Taapsee and Mathias : તાપસી પન્નુએ બેડમિન્ટન ટીમના કોચને પાઠવ્યા અભિનંદન, શું તમે જાણો છો આ પાછળનું કનેક્શન

દેશની બેડમિન્ટન ટીમે રવિવારે અજાયબીઓ કરી હતી. પુરુષોની બેડમિન્ટન ટીમે 14 વખતની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને હરાવીને તેનો પ્રથમ થોમસ કપ (Thomas Cup) જીત્યો હતો.

Taapsee and Mathias : તાપસી પન્નુએ બેડમિન્ટન ટીમના કોચને પાઠવ્યા અભિનંદન, શું તમે જાણો છો આ પાછળનું કનેક્શન
તાપસી પન્નુએ બેડમિન્ટન ટીમના કોચને પાઠવ્યા અભિનંદન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 16, 2022 | 3:24 PM

Taapsee Congratulates Mathias: દેશની બેડમિન્ટન ટીમે રવિવારે ઈતિહાસ રચ્યો હતો. ભારતની પુરૂષ બેડમિન્ટન ટીમે ફાઇનલમાં 14 વખતની ચેમ્પિયન ઇન્ડોનેશિયાને 3-0થી હરાવીને તેનું પ્રથમ થોમસ કપ (Thomas Cup) ટાઇટલ જીત્યું હતું. આ ઐતિહાસિક જીતથી દેશની જનતાને ગર્વ થયો. દરેક જણ ટીમ અને ટીમના કોચને અભિનંદન આપી રહ્યા છે, પરંતુ આ બધા અભિનંદન વચ્ચે બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu)એ ટીમના કોચ મેથિયાસ બોને (Mathias Boe) જે અભિનંદન પાઠવ્યા છે તે કંઈક ખાસ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

તાપસીએ અભિનંદન પાઠવ્યા

બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુએ ટ્વિટરની મદદથી ટીમને અભિનંદન પાઠવ્યા છે. બાદમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી, જેમાં ભારતના બેડમિન્ટન ડબલ્સ કોચ મેથિયાસ બો(Mathias Boe)એ ખેલાડીઓને ગળે લગાવતા જોવા મળે છે. હવે તાપસીની આ પોસ્ટ એટલી ખાસ છે કારણ કે ઘણા મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તાપસી અને મેથિયા એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

તાપસીની ફિલ્મો

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક એવોર્ડ સમારોહ દરમિયાન તાપસી પન્નુને ‘એન્ટરટેઈનમેન્ટ લીડર ઓફ ધ યર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તાપસી પન્નુના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે તાજેતરમાં જ ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ અને ‘લૂપ લપેટા’માં જોવા મળી હતી. તે ક્રિકેટર મિતાલી રાજની ભૂમિકા ભજવતી જોવા મળશે. આ સિવાય તેની પાસે અનુરાગ કશ્યપની ‘દોબારા’, ‘બલ્લર’ અને ‘વો લડકી હૈ કહાં’ જેવી હિન્દી ફિલ્મો છે.

મેથિયસ બો ભારતની મેન્સ ડબલ્સ ટીમના કોચ છે. ઇન્ડોનેશિયા સામેની ફાઇનલમાં કદાચ સૌથી મહત્વની મેચના આ કોચના બે શિષ્યો હતા. સાત્વિક અને ચિરાગ વચ્ચેની મેચથી ઘણું નક્કી થવાનું હતું. ઈન્ડોનેશિયાની જોડીનો હાથ ઉપર હતો, પરંતુ ભારતના ઈરાદા ઊંચા હતા. અને સૌથી મહત્વની વાત એ છે કે તેની સાથે તેના કોચ મેથિયાસ બો પણ હતા, જેઓ પોતે પણ વર્લ્ડ ક્લાસ બેડમિન્ટન ખેલાડી રહી ચૂક્યા છે. તેમને પોતાને થોમસ કપ જીતવાનો અનુભવ છે. અને આ સિવાય તેમના દેશે ઓલિમ્પિક જેવા મોટા મંચ પર ડેનમાર્કને પણ સિલ્વર મેડલ પણ અપાવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">