ઓસ્ટ્રેલીયા સામે ભારતના સુપર સ્ટાર બોલરોની કંગાળ હાલત, 700થી વધુ રન લુંટાવ્યા

હું ભાગ્યશાળી છુ કે મારી પાસે એક શાનદાર બોલીંગ આક્રમણ છે. આ બયાન કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બોલરોની તારીફ કરતા ગત વર્ષે આપ્યુ હતુ. સાઉથ આફ્રીકા સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ જીત્યા બાદ આ નિવેદન તેણે આપ્યુ હતુ. આ ઉપરાંત અન્ય દિગ્ગજ બોલરોએ પણ આવી જ વાતો કહી હતી. પરંતુ ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં સ્થિતી પલટાઇ ગઇ છે. […]

ઓસ્ટ્રેલીયા સામે ભારતના સુપર સ્ટાર બોલરોની કંગાળ હાલત, 700થી વધુ રન લુંટાવ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 01, 2020 | 12:15 PM

હું ભાગ્યશાળી છુ કે મારી પાસે એક શાનદાર બોલીંગ આક્રમણ છે. આ બયાન કેપ્ટન વિરાટ કોહલીએ પોતાના બોલરોની તારીફ કરતા ગત વર્ષે આપ્યુ હતુ. સાઉથ આફ્રીકા સામે વિશાખાપટ્ટનમ ટેસ્ટ મેચ જીત્યા બાદ આ નિવેદન તેણે આપ્યુ હતુ. આ ઉપરાંત અન્ય દિગ્ગજ બોલરોએ પણ આવી જ વાતો કહી હતી. પરંતુ ઓસ્ટ્રેલીયા પ્રવાસમાં સ્થિતી પલટાઇ ગઇ છે. પ્રથમ બંને વન ડે મેચોમાં જે રીતે બોલરોની ધુલાઇ થઇ છે, તે લાંબા સમય સુધી ભુલી શકાશે નહી.

જે ગઇકાલ સુધી જીતની ગેરંટી હતા, એ આજે હારનુ કારણ બની રહ્યા છે. ઓસ્ટ્રેલીયાના પ્રવાસ પર રમવામાં આવેલી બંને મેચમાં ભારતીય બોલરોએ ખુબ રન લુટાવ્યા હતાં. પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 374 રન બનાવ્યા હતા. જેમાં ભારતની 66 રને હાર થઇ હતી. બીજી મેચમાં 389 રન ભારત સામે  ઓસ્ટ્રેલીયાએ ફટકારી ને બોલરોનો પરસેવો છોડાવ્યો હતો. જેમાં 51 રન થી ભારતની હાર થઇ હતી. આમ આ બંને મેચમાં જ ભારતીય બોલરોએ 763 થી વધારે રન લુટાવી દીધા હતા.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ભારતના સૌથી વધુ ઘાતક બોલર જસપ્રિત બુમરાહએ બે મેચમાં જ 152 રન આપીને ફકત બે વિકેટ ઝડપી છે. તો શામીએ 132 રન આપીને ચાર વિકેટ ઝડપી છે. યુવા નવદિપ સૈનીએ 153 રન લુટાવીને એક વિકેટ ઝડપી હતી. વિરાટનો ભરોસો પાત્ર યુઝવેન્દ્ર ચહલે 8.42 ની ઇકોનોમી સાથે 160 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા પણ વિકેટ મેળવી શક્યો નથી. તેણે 20 ઓવરમાં 123 રન આપ્યા હતા. આમ ભારતીય બોલીંગ આક્રમણ પ્રવાસ દરમ્યાન અસફળ રહેતા જે પહેલા, તારીફ જમાવતા હતા એ જ હવે બોલરોની આલોચના કરી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">