સંન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ, 40 વર્ષ સુધી રમી શકુ તેમ છુ : મેરી કોમ

Tokyo Olympics 2020 : ભારતીય દિગ્ગજે સ્પષ્ટતા કરી કે તેઓ હજી રિંગથી દૂર જવાના નથી અને ઓછામાં ઓછા 40 વર્ષ સુધી બોક્સિંગમાં ભાગ લેવાની ક્ષમતા રાખે છે.

સંન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ, 40 વર્ષ સુધી રમી શકુ તેમ છુ : મેરી કોમ
Mary Kom

ભારતના મહાન મુક્કેબાજ એમસી મેરીકોમ (MC Mary Kom) ટોક્યો ઓલિમ્પિક 2020 (Tokyo Olympics 2020) માં ચોકાવનારી હાર બાદ દેશ પરત ફર્યા છે. મેરીને કોલંબિયાના ઇનગ્રિટ વેલેંસિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેમનુ બીજુ ઓલિમ્પિક મેડલ જીતવાનુ સપનુ તૂટી ગયુ. મેરીની આ છેલ્લી ઓલિમ્પિક હતી.

પરંતુ ભારતીય દિગ્ગજે સ્પષ્ટતા કરી કે તેઓ હજી રિંગથી દૂર જવાના નથી અને ઓછામાં ઓછા 40 વર્ષ સુધી બોક્સિંગમાં ભાગ લેવાની ક્ષમતા રાખે છે.  મેરી કોમ સામે મોટી ઇવેન્ટ તરીકે આ વર્ષના અંતે થનારી આઈબા ચેમ્પિયનશીપ છે. જેનુ આયોજન ઓક્ટોબરમાં થવાનુ છે.

38 વર્ષના ભારતીય મેરી કોમ ટોક્યોમાં પોતાનુ અભિયાન પૂર્ણ થયા બાદ 31 જુલાઇએ દિલ્લી પરત આવ્યા છે. છ વાર વિશ્વ ચેમ્પિયન મેરી કોમને 51 કિલોગ્રામ વર્ગમાં કોલંબિયાઇ બોક્સરે  મુકાબલામાં 3-2 થી હરાવ્યા. દેશ પરત ફરતા તેમણે આગામી પોતાની યોજના સ્પષ્ટ કરી દીધી છે. મેરીએ સન્યાસની અટકળો પર પૂર્ણ વિરામ મૂકી દીધુ. મેરીએ કહ્યુ હા હા કેમ નહી ?  મારી પાસે હજી ઉંમર છે. હું 40 વર્ષ સુધી રમી શકુ છું.

મેરી કોમ અંતિમ 16 મેચમાં મળેલી હાર પર નિરાશા છુપાવી ન શક્યા. એક વાર ફરી બેઇમાની અને પરિણામમાં હેરાફેરીનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ આમાં હેર-ફેર અને બેઇમાની થઇ છે. મે પહેલા બે રાઉન્ડ જીત્યા હતા તો પછી મેચ કેવી રીતે હારી શકુ છુ. હું દેશ પાસે માફી માગવા ઇચ્છુ છુ. મેરીને પહેલા રાઉન્ડમાં હાર મળી હતી.

જ્યારે આગામી બે રાઉન્ડમાં જીત મળી હતી. પરંતુ જજ તરફથી આપેલા સ્કોરના કારણે અંતિમ પરિણામમાં મેરીને હાર સહન કરવી પડી. તેમણે કહ્યુ કે તેઓ ટોક્યોથી ખાલી હાથ પરત આવવા પર નિરાશ છે. મેડલ વગર પરત ફરતા મને અત્યંત ખરાબ લાગી રહ્યુ છે. હું મેડલ સાથે પરત ફરવા ઇચ્છતી હતી. મને સમજણ નથી પડી રહી કે શું કરુ?

 

આ પણ વાંચો :Tokyo Olympics: ભારતની બોક્સર પૂજા રાની ની ચીનની લી કિયાન સામે હાર થઇ, આશા સમાપ્ત

આ પણ વાંચો :Tokyo Olympics: ઓલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, 2 ઓગષ્ટે ટક્કર

Click on your DTH Provider to Add TV9 Gujarati