T20 World Cup 2021: આજથી T-20 વર્લ્ડ કપ શરૂ, જુઓ ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ

ભારતીય ટીમ અભિયાનની શરૂઆત ટી 20 વર્લ્ડ કપમાં સુપર 12થી કરશે. વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાની પ્રથમ મેચ 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે છે.

T20 World Cup 2021: આજથી T-20 વર્લ્ડ કપ શરૂ, જુઓ ટીમ ઈન્ડિયાનું સંપૂર્ણ શેડ્યૂલ
પાકિસ્તાને ભારતનું ગણિત બગાડ્યું

T20 World Cup 2021: આઈપીએલ 2021 (IPL 2021)ના ​​અંત પછી ચાહકોને હવે ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માં ક્રિકેટનો રોમાંચ જોવા મળશે. રવિવારે યુએઈ અને ઓમાનમાં શરૂ થઈ રહેલા વર્લ્ડ કપ (T20 World Cup 2021)માં 16 ટીમો ભાગ લેવા જઈ રહી છે.

 

સૌ પ્રથમ આઠ ટીમો વચ્ચે ક્વોલિફાઈંગ રાઉન્ડ રમાવાનો છે. આ રાઉન્ડમાં બંને જૂથની ટોચની 2-2 ટીમો સુપર 12માં પહોંચશે. સુપર 12માં પણ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ પછી નોકઆઉટ મેચ રમાશે. ભારતને સુપર 12માં સીધી એન્ટ્રી મળી છે કારણ કે તે ICC રેન્કિંગની ટોચની આઠ ટીમોમાં શામેલ છે.

 

ટી-20 વર્લ્ડ કપ  (T20 World Cup 2021) અગાઉ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોના વાઈરસ (Corona virus) રોગચાળાને કારણે તેને યુએઈ અને ઓમાન ખસેડવામાં આવ્યો હતો. ભારત હજુ પણ આ ટુર્નામેન્ટનું યજમાન છે. છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. છેલ્લી વખત 2016 માં આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે વેસ્ટ ઈન્ડીઝની ટીમ ચેમ્પિયન બની હતી. વેસ્ટ ઈન્ડિઝ એકમાત્ર ટીમ છે જેણે બે વખત આ ખિતાબ જીત્યો છે. 2016 પહેલા તેણે 2012માં ટાઈટલ જીત્યું હતું.

 

ભારત ટુર્નામેન્ટની શરૂઆત સુપર 12થી કરશે

સુપર -12 પણ બે ગ્રુપમાં વહેંચાયેલું છે. ગ્રુપ 1માં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, A1 અને B2 છે. તે જ સમયે, ભારત, ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બી 1 અને એ 2 ગ્રુપ 2માં છે. દરેક ટીમે સુપર -12 રાઉન્ડમાં કુલ પાંચ મેચ રમવાની હોય છે. આ પછી બંને જૂથોની ટોપ -2 ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરશે અને પછી છેલ્લે બે ટીમો ટાઈટલ માટે ટકરાશે. ભારત 24 ઓક્ટોબરથી પોતાનું અભિયાન શરૂ કરશે. ટીમ ઈન્ડિયા (Team India) પહેલી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ પહેલા ભારતે બે વોર્મ અપ મેચ પણ રમવાની છે.

 

  • ટીમ ઈન્ડિયાની વોર્મ-અપ મેચનું શેડ્યૂલ

18 ઓક્ટોબર, ભારત / ઈંગ્લેન્ડ પ્રથમ વોર્મ-અપ મેચ

20 ઓક્ટોબર, ભારત / ઓસ્ટ્રેલિયા, બીજી વોર્મ-અપ મેચ

 

  • સુપર 12 શેડ્યૂલ

24 ઓક્ટોબર (રવિવાર) – ભારત v/s પાકિસ્તાન – દુબઈ – સાંજે 07:30

31 ઓક્ટોબર (રવિવાર) – ભારત v/s ન્યૂઝીલેન્ડ – દુબઈ – સાંજે 07:30

03 નવેમ્બર (બુધવાર) – ભારત v/s અફઘાનિસ્તાન – અબુ ધાબી – સાંજે 07:30

05 નવેમ્બર (શુક્રવાર) – ભારત v/sB1 (ક્વોલિફાયર) – 07:30 PM

06 નવેમ્બર (સોમવાર) – ભારત v/s A2 (ક્વોલિફાયર) – 07:30 PM

 

  • સેમિફાઈનલ અને ફાઈનલ શેડ્યૂલ

10 નવેમ્બર: પ્રથમ સેમિફાઈનલ

11 નવેમ્બર: બીજી સેમિફાઈનલ

14 નવેમ્બર: ફાઈનલ

15 નવેમ્બર: ફાઈનલ માટે રિઝર્વ ડે

 

આ પણ વાંચો : T20 World Cup: દેશમાં કથળતી પરિસ્થિતિ છતાં અફઘાનિસ્તાનની હિંમત તુટી નથી, ફરી તે વિશ્વને તેની તાકાત બતાવશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati