Team India: જ્યારે હરભજને કહ્યુ હતુ, ‘દુધમાં પડેલી માખી’ની માફક અમને બહાર નિકાળ્યા હતા

હરભજન સિંહ, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ અને યુવરાજ સિંહને 2011ના વિશ્વકપ ફાઈનલ બાદ ટીમ ઈન્ડીયા (Team India) માટે રમવાનો સતત મોકો નહોતો મળી રહ્યો.

Team India: જ્યારે હરભજને કહ્યુ હતુ, 'દુધમાં પડેલી માખી'ની માફક અમને બહાર નિકાળ્યા હતા
Harbhajan Singh (File Image)
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 30, 2021 | 8:01 PM

હરભજન સિંહ, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સહેવાગ અને યુવરાજ સિંહને 2011ના વિશ્વકપ ફાઈનલ બાદ ટીમ ઈન્ડીયા (Team India) માટે રમવાનો સતત મોકો નહોતો મળી રહ્યો. એટલે સુધી કે આ ચારેય ખેલાડી 2015 સુધી વિશ્વકપમાં પણ નથી રમી શક્યા. જે વાત હજુ પણ હરભજન (Harbhajan Singh)ને ખટકી રહી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં આ અંગે વાત કરતા કેટલીક વાતો કરી હતી. ભજ્જી મુજબ 2011 વિશ્વકપ (World Cup) ફાઈનલ બાદ તેમને એક રીતે ટીમમાંથી બહાર કરી દેવાયા, જેમ દુધમાં પડેલી એક માખીને બહાર નિકાળવામાં આવે છે.

હરભજને એક ન્યુઝ ચેનલને કેટલાક સમય પહેલા પણ એક ઈન્ટરવ્યુ આપ્યુ હતુ. જે દરમ્યાન યુવરાજ સિંહ (Yuvraj Singh) પણ સ્ટેજ પર હતો. સ્પોર્ટ એંકરે તેમને એક સવાલ કર્યો હતો, એમ લાગે છે કે 2011 વિશ્વકપ આપ લોકો જીત્યા હતા, જેમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ અને ગંભીર હતા. જે વિશ્વકપ 2015માં નહોતા રમ્યા. 2011 ફાઈનલ બાદ આપ લોકોને કે વિશ્વકપની મેચ જ નહોતી મળી. તેના પર હરભજને કહ્યુ હતુ, બિલકુલ કોઈપણ ટીમ વિશ્વકપ જીતતી હોય છે તો મને લાગે છે કે તે ટીમમાં અનેક ખેલાડી હોય છે, જે આગળના વિશ્વકપ સુધી રમતા હોય છે. કેટલાક ખેલાડી આગળના વિશ્વકપને પણ રમી શકે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આગળ પણ કહ્યુ હતુ કે, જેમાં યુવરાજ સિંહ પણ હતો અને હું પણ હતો. વિરેન્દ્ર સહેવાગની ફિટનેસ સારી હતી તો તે પણ રમી શકતા હતા. ગૌતમ ગંભીર પણ આગળનો વિશ્વકપ રમી શકતા હતા. મને ખ્યાલ નથી કે અમને લોકોને બહાર કરવા પાછળનો એજન્ડા શું હતો. જેવી રીતે હોય છે ને કે, આપનુ કામ થઈ ગયુ, હવે આપ નિકળો નવી ટીમ બનાવવાની છે. નવી ટીમ ત્યારે બને છે કે, જ્યારે તે ટીમ જીતી ના હોય અથવા સેમિફાઈનલ પહેલા હારી ગઈ હોય. અમે તો વિશ્વકપ જીત્યો હતો. તે ટીમને તમારે સાથે લઈને ચાલવાની જરુર હતી.

હરભજનને કહ્યુ હતુ કે જે રીતે યુવરાજ સિંહે કહ્યુ હતુ કે, યુવાઓને સહારે આપ વિશ્વકપ નથી જીતી શકતા. તમારે અનુભવી ખેલાડીઓની જરુરીયાત હોય છે. જ્યારે મુશ્કેલ સમય આવે છે, ત્યારે તે યોગ્ય નિર્ણય લેતા હોય છે. ખબર નહીં શું દબાણ હતુ કે અમને લોકોને હટાવી દેવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટમાં આમ ચાલી આવ્યુ છે અને હવે તેને બદલવાની જરુર છે. જેણે ટીમના માટે ખુબ કામ કર્યુ છે તેને ઈજ્જત સાથે વિદાય આપવી જોઈએ. ગંભીર, યુવરાજ અથવા લક્ષ્મણ બધા ખટાશ સાથે બહાર ગયા હતા.

આ પણ વાંચો: ભારત સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાની ટીમમાં સર્જાયેલો કલેશ આવ્યો બહાર, કોચ જસ્ટીન લેંગર પર લાગ્યા આરોપ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">