Australiaમાં જીતનો ઝંડો લહેરાવનારા છ ભારતીય યુવા ખેલાડીઓને આ SUV મળશે ગીફ્ટ

દેશના મોટા વાહન નિર્માતા કંપની મહિન્દ્રા ઓટોમોટિવ (Mahindra Automotive) ના પ્રમુખ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) ટીમ ઇન્ડીયા (Team India) ના યુવા ખેલાડીઓથી ખુશ થઇ ઉઠ્યા છે. ઓસ્ટ્રેલીયામાં ઐતિહાસિક બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) જીતવા પર ટીમ ઇન્ડીયાના છ યુવા ખેલાડીઓને ખાસ ગીફટ તેઓએ આપી છે.

Australiaમાં જીતનો ઝંડો લહેરાવનારા છ ભારતીય યુવા ખેલાડીઓને આ SUV મળશે ગીફ્ટ
મહિન્દ્રા 'થાર' મોડલની SUV ખેલાડીઓને ગીફ્ટ આપશે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 24, 2021 | 8:05 AM

દેશના મોટા વાહન નિર્માતા કંપની મહિન્દ્રા ઓટોમોટિવ (Mahindra Automotive) ના પ્રમુખ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) ટીમ ઇન્ડીયા (Team India) ના યુવા ખેલાડીઓથી ખુશ થઇ ઉઠ્યા છે. ઓસ્ટ્રેલીયામાં ઐતિહાસિક બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) જીતવા પર ટીમ ઇન્ડીયાના છ યુવા ખેલાડીઓને ખાસ ગીફટ તેઓએ આપી છે. આ માટેનુ એલાન તેઓ પોતાના ટ્વીટર હેન્ડલ દ્રારા કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયામાં જીતનો ઝંડો લહેરાવનારી ભારતીય ક્રિકેટ ટીમના 6 યુવા ખેલાજીઓને પોતાની દમદાર પ્રોડક્ટ આપશે. મહિન્દ્રા ‘થાર’ (Mahindra Thar) મોડલની SUV ખેલાડીઓને આપશે. તેમની આ ગીફ્ટ ચોક્કસ પણે તે યુવા ખેલાડીઓને ભવિષ્યમાં સારુ રમવા માટે પ્રેરિત કરશે. જે છ ખેલાડીઓને ‘થાર’ ભેટમાં આપવામાં આવી છે, તેમાં મહંમદ સિરાજ (Mohammad Siraj), શાર્દુલ ઠાકુર (Shardul Thakur), નવદિપ સૈની (Navdeep Saini), વોશિંગ્ટન સુંદર (Washington Sundar) અને શુભમન ગીલ (Shubaman Gill) ના નામ સામેલ છે.

આનંદ મહિન્દ્રાએ ટ્વીટ કરતા લખ્યુ છે તે, 6 યુવા ખેલાડીઓએ હાલમાં જ ખતમ થયેલી, ભારત ઓસ્ટ્રેલીયા સિરીઝમાં ડેબ્યુ કર્યુ છે. તેમણે ભારતની આવનારી પેઢીના યુવાઓ માટે સપના અને અસંભવને હાંસિલ કરવાનુ શિખવ્યુ છે. આગળની ટ્વીટમાં કહ્યુ છે કે, કહાનીઓ હકિકતમાં ઉત્થાનની સ્ટોરી છે, મુશ્કેલ સંજોગોમાંથી બહાર નિકળીને શ્રેષ્ઠતા હાંસલ કરવાની છે. તે જીંદગીના દરેક મંચ પર પ્રેરણાં આપી રહ્યા છે. મને ખુબ જ ખુશી છે કે હું આ બધા જ 6 નવા ખેલાડીઓને પોતાની તરફ થી નવી એસયુવી ગીફ્ટ કરી રહ્યો છુ. જે કંપનીના ખર્ચ પર નથી.

બતાવી દઇએ કે આ તમામ યુવાન ખેલાડીઓએ પુરી સિરીઝ દરમ્યાન શાનદાર પ્રદર્શન કરીને ટીમને એક યાદગાર જીત અપાવી હતી. ઝડપી બોલર મહંમદ સિરાજે પુરી સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરીને ભારત તરફ થી સૌથી વધુ 13 વિકેટ ઝડપી હતી. બ્રિસબેનમાં રમાયેલી નિર્ણાયક ટેસ્ટમાં પણ વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુર એ બેટ અને બોલ બંને થી જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. આ ઉપરાંત યુવા ઓપનર શુભમન ગીલ એ બ્રિસબેનમાં 91 રનોની શાનદાર પારી રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">