T20: વિરેન્દ્ર સહેવાગે 35 બોલમાં 80 રન ફટકારી બાંગ્લાદેશ સામે 10 વિકેટે જીત અપાવી, તેંડુલકરના અણનમ 33 રન

વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એક વર્ષ બાદ ક્રિકેટ રમતા જોવા મળી શક્યો હતો. રોડ સેફ્ટી વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ (Road Safety World Cricket Tournament)ને લઈને રમાયેલી T20 મેચમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને સહેવાગ બંને ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા.

T20: વિરેન્દ્ર સહેવાગે 35 બોલમાં 80 રન ફટકારી બાંગ્લાદેશ સામે 10 વિકેટે જીત અપાવી, તેંડુલકરના અણનમ 33 રન
Virender Sehwag
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 05, 2021 | 11:34 PM

વિરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) એક વર્ષ બાદ ક્રિકેટ રમતા જોવા મળી શક્યો હતો. રોડ સેફ્ટી વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ (Road Safety World Cricket Tournament)ને લઈને રમાયેલી T20 મેચમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને સહેવાગ બંને ક્રિકેટ રમવા માટે મેદાનમાં ઉતર્યા હતા. બંનેની રમતે ભારતીય ટીમને 10 વિકેટથી જબરદસ્ત જીત અપાવી હતી. 110 રનના લક્ષ્યનો પીછો કરતા ભારત તરફથી સહેવાગે તોફાની પારી રમી હતી. જેને લઈને ભારતે માત્ર 10.1 ઓવરમાં જ એક પણ વિકેટ ગુમાવ્યા વિના જ ભારતે લક્ષ્ય પાર કરી લીધુ હતુ. સહેવાગે 35 બોલમાં જ 10 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 80 રન બનાવ્યા હતા. તેને 228.57ની સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા. જ્યારે સચિન તેંડુલકરે 26 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

સહેવાગે ધુંઆધાર બેટીંગની શરુઆત કરી હતી. તેણે મહંમદ રફીકની પ્રથમ ઓવરમાં જ 3 ચોગ્ગા અને એક છગ્ગો લગાવીને 19 રન ફટકાર્યા હતા. આગળની ઓવરમાં મહંમદ શરીફની ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા. સચિન તેંડુલકરે પણ ચોગ્ગો ફટકારી પોતાનું ખાતુ ખોલાવ્યુ હતુ. તેમણે આલમગીર કબીરની ઓવરમાં બે ચોગ્ગા લગાવ્યા હતા. ભારતે ચાર ઓવરમાં 51 રન બનાવ્યા હતા. જેમાંથી એકલા સહેવાગના જ 39 રન હતા. સહેવાગે આગળ પણ આતશી પારી રમીને રન કર્યા હતા. તેણે આલમગીર કબીરની ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો લગાવીને 20 બોલમાં પોતાનુ અર્ધ શતક પુરુ કર્યુ હતુ.

સહેવાગ અને સચિને ફરીથી ખાલિદ મહમૂદની ઓવરમાં ત્રણ ચોગ્ગા લગાવ્યા હતા. ફરીથી નવમી ઓવરમાં સહેવાગે છગ્ગો લગાવ્યો હતો અને ભારતને જીતની નજીક પહોંચાડી દીધુ હતુ. વિજયી રન પણ સહેવાગના બેટથી જ નિકળ્યુ હતુ. મહમૂદના બોલ પર છગ્ગો લગાવીને સહેવાગે 59 બોલ બાકીને રાખીને જીત અપાવી હતી. આ પહેલા બાંગ્લાદેશ લીજેન્ડસની ટીમ 109 રન પર સમેટાઈ ગઈ હતી. ટીમે સારી શરુઆત કરી હતી. પરંતુ પ્રજ્ઞાન ઓઝા અને યુવરાજ સિંહની કમાલની બોલીંગ પર બાંગ્લાદેશની ટીમને ઘુંટણ ટેકાવી દીધા હતા. આવામાં વગર કોઈ નુકશાન 59 રન સુધી એક પણ વિકેટ પર રહેનાર ટીમે બાકીના 50 રનમાં 10 વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચો: IND vs ENG: ઋષભ પંતે એવો રિવર્સ સ્વીપ શોટ ફટકાર્યો કે તેના અંદાજને ઈંગ્લીશ ટીમ જોતી જ રહી ગઈ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">