Tokyo Olympics 2020: વિરોધી ખેલાડીને આપી જોરદાર ટક્કર, પરંતુ તીરંદાજ તરુણદીપને ન મળી જીત
Tokyo Olympics 2020 : તરુણદીપને અંતિમ-16 મેચમાં ઇઝરાયલના શૌનીએ મ્હાત આપી. શૈનીને તરુણદીપે સારી ટક્કર આપી પરંતુ તરુણદીપ જીતી ન શક્યા.
ટોક્યો ઓલિમ્પિક 2020માં (Tokyo OLympic-2020) આર્ચરીમાં મિકસ્ડ ટીમ ઇવેન્ટ પુરુષ વ્યક્તિગત સ્પર્ધામાં હતાશા મળી છે. તરુણદીપ રાય મંગળવારે આ સ્પર્ધાના રાઉન્ડ-16માં હારીને બહાર થઇ ગયા છે. આ ખેલાડીએ સારી શરુઆત કરી હતી અને રાઉન્ડ-32માં જોરદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી.
પછીના પડાવમાં તરુણદીપને અંતિમ-16 મેચમાં ઇઝરાયલના શૌનીએ મ્હાત આપી. શૈનીને જો કે તરુણદીપે સારી ટક્કર આપી પરંતુ તરુણદીપ જીતી ન શક્યા.
શૈનીએ મેચ કરી પોતાના નામે
બંને ખેલાડીઓની મેચ શૂટઑફમાં ગઇ અને ત્યા શૈનીએ બાજી મારી. ઇઝરાયલના શૈનીએ 10 સ્કોર કરીને આ મેચ પોતાના નામે કરી. પહેલા રાઉન્ડમાં મુકાબલો બરાબરી પર રહ્યો હતો. પહેલા સેટમાં તરુણદીપે માત્ર 24 અંક મેળવ્યા. 28 અંક સાથે શૈની આ રાઉન્ડ જીત્યા. બીજા સેટમાં તરુણદીપે 10-8-9 સાથે 27 અંક મેળવ્યા. જ્યારે શૈનીએ 26 અંક મેળવ્યા. અને સ્કોર 2-2 થી બરાબર રહ્યો.
#TeamIndia | #Tokyo2020 | #ArcheryMen's Individual 1/32 Eliminations Results@tarundeepraii kick-starts with a stunning comeback win! Uses all his experience to come from behind to win the tie breaker set against Oleksii Hunbin. #WayToGo champ👏#EkIndiaTeamIndia #Cheer4India pic.twitter.com/6pkXd7sdlj
— Team India (@WeAreTeamIndia) July 28, 2021
શૂટઑફે આપ્યો નિર્ણય
ત્રીજા સેટ 27-27થી ટાઇ રહ્યો અને સ્કોર પણ 3-3 બરાબરી પર આવી ગયો. તરુણદીપે ચોથા સેટમાં 28 અંક મેળવ્યા જ્યારે શૈનીએ માત્ર 27 અંક મેળવ્યા. આ સેટ તરુણદીપના નામે રહ્યો. પરંતુ પાંચમા રાઉન્ડમાં શૈનીએ 28 અંક મેળવ્યા જ્યારે તરુણદીપે 27 અંક મેળવ્યા. અહીં મુકાબલો બરાબર થઇ ગયો અને નિર્ણય શૂટઑફમાં નિકળ્યો.
યૂક્રેનના ખેલાડીને આપી મ્હાત
આ પહેલા ભારતના અનુભવી તીરંદાજ તરુણદીપે અંતિમ -32 મુકાબલામાં યૂક્રેના ઓલેક્સી હનબિન સામે જીત્યા. 6-4થી રોમાંચક જીત મેળવીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી. ત્રીજી ઓલિમ્પિક રમી રહેલા સેનાના 37 વર્ષના તીરંદાજ યૂક્રેની ખેલાડી સામે એક સમયે 2-4થી પાછળ ચાલી રહ્યા હતા. પરંતુ પરફેક્ટ 10નો સ્કોર કરીને છેલ્લા 2 સેટ જીતી અને મેચ પોતાના નામે કરી.