T20 WC, IND Vs PAK: કોહલીએ બાબરને આપ્યા અભિનંદન, રિઝવાનને ગળે લગાવ્યા, મલિક ધોનીને મળ્યો, જુઓ Photos

પાકિસ્તાનના વિજય બાદ વિરાટ કોહલીએ મોહમ્મદ રિઝવાનને ગળે લગાવ્યો હતો, આ ફોટો વાઇરલ થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 2:18 PM
 રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી.

1 / 7
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને જીત પર અભિનંદન આપ્યા હતા. અભિનંદન આપતાં તેમણે બાબર આઝમને પણ ગળે લગાવ્યા. વિરાટની આ સ્ટાઈલ બધાને પસંદ આવી. ક્રિકેટ ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. માત્ર ભારત જ નહીં, પાકિસ્તાનના ચાહકો પણ આ તસવીરો શેર કરી રહ્યા છે.

2 / 7
ટીમ ઈન્ડિયાનો મેન્ટર ધોની પણ લાંબા સમય સુધી બાબર આઝમ સાથે વાત કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન શોએબ મલિક પણ સાથે ઉભા હતા. માહી અને વિરાટ બંનેએ મેદાન પર પોતાના વર્તનથી બંને દેશોના લાખો ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા હતા.

3 / 7
 આ દરમિયાન બંનેના ચહેરા પર ખૂબ હાસ્ય દેખાઈ રહ્યું હતું. બંને પાકિસ્તાની બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 107 બોલમાં 152 રનની રેકોર્ડ ભાગીદારી નોંધાવી હતી. T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની આ અત્યારસુધીની સૌથી મોટી ભાગીદારી છે.

4 / 7
મેચ પૂરી થયા બાદ પાકિસ્તાન ટીમના વરિષ્ઠ ખેલાડી શોએબ મલિકે ભારતીય ટીમના માર્ગદર્શક એમએસ ધોની સાથે વાત કરી હતી. બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા, આ દરમિયાન પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે પણ ધોની સાથે મુલાકાત કરી અને હાથ મિલાવ્યા હતા

5 / 7
પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો હતો અને મેચ પૂરી થયા બાદ બંને ટીમના ખેલાડીઓ એકબીજા સાથે વાતો કરતા અને ગળે મળતા જોવા મળ્યા હતા. મેચ પૂર્ણ થયા બાદ આવેલી આ ફોટોએ દરેક ચાહકના દિલ જીતી લીધા હતા.

6 / 7
પાકિસ્તાનના ચાહકોએ ટ્વિટ કરીને લખ્યું કે આ 'સ્પિરિટ ઓફ ક્રિકેટ' છે. કેટલાક પાકિસ્તાની ચાહકોએ ટ્વિટ કરીને કહ્યું કે અમે ધોની અને કોહલીને પ્રેમ કરીએ છીએ. મેચ પૂરી થયા બાદ મેદાન પર આ જ વસ્તુ દેખાઈ હતી.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">