T-20 લીગ: પંજાબના બોલર્સે 4 રનના અંતરમાં જ 6 વિકેટ લીધી, હૈદરાબાદની કારમી હાર

ટી-20 લીગની 13મી સિઝનમાં આજે 43મી મેચ દુબઇના મેદાન પર રમાઈ. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી, આ મેચમાં ટોસ હૈદરાબાદે જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને ડેવીડ વોર્નરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે પંજાબ દ્વારા હૈદરાબાદ સામે 126 રન સાત વિકેટ ગુમાવીને આસાન સ્કોર કર્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે સારી […]

T-20 લીગ: પંજાબના બોલર્સે 4 રનના અંતરમાં જ 6 વિકેટ લીધી, હૈદરાબાદની કારમી હાર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Oct 24, 2020 | 11:59 PM

ટી-20 લીગની 13મી સિઝનમાં આજે 43મી મેચ દુબઇના મેદાન પર રમાઈ. કિંગ્સ ઇલેવન પંજાબ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી, આ મેચમાં ટોસ હૈદરાબાદે જીત્યો હતો. પ્રથમ ટોસ જીતીને ડેવીડ વોર્નરે પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે પંજાબ દ્વારા હૈદરાબાદ સામે 126 રન સાત વિકેટ ગુમાવીને આસાન સ્કોર કર્યો હતો. જેના જવાબમાં હૈદરાબાદે સારી શરુઆત કરી હતી. પરંતુ જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ હૈદરાબાદ લક્ષ્યને પીછો કરવામાં ધીમી પડી હતી. હૈદરાબાદની ટીમે આખરે હાથમાં આવેલી મેચને અંતિમ ઓવરોમાં જ મેચ ને ગુમાવી દીધી હતી. આમ 19.5 બોલમાં જ ઓલઆઉટ થઈ આસાન મેચને હારી ગઈ હતી. માત્ર ચાર રનના અંતરમાં જ 6 વિકેટ ગુમાવતા હૈદરબાદે મેચને હાથમાંથી સરકી ગઈ હતી.

  T20 League KXIP na bowlers e 4 run na antar ma j 6 wicket lidhi SRH ni karmi har

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

હૈદરાબાદની બેટીંગ

આસાન સ્કોરનો પીછો કરવાની શરુઆત સારી રીતે કરી હતી. ડેવીડ વોર્નરે ઓપનીંગ 20 બોલમાં 35 રન કર્યા હતા. જ્યારે જોની બેયરીસ્ટો  19 રન કરીને બોલ્ડ થયો હતો. મનિષ પાંડે 15 રન 29 બોલમાં કર્યા હતા. અબ્દુલ સમદે 7 રન અને વિજય શંકરે 26 રન કર્યા હતા. આમ બેટ્સમેનોએ એક આસાન સ્કોર સામે 110 રન પર પાંચ વિકેટ ગુમાવી દેતા હૈદરાબાદની છાવણીમાં જાણે કે સન્નાટો છવાઈ ગયો હતો. અંતમાં બે ઓવરોમાં જ તેણે ચાર વિકેટો ગુમાવી હતી. 110થી 114 રનના ચાર રનમાં જ 6 વિકેટ ગુમાવી હતી. આમ મેચનું પાસુ અચાનક જ પલટાઈ ગયુ હતુ.

T20 League KXIP na bowlers e 4 run na antar ma j 6 wicket lidhi SRH ni karmi har

પંજાબની બોલીંગ

પંજાબની બોલીંગ આક્રમણે જાણે કે આજે પંજાબને મેચમાં ફરીથી પાછુ લાવી દીધુ હતુ. સળંગ બે વિકેટ 18મી ઓવરમાં જ ઝડપાતા પંજાબના સ્ટેન્ડમાં જાણે કે ખુશી છવાઈ ગઈ હતી. ક્રિસ જોર્ડને ત્રણ વિકેટ ઝડપી હતી. ચાર ઓવરમાં 17 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે  3.5 ઓવરમાં 23 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. જેમાં અંતિમ ઓવરમાં સળંગ બે વિકેટ ઝડપી હતી. જે મેચનું પાસુ પલટનાર બોલર રુપે ઉભર્યો હતો. બિશ્નોઇએ ખુબ કરકસર ભરી બોલીંગ કરી હતી. જેને ચાર ઓવરમાં માત્ર 13 રન આપ્યા હતા અને એક વિકેટ ઝડપી હતી. મુરુગન અને મહમંદ શામીએ પણ એક એક વિકેટ ઝડપી હતી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

પંજાબની બેટીંગ

ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા આવેલી પંજાબની ટીમની ઓપનીંગની જવાબદારી કે.એલ.રાહુલ અને મનદિપ સિંહે ઉઠાવી હતી. પ્રથમ ચાર ઓવરમાં બંને જણાએ ટીમ માટે 24 રન જોડ્યા હતા. મનદિપ સિંહ 14 બોલમાં 17 રન કરીને આઉટ થયો હતો. તેને સંદિપ શર્માએ આઉટ કર્યો હતો. ક્રિસ ગેઈલે પણ 20 બોલમાં 20 રન જોડીને તે જેસન હોલ્ડરનો શિકાર થયો હતો. કેએલ રાહુલ પણ રાશિદ ખાનના ગુગલી બોલ પર 27 રન બનાવીને ક્લીન બોલ્ડ થયો હતો. ટીમના સૌથી વધુ રન નિકોલસ પુરને 28 બોલમાં 32 રન કર્યા હતા. પંજાબને ચોથી વિકેટ મેક્સવેલના સ્વરુપમાં ગુમાવી હતી. તેણે ફકત 12 રન બનાવ્યા હતા. દિપક હુડ્ડા પણ ખાતુ ખોલ્યા વિના જ સ્ટંપઆઉટ થયો હતો. છઠ્ઠી વિકેટના રુપમાં ક્રિસ જોર્ડનના રુપમાં પડી હતી, તેણે સાત રન બનાવ્યા હતા. મુરુગન અશ્વિન રન આઉટ થયો હતો. આમ એક બાદ એક વિકેટો પડતી રહેતા પંજાબની મુશ્કેલીઓ વધી હતી અને આસાન સ્કોર કરી શકી હતી.

T20 league KXIP ni team SRH na bowler same 7 wicket gumavi ne 126 run karya

હૈદરાબાદની બોલીંગ

બોલીંગ આક્રમણ આજે સારા પ્રદર્શનમાં જોવા મળ્યુ હતુ, મોટાભાગે બોલરોએ એક બીજાની સાથે મળીને  હરીફ ટીમની મુશ્કેલીઓને એક બાદ એક વધારી દીધી હતી. સંદિપ શર્માએ ચાર ઓવરમાં 29 રન આપીને બે વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે પણ ચાર ઓવરમાં 27 રન આપીને બે વિકેટ ઝડપી હતી. રાશિદ ખાને પણ કર કસર ભરી બોલીંગ કરીને ચાર ઓવરમાં 14 રન આપી બે વિકેટ ઝડપી હતી. આમ એક સારુ બોલીંગ આક્રમણ દેખાઈ આવ્યુ હતુ. ટી નટરાજને પણ સારો પ્રયાસ કરીને હરીફ ટીમને રન કરવાથી આજે બાંધી રાખવામાં સફળ થયો હતો, જોકે તે વિકેટ મેળવવા માટે અસફળ રહ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">