ટાઇગર વુડઝની કારને અકસ્માત, ગંભીર રીતે ઘવાયેલા વુડઝને સારવાર માટે ખસેડાયો

પૂર્વ નંબર વન મહાન ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્ઝ (Tiger Woods) ને મંગળવારે એક માર્ગ અકસ્માત નડ્યો હતો. અમેરિકાના લોસ એંજલસ (Los Angeles) મા તેની કારને એક્સીડેન્ટ થતા તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના ગંભીર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. વુડ્ઝ પોતે જ કારને હંકારી રહ્યા હતા અને એ દરમ્યાન અકસ્માત નડ્યો હતો.

  • Avnish Goswami
  • Published On - 11:23 AM, 24 Feb 2021
Tiger Woods' car was moved to treat Woods, who was seriously injured in the accident
વુડ્ઝ પોતે જ કારને હંકારી રહ્યા હતા અને એ દરમ્યાન અકસ્માત નડ્યો હતો.

પૂર્વ નંબર વન મહાન ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્ઝ (Tiger Woods) ને મંગળવારે એક માર્ગ અકસ્માત નડ્યો હતો. અમેરિકાના લોસ એંજલસ (Los Angeles) મા તેની કારને એક્સીડેન્ટ થતા તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના ગંભીર હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. વુડ્ઝ પોતે જ કારને હંકારી રહ્યા હતા અને એ દરમ્યાન અકસ્માત નડ્યો હતો. વુડ્ઝને સર્જરી પણ કરવી પડી છે. તેના પગમાં અનેક જગ્યાે ઇજાઓ પહોંચી હોવાની પ્રાથમિક જાણકારી અપાઇ છે.

જાણિતા ગોલ્ફ ખેલાડી ટાઇગર વુડ્ઝને લોસ એંજલસમાં નડેલા અકસ્માતને લઇને મળતી જાણકારી મુજબ આ ઘટના સ્થાનિત સમય મુજબ સવારે 7.12 કલાકે થઇ હતી. વુડસ પોતાની કાર મારફતે પ્રવાસ કરી રહ્યો હતો એ દરમ્યાન અચાનક જ અકસ્માત સર્જાતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે દુર્ઘટનાની જાણકારી મળવાને લઇને એમ્બ્યુલસે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. સમાચારોનુ માનવામા આવે તો, વુડસની કાર પલટવાને લઇને આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત રેંચો પાલોસ વેરિડ્સ અને રોલિંગ હિલ્સ એસ્ટેટ્સની બોર્ડર નજીક થયો હતો. 45 વર્ષીય ગોલ્ફર ને ઘટનામાં ઇજાઓ પહોંચી છે. જેને લઇને તેની સર્જરી પણ કરવી પડી છે.

વુડ્ઝ પોતે કારને હંકારી રહ્યા હતા અને એ દરમ્યાન કાર ખૂબ જ ઝડપમાં હતી અને અચાનક જ ડિવાઇડર સાથે કાર અથડાઇ ગઇ હતી અને બાજુમાં ઉછળીને પલટાઇ ગઇ હતી. વુડ્ઝ ના એજન્ટ ડેનિયલ રાપાપોર્ટ એ આ દુર્ઘટના અંગે જાણકારી આપી હતી, વુડ્ઝને ખુબ જ ગંભીર ઇજાઓ પહોંચી હોવાનુ તેમણે કહ્યુ હતુ. જેને લઇને સર્જરી પણ કરવામાં આવી હોવાનુ તેમણે જણાવ્યુ હતુ. એજન્ટ ડેનિયલે એ વાતની પુષ્ટી પણ કરી હતી કે, કારને વુડઝ પોતે જ ચલાવી રહ્યા હતા અને કાર સ્પિડમાં હોવાને લઇને વચ્ચેના ડિવાઇડરને ટકરાઇ હતી.