ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-વનડેમાં હારી ગઈ, રવિ શાસ્ત્રીએ કહ્યું દરેક મેચ ન જીતી શકાય

ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકામાં ટેસ્ટ-વનડેમાં હારી ગઈ, રવિ શાસ્ત્રીએ કહ્યું દરેક મેચ ન જીતી શકાય
Ravi Shastri, Former Cricketer, India

ભારતીય ટીમ (Indian Cricket Team)ને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર વનડે શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં તેનો 2-1થી પરાજય થયો હતો.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

Jan 25, 2022 | 4:05 PM

Ravi Shastri : ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) ના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri)નું માનવું છે કે, દક્ષિણ આફ્રિકાની નબળી ટીમ સામે ટેસ્ટ અને વનડે શ્રેણી હારી જવા છતાં ગભરાવાની જરૂર નથી. ટીમ ટૂંક સમયમાં આ ‘ટેમ્પરરી ફેઝ’માંથી બહાર આવી જશે. ત્રણેય ફોર્મેટમાંથી વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટનશીપ છોડ્યા બાદ ભારતીય ટીમ કેપ્ટન કેએલ રાહુલને વનડે શ્રેણીમાં 3-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ ટેસ્ટ શ્રેણીમાં તેનો 2-1થી પરાજય થયો હતો. પીટીઆઈ સાથે વાત કરતા શાસ્ત્રીએ કહ્યું, ‘સિરીઝ હાર્યા પછી લોકો ટીકા કરવાનું શરૂ કરે છે. તમે દરેક મેચ જીતી શકતા નથી. જીત અને હાર ચાલુ રહે છે.

ગયા વર્ષે T20 વર્લ્ડ કપ બાદ શાસ્ત્રીનો કાર્યકાળ સમાપ્ત થયો હતો. શાસ્ત્રી(Ravi Shastri)એ કહ્યું કે, તેણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝનો એક બોલ પણ જોયો નથી પરંતુ તેણે એવું માનવાનો ઈન્કાર કર્યો કે ટીમના પ્રદર્શનનું સ્તર નીચે ગયું છે. તેણે કહ્યું, ‘પરફોર્મન્સ અચાનક કેવી રીતે ઘટી શકે, પાંચ વર્ષથી તમે વિશ્વની નંબર વન ટીમ છો.

શાસ્ત્રીએ કહ્યું- ચિંતા શું કરવાની

શાસ્ત્રીએ કહ્યું કે ચિંતા કરવાની જરૂર નથી અને આ નિષ્ફળતા અસ્થાયી તબક્કો છે. “છેલ્લા પાંચ વર્ષથી જીતનો ગુણોત્તર 65 ટકા છે, તો ચિંતા કરવાની શું વાત છે. વિરોધી ટીમોએ ચિંતા કરવી જોઈએ.’ ભારતે હવે વર્ષ 2022માં મોટાભાગની મેચ ઘર આંગણા પર રમવાની છે. આ અંતર્ગત તેની આગામી કેટલાક મહિનામાં અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા સાથે વનડે શ્રેણી છે. ત્યારપછી વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા જેવી ટીમો તરફથી તેની હોમ ટેસ્ટ સિરીઝ પણ છે.

ભારતની નજર ત્રણ ICC ટૂર્નામેન્ટ પર

ટીમ ઈન્ડિયા હવે નવા કેપ્ટન સાથે પોતાના અભિયાનની શરૂઆત કરશે. વિરાટ કોહલી(Virat Kohli)એ ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું છે. T20 અને ODIમાં તેના સ્થાને રોહિત શર્મા કેપ્ટન બન્યો છે. ટેસ્ટમાં પણ રોહિતને જવાબદારી મળે તેવી શક્યતા છે. આગામી દોઢ વર્ષ ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. આ સમયગાળા દરમિયાન T20 વર્લ્ડ કપ, 50 ઓવરનો વર્લ્ડ કપ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પણ રમવાની છે.

50 ઓવરનો વર્લ્ડ કપ ભારતમાં જ રમાવાનો છે. આવી સ્થિતિમાં તે જીત માટે પ્રબળ દાવેદાર હશે. છેલ્લી વખત તેણે વર્ષ 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો, ત્યારે આ ટુર્નામેન્ટ ભારતમાં યોજાઈ હતી.

આ પણ વાંચોઃ

IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝ માટે આ સપ્તાહે થઇ શકે છે ટીમ ઇન્ડિયાની ઘોષણા, 1 ફેબ્રુઆરી એ કેરેબિયન ટીમ અમદાવાદ પહોંચશે

આ પણ વાંચોઃ

IND vs SA: ટીમ ઇન્ડિયાને ક્લીન સ્વીપ કર્યા બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ કહ્યુ ‘જય શ્રી રામ’, સોશિયલ મીડિયા પર Viral થઇ પોસ્ટ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati