ મુકાબલો જીત્યો. પહેલો સેટ કોરિયાઇ તીરંદાજના નામે રહ્યો. જેને તેમણે 26-25થી જીત્યો. કોરિયાઇ તીરંદાજની 2-0ની લીડ બાદ અતનુ માટે બીજો સેટ જીતવો જરુરી હતો.

આ સેટમાં બંને ખેલાડી અંક વહેંચવામાં મજબૂર થયા. બંને 27-27 અંક મેળવ્યા. ત્રીજો સેટ પણ બંને તીરંદાજ વચ્ચે 27-27થી બરાબર હતો.

શૂટઑફમાં થયો નિર્ણય  

 પહેલા 3 સેટમાં લંડન અને રિયોના ગોલ્ડ મેડલિસ્ટ તીરંદાજ 4-2થી આગળ રહ્યા. ત્યારબાદ ચોથો સેટ જીતીને અતનુ દાસે રોમાંચ વધારી દીધો. અતનુએ ચોથો સેટ 27-22થી જીત્યો. ત્યારબાદ 5મો સેટ ફરી 28-28ની બરાબરી પર છૂટયો અને મેચ શૂટ ઑફમાં ચાલી ગઇ.

જ્યાં ભારતના અતનુ દાસે મોટો ઉલટ ફેર કરતા બે વાર ઓલિમ્પિક ચેમ્પિયનને હાર આપી. આ સંપૂર્ણ મેચ દરમિયાન અતનુના પત્ની દીપિકા સતત તેમનો ઉત્સાહ વધારતા રહ્યા. 30 જુલાઇએ દીપિકા કુમારી પણ મહિલા ઇવેન્ટમાં તીરંદાજીમાં પોતાની મેચ રમતા દેખાશે.

Click on your DTH Provider to Add TV9 Gujarati