T20 World Cup : આ ટીમોની કહાની ભારતમાં ભરશે નવો જુસ્સો, વર્લ્ડ કપની ટ્રોફી પર કરશે કબજો !

પ્રથમ મેચ હાર્યા બાદ કોઈપણ ટીમ માટે વાપસી કરીને ટાઈટલ જીતવું મુશ્કેલ હોય છે, પરંતુ ભૂતકાળમાં કેટલીક ટીમોએ આ મુશ્કેલ કામ કર્યું છે.

T20 World Cup : આ ટીમોની કહાની ભારતમાં ભરશે નવો જુસ્સો, વર્લ્ડ કપની ટ્રોફી પર કરશે કબજો !
Indian Cricket Team
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2021 | 12:06 PM

T20 World Cup :ભારતીય ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપમાં જરૂરી શરૂઆત સફળતા મળી નથી. સુપર-12ની તેની પહેલી જ મેચમાં તેનો પરાજય થયો હતો.

વિરાટ કોહલીની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયા (Team India) તેની સૌથી મોટી મેચમાંથી એક હારી ગઈ છે. તેઓ પાકિસ્તાન સામે 10 વિકેટે હારી ગયા હતા. ODI અને T20 વર્લ્ડ કપને જોડીને, ભારત પર પાકિસ્તાનની આ પ્રથમ જીત છે. વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં પ્રથમ મેચનું પરિણામ આગળની દિશા નક્કી કરે છે, પરંતુ એવું નથી કે પહેલી મેચ હારી જાય તો વર્લ્ડ કપ (T20 World Cup)જીતી શકાય નહીં. ભૂતકાળમાં એવું બન્યું છે કે ટીમ વર્લ્ડ કપમાં તેની પ્રથમ મેચ હારી ગઈ હોય અને પછી વર્લ્ડ ચેમ્પિયન (World Champion)બની હોય. અમે તમને તેમના વિશે વધુ જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતે હારેલા પાકિસ્તાને 2009માં T20 વર્લ્ડ કપ (T20 World Cup)નો ખિતાબ જીત્યો હતો. યુનિસ ખાનની કપ્તાનીમાં પાકિસ્તાને તે વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન (Pakistan)નો પરાજય થયો હતો. પાકિસ્તાનની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ સામે હતી. ઈંગ્લેન્ડે આ મેચ 48 રનના સારા માર્જિનથી જીતી લીધી હતી, પરંતુ આ હારની પાકિસ્તાન પર કોઈ અસર થઈ ન હતી અને તે ફાઇનલમાં પહોંચી હતી જ્યાં તેણે શ્રીલંકાને હરાવીને ટાઈટલ જીત્યું હતું.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ઈંગ્લેન્ડે 2010માં તેનો પ્રથમ વર્લ્ડ કપ જીત્યો હતો. એ ટીમનો કેપ્ટન પોલ કોલિંગવુડ હતો. આ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડે તેની પ્રથમ મેચ વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. વિન્ડીઝે આ મેચ આઠ વિકેટે જીતી લીધી હતી. જો કે ઈંગ્લેન્ડે આ હારમાંથી પુનરાગમન કર્યું હતું અને પછી જોરદાર રમત બતાવી ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો.

જે વિન્ડીઝે 2010ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને વિજયી શરૂઆત ન કરવા દીધી, એ જ વિન્ડીઝ બે વર્ષ પછી T20 ફોર્મેટની વર્લ્ડ ચેમ્પિયન બની. 2012માં, વેસ્ટ ઈન્ડિઝે ડેરેન સેમીની કપ્તાની હેઠળ તેમનો પ્રથમ વિશ્વ કપ જીત્યો હતો. પરંતુ આ વર્લ્ડ કપની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝની હાર સાથે થઈ હતી. તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં ડકવર્થ લુઈસ નિયમ અનુસાર વિન્ડીઝને 17 રનથી હરાવ્યું હતું. બાદમાં વિન્ડીઝે ફાઈનલ રમી અને શ્રીલંકાને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બની.

હવે જોવાનું એ રહે છે કે T20 વર્લ્ડ કપ 2021માં હાર સાથે શરૂઆત કરીને ભારત પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies)ની જેમ વર્લ્ડ ચેમ્પિયન બને છે કે કેમ.

આ પણ વાંચો : T20 World Cup 2021: શું આજે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને સપોર્ટ કરશે ? આ મોટું કારણ છે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">