INDvsENG: ઓસ્ટ્રેલિયા સામે હિરો બનેલ યંગબ્રિગેડ, ઇંગ્લેંડ સામે મેદાનને બદલે બેંચમાં બેઠેલા જોવા મળી શકે

તેમાં કોઇ બેમત નથી કે ટીમ ઇન્ડીયા (Team India) એ ઓસ્ટ્રેલીયા સામે મેળવેલી જીત ઐતિહાસીક છે. ભારતે તે જબરદસ્ત વિજય સાથે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) બીજી વાર પોતાના હસ્તક કરી લીધી છે. દરેક જીત અને સફળતા ના કોઇક પાત્રો હોય છે, એમ ભારતની ઓસ્ટ્રેલીયા સામેની જીતમાં પણ આવા ચહેરા રહ્યા છે.

INDvsENG: ઓસ્ટ્રેલિયા સામે હિરો બનેલ યંગબ્રિગેડ, ઇંગ્લેંડ સામે મેદાનને બદલે બેંચમાં બેઠેલા જોવા મળી શકે
ઇંગ્લેંડ સામેની ટેસ્ટ શ્રેણીમાં મોકો મળશે કે કેમ તે એક સવાલ છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 24, 2021 | 4:37 PM

તેમાં કોઇ બેમત નથી કે ટીમ ઇન્ડીયા (Team India) એ ઓસ્ટ્રેલીયા સામે મેળવેલી જીત ઐતિહાસીક છે. ભારતે તે જબરદસ્ત વિજય સાથે બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) બીજી વાર પોતાના હસ્તક કરી લીધી છે. દરેક જીત અને સફળતા ના કોઇક પાત્રો હોય છે, એમ ભારતની ઓસ્ટ્રેલીયા સામેની જીતમાં પણ આવા ચહેરા રહ્યા છે. જેમાં મોટાભાગના ચહેરા યુવાન છે, તેઓનુ એક સમયે પ્રવાસમાં રમવા માટે પસંદગી પણ અશ્કય લાગતી હતી. પરંતુ સિનીયરોને ઇજા તેમને રમાડવાની મજબૂરી બની, જે તેમના માટે પ્રદર્શન દેખાડવાનો અવસર બન્યો. મહંમદ સિરાજ (Mohammad Siraj) હોય કે શુભમન ગીલ (Shubaman Gill) આ યુવા બ્રિગેડે સંઘર્ષ વચ્ચે વિજય મેળવી આપ્યો. જોકે હવે તેમનુ ઇંગ્લેંડ (England) સામે રમવુ જોકે મુશ્કેલ બની શકે છે.

ઓસ્ટ્રેલીયા પ્રવાસ પર ભારતની જીતના ચહેરાઓ યુવાન હતા. પરંતુ આ યુવાન ચહેરાઓને ઇંગ્લેંડ સામે ની ટેસ્ટ શ્રેણીમાં મોકો મળશે કે કેમ તે એક સવાલ છે. ઝડપી બોલર મહંમદ સિરાજ, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર અને હનુમા વિહારી આ ખેલાડીઓ ઓસ્ટ્રેલીયામાં ચમક્યા હતા. તેમણે ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન મુશ્કેલીના સમયે કોઇના કોઇ રીતે પોતાની કાબેલિયત દેખાડી હતી. જોકે તેમને તેનો ફાયદો ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝમાં ઇનામ સ્વરુપે મળ્યો છે. તેમને પ્રથમ બે ટેસ્ટ માટેની સ્કવોડમાં પસંદ કરવામાં આવ્યા છે. જોકે તેમને પ્લેયીંગ ઇલેવનમાં સ્થાન મળવા અંગે શંકા છે. કારણ કે તેમને ઇલેવનમાં સ્થાન મળવુ ખૂબ જ મુશ્કેલ છે

કારણ કે હવે સિનીયર ખેલાડીઓ પણ ઇજાથી બહાર આવી ચુક્યા છે. જેને લઇને હવે ઇંગ્લેંડ સામેની શ્રેણીમાં ભારતીય ટીમની અંતિમ ઇલેવન જોઇએ તો તેમને રમતા જોવાની તક ઓછી જણાય છે. જુઓ અંતિમ ઇલેવન કેવી હોઇ શકે છે.

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

ઓપનરઃ રોહિત શર્મા અને શુભમન ગીલ

મિડલ ઓર્ડરઃ ચેતેશ્વર પુજારા, અજીંક્ય રહાણે, વિરાટ કોહલી અને ઋષભ પંત

ઓલરાઉન્ડરઃ હાર્દિક પંડ્યા

બોલરઃ આર અશ્વિન, જસપ્રિત બુમરાહ, ઇશાંત શર્મા અને કુલદિપ યાદવ

આમ એક વાત સાફ છે કે, ઇંગ્લેંડ સામે રમનારી પ્લેંયીંગ ઇલેવનમાં તે ચહેરા નજર નથી આવી રહ્યા કે જે ઓસ્ટ્રેલીયા સામે હિરો હતા. ઓપનીંગમાં શુભમન ગીલ પોતાનુ સ્થાન બનાવી ચુક્યો છે. કારણ કે તેણે ઓપનરના સ્વરુપમાં પોતાને તેમે સાબિત કરી લીધો છે. મિડલ ઓર્ડર સિનીયરો થી ભરચક છે. હાર્દિક પંડ્યા નંબર વન ઓલરાઉન્ડર છે. બોલીંગ આક્રમણ જોઇએ તો તેમાં અનુભવને પ્રથમ સ્થાન મળે તે સ્વાભાવિક છે. જેમાં ઇશાંત શર્મા પણ નક્કિ છે. સાથેજ ભારતમાં જ મેચ રમાઇ રહી છે એટલે સ્પિનરો મહત્વના છે, આમ અશ્વિન જેવા ફિંગર સ્પિનર અને કુલદિપ યાદવ જેવા કાંડાના સ્પિનરનો સમાવેશ થઇ શકે છે .

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">