T20 World Cup 2021: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની મેચ પહેલા મોટા સમાચાર, BCCIએ 4 ખેલાડીઓને પાછા બોલાવ્યા

હવે ટીમને તેની બીજી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ (New Zealand)સામે રમવાની છે, જેના માટે વિરાટ કોહલી એન્ડ કંપની તૈયારી કરી રહી છે. પરંતુ આ મહત્વપૂર્ણ મેચની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે એક મોટો નિર્ણય લેતા ટીમના 4 બોલરોને પાછા બોલાવ્યા છે.

T20 World Cup 2021: ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની મેચ પહેલા મોટા સમાચાર, BCCIએ 4 ખેલાડીઓને પાછા બોલાવ્યા
team india
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 6:36 PM

T20 World Cup 2021: ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમની શરૂઆત સારી રહી નથી અને પાકિસ્તાન સામેની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની (Pakistan) ઝડપી બોલરોની સામે ભારતના બેટ્સમેનો (India batsmen) મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ત્યારબાદ ટીમને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

હવે ટીમને તેની બીજી મેચ 31 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ (New Zealand)સામે રમવાની છે, જેના માટે વિરાટ કોહલી એન્ડ કંપની તૈયારી કરી રહી છે. પરંતુ આ મહત્વપૂર્ણ મેચની તૈયારીઓ વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (Board of Control for Cricket in India) એક મોટો નિર્ણય લેતા ટીમના 4 બોલરોને પાછા બોલાવ્યા છે. આ બોલર્સ યુએઈમાં જ ટીમ ઈન્ડિયા સાથે હતા અને નેટ બોલર તરીકે તૈયારીઓમાં મદદ કરી રહ્યા હતા.

ટીમ ઈન્ડિયા (Team India) મેનેજમેન્ટે દુબઈમાં ટીમના બાયો-બબલ (Bio-bubble)માં હાજર 4 ફાસ્ટ બોલરો – હર્ષલ પટેલ, અવેશ ખાન, ઉમરાન મલિક અને લુકમાન મેરીવાલાને મુક્ત કર્યા છે અને બોર્ડના આદેશ મુજબ તે બધા હવે દેશમાં પાછા ફર્યા છે. આ ચારેય ખેલાડીઓ હવે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી T20 ટૂર્નામેન્ટ (Syed Mushtaq Ali Trophy T20 Tournament)માં પોતપોતાની રાજ્યની ટીમો માટે રમવા માટે ઉપલબ્ધ રહેશે.

વર્લ્ડકપ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમની સાથે પસંદગીકારોએ નેટ બોલર તરીકે અન્ય 8 ખેલાડીઓનો પણ સમાવેશ કર્યો હતો. આ તમામ ખેલાડીઓ IPL 2021નો ભાગ હતા અને શરૂઆતથી UAEમાં હાજર હતા. ટૂર્નામેન્ટ પૂરી થઈ ત્યારથી તે વર્લ્ડ કપના બાયો બબલ (Bio-bubble)માં ટીમ ઈન્ડિયા સાથે હતો અને તૈયારીઓમાં મદદ કરી રહ્યા હતા. આમાંથી ચાર બોલર પાકિસ્તાન સામેની મેચ પહેલા જ દેશ પરત ફર્યા હતા. ત્યારે ટીમ સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે વર્લ્ડકપમાં ભારતીય ટીમની આગામી મેચો વચ્ચેનો સમય ઘણો ઓછો છે અને આવી સ્થિતિમાં નેટ બોલરોની જરૂર નહીં રહે, જેના કારણે તેમને પાછા બોલાવવામાં આવ્યા હતા.

ટીમ ઈન્ડિયા (Team India) પાસે પહેલાથી જ મુખ્ય ટીમ અને રિઝર્વ સહિત સ્પિન અને પેસ વિભાગમાં પૂરતા બોલરો છે. તેના આધારે હવે બાકીના ચાર બોલરોને પણ પરત મોકલી દેવામાં આવ્યા છે. આ તમામ ખેલાડીઓ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતપોતાના રાજ્યોની ટીમ માટે પોતાની તાકાત બતાવશે. ભારતની મુખ્ય ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ 4 નવેમ્બરથી શરૂ થઈ રહી છે.

આ પણ વાંચો : T20 World Cup 2021: ક્વિન્ટન ડિ કોકે માફી માંગી, આંતરરાષ્ટ્રીય કારકિર્દીનું જોખમ ટળ્યું, આગામી મેચથી ઘૂંટણિયે પડવા તૈયાર થયો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">