લ્યો, આ ક્રિકેટરએ ફેંસને અપીલ કરી ઘરવાળા પાછળ પડ્યા છે, ઘર શોધી આપો

ટીમ ઇન્ડીયા (Team India) ના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) નવું ઘર શોધી રહ્યો છે. પતં કહી રહ્યો છે કે, નવા ઘરને લઇને તેના ઘરવાળા તેની પાછળ પડી ગયા છે.

લ્યો, આ ક્રિકેટરએ ફેંસને અપીલ કરી ઘરવાળા પાછળ પડ્યા છે, ઘર શોધી આપો
Rishabh Pant

ટીમ ઇન્ડીયા (Team India) ના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત (Rishabh Pant) નવું ઘર શોધી રહ્યો છે. પતં કહી રહ્યો છે કે, નવા ઘરને લઇને તેના ઘરવાળા તેની પાછળ પડી ગયા છે. તેણે સોશિયલ મિડીયામાં પોતાના નવા ઘરની શોધને લઇને સલાહ પણ માંગી છે. પંતે કહ્યુ કે, જ્યાર થી હું ઓસ્ટ્રેલીયા (Australia) થી ઘરે પરત આવ્યો છુ, ત્યારથી ઘરવાળા પાછળ જ પડી ગયા છે. તેઓ કહે છે કે નવુ ઘર લઇ લો.

પંતે એમ પણ કહ્યુ કે, તે ગુડ઼ગાંવ (Gurgaon) માં ઘર શોધી રહ્યો છે. તેણે પોતાના મેસેજમાં લખ્યુ હતુ કે, ગુડગાવ યોગ્ય રહેશે ને? કે કોઇ અન્ય ઓપ્શન બતાવો. પંત ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન લીડીંગ સ્કોરર રહ્યો હતો. તેણે પોતાની પાંચ ઇનીંગમાં 274 રન બનાવ્યા હતા. બ્રિસબેન ટેસ્ટમાં તેણે મહત્વની ભૂમિકા નિભાવી હતી. 328 રનના ટાર્ગેટનો પિછો કરવા દરમ્યાન તેણે 89 રનની મહત્વની પારી રમી હતી.

ગાબામાં મળેલી હાર તે ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલીયાને પ્રથમ હાર 32 વર્ષમાં મળી હતી. આ પહેલા સિડનીમાં ત્રીજી ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જેમાં પણ પંતે મહત્વનો રોલ અદા કર્યો હતો. સિડનીમાં ચોથી ઇનીંગમાં તેમે 97 રનની દમદાર ઇનીંગ રમી હતી. ઇનીંગ દરમ્યાન તેના હાથમાં ઇજા પણ પહોંચી હતી. તે ઓસ્ટ્રેલીયાની બીજી પારી દરમ્યાન વિકેટકીપીંગ કરવા માટે મેદાનમાં આવી શક્યો નહોતો. તેના સ્થાને રિદ્ધીમાન સાહાએ સબસ્ટિટ્યૂટ વિકેટકીપર તરીકે જવાબદારી નિભાવી હતી.

ભારતએ ઓસ્ટ્રેલીયા સામે 2-1 થી સિરીઝ પોતાને નામે કરી લીધી હતી. પંતને ઇંગ્લેંડ સામેની સિરીઝ માટે પણ ટીમમાં સામેલ કરવામા આવ્યો છે. તેની સાથે સાહાને પણ એક્સ્ટ્રા વિકેટકીપર તરીકે ટીમમાં રાખવામાં આવ્યો છે.

Click on your DTH Provider to Add TV9 Gujarati