વિરાટ કોહલી અને અનુષ્કાની પુત્રીનુ નામ હરિદ્રારના આ બાબા રાખી શકે છે, જાણો કોણ છે તે બાબા

વિરાટ કોહલી અને અનુષ્કાની પુત્રીનુ નામ હરિદ્રારના આ બાબા રાખી શકે છે, જાણો કોણ છે તે બાબા
Baba Anant Maharaj, Virat Kohli and Anushka

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ના ઘરે પુત્રીનો જન્મ થયો છે. 11 જાન્યુઆરી એ અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્ચા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર આ અંગે જાણકારી આપી હતી.

Avnish Goswami

| Edited By: Bipin Prajapati

Jan 12, 2021 | 8:52 AM

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા (Anushka Sharma) ના ઘરે પુત્રીનો જન્મ થયો છે. 11 જાન્યુઆરી એ અનુષ્કાએ પુત્રીને જન્મ આપ્ચા બાદ વિરાટ કોહલીએ સોશિયલ મિડીયા પર આ અંગે જાણકારી આપી હતી. સાથએ જ એ પણ સમાચાર આપ્યા હતા કે માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. તેણે પ્રશંસકોનો પણ આભાર માન્યો હતો. આ દરમ્યાન હવે તેમની પુત્રી (Virat Kohli daughter) ના નામને લઇને ખૂબ ચર્ચા થવા લાગી છે. ઇન્ટરનેટ પર પણ આ અંગે ખૂબ સર્ચ થઇ રહ્યુ છે. જોકે આ અંગે કોહલી તરફ થી કોઇ પણ પ્રકારની અધિકારીક જાણાકારી આપવામાં આવી નથી.

આ દરમ્યાન ડીએનએ દ્રારા એક સમાચાર સામે આવ્યા છે કે, વિરાટ અને અનુષ્કાનુ નામ એક વિશેષ વ્યક્તિ રાખી શકે છે. જેમનુ નામ બાબા અનંત મહારાજ (Baba Anant Maharaj) છે. જેમને વિરાટ અને અનુષ્કા ખુબ માને છે. પહેલા પણ આ બંને થી જોડાયેલી બાબતોમાં તેમનુ નામ આવ્યુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, લગ્ન કરતા પહેલા પણ બંનેએ તેમની સલાહ લીધી હતી. સાથએ જ કોઇક નવા કામ થી પહેલા બાબા અનંત મહારાજની સલાહ લેવામાં આવે છે.

વિરાટ-અનુષ્કાના લગ્ન સમયે તેમની તસ્વીરો સામે આવી હતી. તેઓ લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે ઇટાલી પણ પહોંચ્યા હતા. બાબા અનંત મહારાજ હરિદ્રારમાં સ્થિત છે. તેમને અનુષ્કાના પરિવારથી ખૂબ નજીક માનવમાં આવે છે. તેમનો અનંત ધામ નામ થી આશ્રમ પણ છે. ઇન્ડીયા ટુડે અનુસાર, બાબા અનંત મહારાજનુ મુળ નામ પ્રદિપ અગ્રિહોત્રી છે. તે હરિદ્રારની પાસે પાથરીમાં રહેતા હતા. કહેવામાં આવે છે કે, 15 વર્ષની ઉંમરે જ તેઓ આધ્યાત્મિક જીવનમાં આવી ચુક્યા હતા.

વર્ષ 2007માં ડેબ્યુ કરવા પહેલા અનુષ્કા લગાતાર આશ્રમ જતી હતી. તેમણે આ અંગે અનેક વખત તેમના વિશેનો ઉલ્લેખ પણ કર્યો છે. તે કહી ચુકી છે કે જ્યારે પણ તેને પરેશાની અનુભવાય છે ત્યારે તેમની મદદ મેળવે છે. ડિસેમ્બર 2016માં વિરાટ અને અનુષ્કા બંને આશ્રમમાં આવ્યા હતા. હવે જોવાનુ છે કે, વિરુષ્કા ની પુત્રીનુ નામ શુ રાખવામાં આવે છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati