T20: આજે સચિન અને સહેવાગ, ઇરફાન અને યુસુફ પઠાણ ક્રિકેટ રમતા જોવા મળશે, જાણો

રાયપુરના શહિદ વીર નારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Shahid Veer Narayan International Cricket Stadium) માં રોડ સેફટી વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ (Road Safety World Cricket Tournament) ની પ્રથમ T20 મેચ આજે રમાનારી છે.

T20: આજે સચિન અને સહેવાગ, ઇરફાન અને યુસુફ પઠાણ ક્રિકેટ રમતા જોવા મળશે, જાણો
Sachin Tendulkar-Virender Sagewag
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 05, 2021 | 10:09 AM

રાયપુરના શહિદ વીર નારાયણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ (Shahid Veer Narayan International Cricket Stadium) માં રોડ સેફટી વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ (Road Safety World Cricket Tournament) ની પ્રથમ T20 મેચ આજે રમાનારી છે. પ્રથમ વાર દેશ અને દુનિયાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર રાયપુરના સ્ટેડિયમમાં તેમનુંં કૌવત દખાડશે. આજે સાંજે 7 કલાકે શરુ થનારી ટુર્નામેન્ટને છત્તીસગઢના મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ (Bhupesh Baghel) ખુલ્લી મુકશે. જેમાં પ્રથમ મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. જેમાં સચિન (Sachin Tendulkar) પણ રમતો જોવા મળશે.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનિલ ગાવાસ્કરની કંપની પ્રોફેશનલ મેનેજમેન્ટ ગૃપ અહી રોડ સેફ્ટી વર્લ્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરી રહી છે. જેનો હેતુ લોકોને માર્ગ અકસ્માતોથી જાગૃતી પ્રેરવાનો છે. આ ટુર્નામેન્ટમાં ભારત ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેંડ, વેસ્ટ ઇન્ડીઝ, બાંગ્લાદેશ અને શ્રીલંકાના ક્રિકેટરો ભાગ લેશે. આ તમામ દેશોમાંથી પૂર્વ દિગ્ગજ ક્રિકેટરો ભાગ લઇ રહ્યા છે.

આજની પ્રથમ મેચમાં સચિન, વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, ઇરફાન પઠાણ જેવા ખેલાડીઓ મેદાનમાં રમતા જોવા મળશે. ખાસ કરીને ચાહકોને સચિને અને સહેવાગની રમતને જોવા માટેની ઉત્સુકતા વર્તાઇ રહી છે. સચિનને છેલ્લા કેટલાક સમયથી ચાહકોએ ક્રિકેટ રમતા જોયો નથી અને તેને ફરીથી ક્રિકેટ રમતો જોવો એ પણ એક લ્હાવો હશે. માટે જ ચાહકો પણ આજના મેચનો ઇંતઝાર કરી રહ્યા છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

રાયપુર ક્રિકેટ સ્ટેડિયમ આઇપીએલ અને ચેમ્પિયન્સ લીગ T20 ની યજમાની કરી ચુકી છે. જાણકારોનુંં માનવુ છે કે પિચ થોડી ધીમી રહેશે. સાથે જ રાયપુરમાં મોટી બાઉન્ડ્રી લગાવવી પણ પડકાર રુપ બની રહેશે. આંકડાઓ પર નજર કરીએ તો, કોઇ પણ ટીમ આ સ્ટેડિયમમાં 170 ના સ્કોરથી આગળ વધી શકી નથી. આમ આવી સ્થિતીમાં અહી રોમાંચક મેચની અપેક્ષા વધારે રાખવામા આવી રહી છે. આવતીકાલે વેસ્ટ ઇન્ડીઝની ટીમ શ્રીલંકા સામે ટકરાશે. જેમાં બ્રાયન લારા જેવા મહાન ખેલાડીને રમતો જોવાનો લ્હાવો મળી શકે છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">